સોનાની ચમક ફરી વધી, ફેડના વ્યાજદર પર સસ્પેન્સ!
ક્રૂડ ઓઈલ અને અમેરિકન ડોલરમાં ઘટાડા વચ્ચે સોનું $4,186.91 પ્રતિ ઔંસ થયું. અમેરિકન મોંઘવારી અપેક્ષા કરતાં વધુ રહી તો સોનાની તેજી પર દબાણ આવી શકે છે. રોકાણકારોની નજર અમેરિકાના CPI અને ફેડના વ્યાજદરના નિર્ણય પર છે. આંકડા સોનાની આગામી દિશા નક્કી કરી શકે છે.

સોનાના ભાવમાં મંગળવારે સામાન્ય તેજી જોવા મળી હતી. ક્રૂડ ઓઈલના ભાવ અને અમેરિકન ડોલરમાં ઘટાડા વચ્ચે સોનાને ટેકો મળ્યો હતો. બીજીબાજુ આ મહિને અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારવાની સંભાવના હાલ ઓછી છે. રોકાણકારોની નજર હવે સપ્તાહના બાકીના દિવસોમાં અમેરિકામાં જાહેર થનારા મહત્વપૂર્ણ મોંઘવારી સહિતના આંકડાઓ પર છે. મંગળવારે સવારે હાજર સોનું 0.4 ટકા વધીને 4,186.91 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું હતું. ડિસેમ્બર ડિલિવરી માટે અમેરિકન ગોલ્ડ વાયદો 0.5 ટકાની તેજી સાથે 4,211.30 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યો હતો.
અમેરિકન મોંઘવારીના આંકડા નક્કી કરશે સોનાની દિશા
આ સપ્તાહે અમેરિકાના અનેક મહત્વપૂર્ણ આર્થિક આંકડા જાહેર થવાના છે. સપ્ટેમ્બરનો કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) બુધવારે, ઉત્પાદક મૂલ્ય સૂચકાંક (PPI) અને રિટેલ વેચાણના આંકડા ગુરુવારે જાહેર થવાના છે. શુક્રવારે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ કેવિન વોર્શ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)ના એક કાર્યક્રમમાં સામેલ થવાના છે. તેમના ભાષણ પર પણ રોકાણકારોની નજર છે. આ ઘટનાક્રમોથી બોન્ડ યીલ્ડ અને અમેરિકન ડોલરની દિશા પર અસર થઈ શકે છે, જેની સીધી અસર સોના અને અન્ય કિંમતી ધાતુઓની કિંમતો પર પડી શકે છે. બુલિયનમાં હજુ પણ રોકાણકારોને ખરીદીનો રસ છે.
ડોલર અને બોન્ડ યીલ્ટમાં ઘટાડાથી સોનાને મળ્યો ટેકો
મંગળવારે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો આવ્યો અને લગભગ એક સપ્તાહમાં પહેલી વખત સાપ્તાહિક ઘટાડો નોંધાવાની સંભાવના છે. બીજીબાજુ અણેરિકન ડોલર પણ 18 મહિનાના ઊંચા સ્તરેથી નીચે આવ્યો છે. અમેરિકાનું 10 વર્ષનું ટ્રેઝરી બોન્ડ યીલ્ડ પણ ઘટીને 2 ઓક્ટોબર પછી સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. બોન્ડ યીલ્ડમાં ઘટાડાથી સોનાને સપોર્ટ મળ્યો છે. આ સિવાય ડોલર નબળો થવાથી અન્ય ચલણોમાં સોનું ખરીદનારા રોકાણકારો માટે તે અપેક્ષાકૃત સસ્તું થઈ શકે છે.
ફેડના વ્યાજ દરો અંગે બજારનું અનુમાન
ક્લીવલેન્ડ ફેડના અધ્યક્ષ બેથ હેમૈકે કહ્યું કે, મોંઘવારી પર નિયંત્રણ મેળવવા માટે અમેરિકન કેન્દ્રીય બેન્કે અપેક્ષાકૃત ઝડપથી વધુ આકરી નાણાં નીતિ અપનાવવી જોઈએ. જોકે, CMEના ફેડવોચ ટૂલ મુજબ બજાર હાલમાં આ મહિને ફેડ દ્વારા વ્યાજ દર વધારવામાં આવે તેવી સંભાવના માત્ર 17 ટકા હોવાનું માને છે. બીજીબાજુ ડિસેમ્બરમાં વ્યાજદર વધારવાની સંભાવના 87 ટકા આંકવામાં આવી રહી છે. મોંઘવારીના આંકડા અપેક્ષાથી વધુ આવશે તો વ્યાજદરોમાં વધારાની આશંકા વધી શકે છે, જેથી સોના પર દબાણ આવી શકે છે. તેનાથી વિપરિત મોંઘવારીના આંકડા નબળા રહેતા સોનાને સમર્થન મળી શકે છે.
વર્ષના અંત સુધમાં સોનામાં તેજીની આશા
યુબીએસના વિશ્લેષક જિયોવાની સ્ટોનાવો મુજબ કેન્દ્રીય બેન્કો દ્વારા તેમના ભંડારમાં વિવિધતા લાવવાની રણનીતિ, વધતા સરકારી દેવાં અને દેવું ચૂકવવાના ખર્ચ અંગેની ચિંતાઓ સોનાની કિંમતોને સમર્થન આપતા રહેશે. તેમણે કહ્યું કે સોનાના ભાવમાં સ્થિરતા આવ્યા પછી વર્ષના અંત સુધીમાં અને 2027માં તેજીનું વલણ ફરીથી શરૂ થઈ શકે છે.
અન્ય કિંમતી ધાતુઓની સ્થિતિ
મંગળવારે અન્ય મુખ્ય કિંમતી ધાતુઓમાં પણ તેજી જોવા મળી છે. ચાંદીનો ભાવ 0.2 ટકા વધીને 60.4481 ડોલર પ્રતિ ઔંસ રહ્યો. પ્લેટિનમમાં પણ તેજી જોવા મળી. તેનો ભાવ પ્રતિ ઔંસ 0.9 ટકા વધીને 1,701.10 ડોલર રહ્યો. પેલેડિયમ 0.5 ટકાની વૃદ્ધિ સાથે પ્રતિ ઔંસ 1,149.52 ડોલર રહ્યું. હાલમાં સોનાને નબળા ડોલર, ઘટતી બોન્ડ યીલ્ડ અને કેન્દ્રીય બેન્કોની ખરીદીથી સમર્થન મળી રહ્યું છે. જોકે, આગળની દિશા ઘણે અંશે અમેરિકાના મોંઘવારીના આંકડા અને ફેડરલ રિઝર્વના વ્યાજદર સંબંધિત નિર્ણયો પર નિર્ભર કરશે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

20 દિવસમાં ધાણાએ આપ્યું 20% સુધી વળતર, તહેવારી માંગથી ભાવમાં ફરી તેજી

Gold Silver Price Today : ડોલર મજબૂત, સોનામાં નરમાઈ, ચાંદી પણ ગગડી

દાળ પણ હવે મોંઘીદાટ! તુવેર દાળના ભાવમાં કિલોએ ₹30નો વધારો

Sugar Price: તહેવારો વચ્ચે ખાંડના ભાવ કાબૂમાં રાખવા સરકારનો મોટો નિર્ણય, બીજા પખવાડિયા માટે 16 લાખ ટનનો ક્વોટા

Gold Silver Price Today : ઓઈલ સસ્તું થતાં સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે તેજી પછી બ્રેક

Crude Oil Price: રશિયન ડીઝલ સપ્લાયની આશાએ ક્રૂડમાં ઘટાડો

ચારોળીમાં તહેવારોની ઘરાકી શરૂ: પાક 20 ટકા વધારે હોવાથી ભાવ ઘટ્યા




