KuberaNowLogo
Wednesday, 14/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

અદાણીનું ઓડિશાનું ધામરા પોર્ટ દેશમાં સંપૂર્ણપણે રીન્યુએબલ એનર્જીથી ચાલતું સૌપ્રથમ પોર્ટ બન્યું

ધામરા પોર્ટ મહિને 90 લાખ યુનિટ્સ વીજળીનો વપરાશ રીન્યુએબલ એનર્જીના સ્ત્રોતોથી કરે છે

desk@kuberanowPublished On : 27 Sept 2026
Dhamra Port
AI GENERATED

અદાણીના ઓડિશા ખાતેના ધામરા પોર્ટે જબરદસ્ત સિદ્ધિ નોંધાવી છે. ધામરાનું આ બંદર દેશનું સૌપ્રથમ એવું બંદર બન્યું છે, જેનું સંપૂર્ણ સંચાલન રીન્યુએબલ એનર્જીથી થાય છે. અદાણી જૂથનું આ બંદર તેનો સંપૂર્ણ વીજવપરાશ રીન્યુએબલ એનર્જીના સ્ત્રોતોથી કરે છે. કંપની દર મહિને 90 લાખ યુનિટ્સ વીજળીનો વપરાશ રીન્યુએબલ એનર્જીના સ્ત્રોતોથી કરે છે. ધામરા પોર્ટ સંપૂર્ણપણે રીન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરતું સૌપ્રથમ લાર્જ સ્કેલ મલ્ટી-કાર્ગો પોર્ટ બન્યું છે, એમ પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (એપીસેઝ)એ જણાવ્યું હતું.


એપીસેઝ આજે માસિક ધોરણે તેની 90 લાખથી પણ વધુ યુનિટની વીજળી રીન્યુએબલ એનર્જીમાંથી મેળવે છે. તેનો રીન્યુએબલ પાવર કન્ઝમ્પશન વાર્ષિક ધોરણે 108 ગીગાવોટ અર્સ (જીડબલ્યુએચ)ને વટાવી ગયો છે, એમ કંપનીએ જણાવ્યું હતું.


ઓગસ્ટ 2026માં કંપનીએ હાંસલ કરેલું આ સીમાચિન્હ તેની નેટ ઝીરો સ્ટ્રેટેજીનો હિસ્સો છે. તેના લીધે કંપનીને હવે પ્રદૂષણ ફેલાવતી વીજળી ખરીદવાની જરૂર નહીં પડે અને પોર્ટના ઉર્જાલક્ષી કાર્યક્રમમાં પર્યાવરણલક્ષી પર્ફોર્મન્સના મોરચે પણ નોંધપાત્ર સુધારો થશે.


ધામરા પોર્ટ તેની રીન્યુએબલ એનર્જીની માંગ કેપ્ટિન રીન્યુએબલ પાવરના સંયોજન, થર્ડી પાર્ટી એક્સેસ એરેન્જમેન્ટ્સ અને ઓડિસા રેગ્યુલેટરી ફ્રેમવર્કમાં ગ્રીન પાવર પ્રોક્યોરમેન્ટ દ્વારા કરે છે. કંપનીની લગભગ 25થી 30 ટકા જેટલી રીન્યુએબલ પાવર ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત ગુજરાતમાં ખાવડા ખાતેના કંપનીના કેપ્ટિવ પાવર પ્લાન્ટ દ્વારા કરવામાં આવે છે. બીજી 10થી 15 ટકા જરૂરિયાત થર્ડ પાર્ટી એક્સેસ દ્વારા પૂરી કરવામાં આવે છે. કંપની બાકીની જરૂરિયાત ઓડિસા વીજવિતરણ કંપની દ્વારા પૂરી કરે છે.


આમ રીન્યુએબલ એનર્જી પોર્ટની રાઉન્ડ ધ ક્લોક જરૂરિયાતો પૂરી કરે છે. તેમા કાર્ગો હેન્ડલિંગ, સ્ટોરેજ, રેલ લિંક્ડ સર્વિસ અને અન્ય ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રકચરનો સમાવેશ થાય છે. ઓડિશાના દરિયાકાંઠે હલ્દિયા અને પારાદિપની વચ્ચે આવેલું ધામરા પૂર્વ ભારતનું ચાવીરૂપ ડીપ-ડ્રાફ્ટ પોર્ટ છે. તેની સ્થાપિત ક્ષમતા છ કરોડ ટન છે અને તેણે માર્ચ 2026ના અંતે 4.88 મેટ્રિક ટન કાર્ગોની ક્ષમતા હાંસલ કરી હતી. આ પોર્ટ ઓડિસાના ખનીજ સમૃદ્ધ વિસ્તારો સથે રેલ અને રોડ કનેક્ટિવિટી ધરાવે છે. આવી જ કનેક્ટિવિટી તે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ધરાવે છે.


આ પણ જુઓઃ

 


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn