BANK HOLIDAY: દશેરા પર 19 કે 20 ઓક્ટોબરે બેન્ક બંધ રહેશે? જાણો કયા દિવસે ક્યાં રહેશે રજા
ઓક્ટોબરમાં દશેરા અને દુર્ગા પૂજાને કારણે અલગ-અલગ રાજ્યોમાં બેન્ક રજાઓ જુદા દિવસે રહેશે. મોટા ભાગના રાજ્યોમાં 20 ઓક્ટોબરે બેન્કો બંધ રહેશે, જ્યારે કેટલાક શહેરોમાં 19 ઓક્ટોબરે પણ રજા રહેશે.

ઓક્ટોબરમાં દશેરા, દુર્ગા પૂજા અને અન્ય તહેવારોને કારણે ઘણા દિવસો બેન્કોની શાખાઓમાં કામકાજ બંધ રહેશે. ખાસ વાત એ છે કે દશેરાની રજા દરેક રાજ્યમાં એક જ દિવસે નથી. મોટા ભાગના રાજ્યોમાં 20 ઓક્ટોબરે બેન્કો બંધ રહેશે, જ્યારે કેટલાક શહેરોમાં 19 ઓક્ટોબરે પણ રજા રહેશે. તેથી બેન્કમાં કોઈ જરૂરી કામ હોય તો પોતાના શહેરની રજાની તારીખ પહેલા તપાસવી જરૂરી છે.
17 ઓક્ટોબર
અગરતલામાં મહા સપ્તમીને કારણે બેન્કો બંધ રહેશે.
19 ઓક્ટોબર
અગરતલા, આઇઝોલ, ભુવનેશ્વર, ચેન્નઈ, ગુવાહાટી, ઇમ્ફાલ, ઇટાનગર, કોહિમા, કોલકાતા, પટના, રાંચી અને શિલોંગમાં દશેરા, મહાષ્ટમી, મહાનવમી, દુર્ગા પૂજા અથવા આયુધ પૂજાને કારણે બેન્કો બંધ રહેશે.
20 ઓક્ટોબર
ગંગટોક અને ઇમ્ફાલ સિવાય દેશભરમાં દશેરા અથવા વિજયાદશમીને કારણે બેન્ક શાખાઓ બંધ રહેશે.
21 ઓક્ટોબર
અગરતલા, બેંગલુરુ, ગંગટોક, ગુવાહાટી, કોચ્ચિ, કોલકાતા અને તિરુવનંતપુરમમાં વિજયાદશમી અથવા દુર્ગા પૂજાને કારણે રજા રહેશે.
22 અને 23 ઓક્ટોબર
ગંગટોકમાં દુર્ગા પૂજાને કારણે બેન્કો બંધ રહેશે.
24 અને 25 ઓક્ટોબર
24 ઓક્ટોબરે ચોથો શનિવાર હોવાથી અને 25 ઓક્ટોબરે રવિવાર હોવાથી બેન્કો બંધ રહેશે.
26 ઓક્ટોબર
અગરતલા, ચંડીગઢ, જમ્મુ, શિમલા અને શ્રીનગરમાં લક્ષ્મી પૂજા, વિલય દિવસ અથવા મહર્ષિ વાલ્મીકી જયંતિને કારણે બેન્કો બંધ રહેશે.
29 ઓક્ટોબર
શિમલામાં કરવાચોથને કારણે બેન્ક રજા રહેશે.
આ પણ વાંચો: Stock market: કેન્દ્રીય નાણાપ્રધાનના LTCG અને STT પર હકારાત્મક વલણથી બજારમાં ધનાધન તેજી
31 ઓક્ટોબર
અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિને કારણે બેન્કો બંધ રહેશે.
બેન્ક બંધ હોય ત્યારે કયા કામ થઈ શકશે?
બેન્કની શાખા બંધ હોવા છતાં ગ્રાહકો Net Banking, Mobile Banking, UPI અને ATM દ્વારા પૈસા ટ્રાન્સફર, બિલ પેમેન્ટ અને બેલેન્સ ચેક કરી શકશે. જોકે ચેક ક્લિયરન્સમાં વિલંબ થઈ શકે છે. Locker, Demand Draft, KYC Update અથવા શાખામાં જ થતી અન્ય સેવાઓ માટે બેન્ક ખુલવાની રાહ જોવી પડશે. બેન્ક રજાઓ રાજ્ય અને શહેર પ્રમાણે અલગ હોય છે, તેથી શાખામાં જતા પહેલાં સ્થાનિક રજાની યાદી તપાસવી યોગ્ય રહેશે.
આ પણ જુઓ
Also Read

જીવન વીમો એટલે શું? તમારે જાણવા જેવી તમામ માહિતી

RBI New Rules: બેંકને ભૂલ પડશે ભારે! ગ્રાહકને મળી શકે રોજના ₹5,000 સુધીનું વળતર

માત્ર રોકાણ નહીં, પરિવારની આર્થિક સુરક્ષા; પોલિસી લેતા પહેલાં આ બાબતો સમજો

જિયોબ્લોકમાં નવું ગોલ્ડ ઈટીએફ લાવવાની તૈયારી, રૂ. 500થી કરી શકાશે રોકાણ

શેરબજારમાં પહેલી વાર રોકાણ કરો છો? SEBIના 7 મફત મોડ્યુલથી મળશે સમજ

નોકરિયાતો માટે કામના સમાચાર! ₹25,000થી વધુ કમાણી પર EPS સભ્યપદનું શું થાય?

Jioની 10મી વર્ષગાંઠે ખાસ ઓફર, જાણો કોને કોને મળશે લાભ?




