યુએસ ટ્રેઝરી યીલ્ડ લગભગ બે દાયકાની ટોચે પહોંચી
બોન્ડમાં વેચવાલીના લીધે પાંચ વર્ષના બોન્ડની ઉપજ 15 બેસિસ પોઇન્ટ વધીને 4.99 ટકાએ અને દસ વર્ષના બોલ્ડની ઉપજ વધીને 5.11 ટકાએ પહોંચી હતી.

US Treasury Yield: યુએસ ટ્રેઝરી યીલ્ડ એટલે કે ઉપજ બુધવારે પાંચ ટકાને વટાવી ગઈ 5.11 ટકા થઈ હતી. આ ઉપજ જુલાઈ 2007 પછીના ટોચના સ્તરે છે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અપેક્ષા કરતાં વધુ મજબૂત ધંધાકીય પ્રવૃત્તિ અને નબળા ટ્રેઝરી ઓકશનના કારણે ફુગાવાની ચિંતામાં વધારો થતાં યુએસ ફેડ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી પ્રબળ સંભાવના વચ્ચે આ ઉપજ વધી હતી.
બોન્ડ ઉપજ વધી
બોન્ડમાં વેચવાલીના લીધે પાંચ વર્ષના બોન્ડની ઉપજ 15 બેસિસ પોઇન્ટ વધીને 4.99 ટકાએ અને દસ વર્ષના બોલ્ડની ઉપજ વધીને 5.11 ટકાએ પહોંચી હતી. જ્યારે 30 વર્ષના બોન્ડની ઉપજ 10 બેસિસ પોઇન્ટ વધીને 5.40 ટકા થઈ હતી.
અમેરિકન અર્થતંત્ર પર અસર
ઉપજમાં થયેલા નોંધપાત્ર વધારાના પગલે ફાઇનાન્સિયલ માર્કેટ્સ પર અને અમેરિકન અર્થતંત્ર પર તેની નોંધપાત્ર અસર પડી છે. ઊંચી ટ્રેઝરી ઉપજના લીધે અર્થતંત્રમાં ધિરાણ ખર્ચ વધે છે, તેમા મોર્ગેજિસ અને કોર્પોરેટ ઋણનો સમાવેશ થાય છે, આની સાથે ભાવિ કોર્પોરેટ નફાકીય વૃદ્ધિ પર પણ તેની અસર પડી છે. તેના લીધે ઇક્વિટી મૂલ્ય પર અસર પડે છે. તેની સીધી અસર વ્યાજદર સંવેદી અને ગ્રોથ સ્ટોક્સ પર પડે છે.
સરકારી બોન્ડ બન્યા વધુ આકર્ષક
ઉપજમાં વૃદ્ધિના લીધે સરકારી બોન્ડ્સ ઇક્વિટી કરતાં વધુ આકર્ષક બન્યા છે. આ પ્રકારના સંજોગોમાં રોકાણકારો ઇક્વિટી જેવી જોખમી એસેટ્સથી દૂર થાય છે અને સલામત વિકલ્પોમાં રોકાણ વધારે છે. આ જ સમયે એસ એન્ડ પી ગ્લોબલના મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિઝ પીએમઆઈના રીડિંગ બતાવે છે કે અમેરિકન બિઝનેસ એક્ટિવિટી મજબૂત છે. તેની સાથે સપ્લાય-ચેઇન અવરોધ પણ છે અને ઊંચો ઇંધણ અને પરિવહન ખર્ચ પણ છે. તેના લીધે સતત ફુગાવાલક્ષી દબાણ જળવી રહેશે.
નબળું ટ્રેઝરી ઓક્શન
નબળા ટ્રેઝરી ઓકશનના લીધે ઉપજ પર ઉપર તરફી દબાણ આવતા રોકાણકારો સરકારી ઋણને શોષી લેવા ઊંચા વળતરની માંગ કરે છે. ઉપજમાં વધારો થવાના લીધે વોલસ્ટ્રીટ પર દબાણ આવ્યું છે. તેના લીધે S&P 500 0.75 ટકા ઘટી 7,706.03 પર બંધ આવ્યો હતો. જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 1.13 ટકા ઘટી 26,936.04 પર બંધ આવ્યો હતો. આમ તેમા ચાર દિવસના અવિરત વધારાને બ્રેક વાગી હતી. ડાઉ જોન્સ 352.10 પોઇન્ટ ઘટીને 51,511.19 પર બંધ આવ્યો હતો.
દસ વર્ષના બોન્ડની બેન્ચમાર્ક ઉપજ સેશન દરમિયાન 5.13 ટકાને સ્પર્શી ગઈ હતી. તે જુલાઈ 2007 પછીની ટોચની સપાટી છે. 7 એપ્રિલ 2025 પછી આ સૌથી મોટી સિંગલ ડે મૂવ છે. જ્યારે બે વર્ષની ટ્રેઝરી ઉપજ 4.947 ટકા છે. તે મે 2024 પછીનું ટોચનું સ્તર છે. આમ મજબૂત આર્થિક પ્રવૃત્તિની સાથે ફુગાવાનું દબાણ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની સંભાવના મજબૂત બનાવે છે. ફેડરલ રિઝર્વના ગવર્નર માઇકલ બારનું કહેવું છે કે ફુગાવાને અંકુશમાં લાવવા માટે વધુને વધુ નીતિગત પગલાં જરૂરી છે.
આ પણ વાંચોઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

આજે શું પહેરવું? Metaની Style Sketch એપ તમારા જ કપડાંમાંથી AIથી સૂચવશે નવા લુક

Alphabet Inc. ના શેરમાં 13 ટકાનો કડાકો, ગૂગલની પેરેન્ટ કંપનીના શેરમાં પાંચ મિનિટમાં 500 અબજ ડોલરથી વધુ મૂલ્ય સાફ

Binanceમાં સાયબર હુમલો! $3 બિલિયનની સંપત્તિ ફ્રીઝ, કંપની ભરપાઈ કરશે નુકસાન

ગુજરાત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ઉદ્યોગ અને ટેક્નોલોજી સહયોગ વધારવા સિડનીમાં મહત્વપૂર્ણ બેઠક

Anthropic IPO લાવવાની તૈયારીમાં, અમેરિકી SEC સમક્ષ IPO માટે કરી અરજી

એક જોડી ઝુમકા અને 2 વર્લ્ડ રેકોર્ડ! રૂ. 17 કરોડના 16.5 કિલો સોનાથી થયો કમાલ

બ્રાઝિલમાં ચૂંટણીમાં રાષ્ટ્રપતિ લૂલા દા સિલ્વાની જીત બાદ EWZ ફંડ 18% તૂટ્યો, ONGC-Hindalco પર કેમ નજર?





