Merger News: Adani Powerમાં 10 કંપનીઓનું થશે મર્જર, બ્રોકરેજે આપ્યો ₹259નો ટાર્ગેટ
અદાણી પાવરને NCLT મુંબઈ તરફથી 10 સબસિડિયરી કંપનીઓના મર્જરને મંજૂરી મળી છે. કંપની પાવર જનરેશન ક્ષમતા વધારવાની તૈયારીમાં છે, જ્યારે બ્રોકરેજ PL Capitalએ શેર માટે ₹259નો ટાર્ગેટ આપ્યો છે.

અદાણી પાવર માટે મોટો કોર્પોરેટ અપડેટ સામે આવ્યો છે. કંપનીની 10 સબસિડિયરી કંપનીઓના મર્જરને NCLT મુંબઈની મંજૂરી મળી છે. આ મંજૂરી એવા સમયે મળી છે જ્યારે કંપની આગામી વર્ષોમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં મોટો વધારો કરવાની યોજના બનાવી રહી છે. આ સમાચાર બાદ શેર પર પણ અસર જોવા મળી હતી. સાથે જ બ્રોકરેજ ફર્મ PL Capitalએ અદાણી પાવર પર કવરેજ શરૂ કરીને Buy રેટિંગ સાથે ₹259નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે.
10 સબસિડિયરી કંપનીઓનું અદાણી પાવરમાં થશે વિલય
NCLT મુંબઈએ અદાણી પાવરની 10 સબસિડિયરી કંપનીઓને કંપનીમાં મર્જ કરવાની યોજનાને મંજૂરી આપી છે. મર્જરનો હેતુ અલગ અલગ કંપનીઓમાં ફેલાયેલા બિઝનેસને એક જ માળખા હેઠળ લાવવાનો છે.
કંઈ કંઈ કંપનીઓ થશે મર્જ?
- Adani Power Dahej Limited
- Kutchh Power Generation Limited
- Resurgent Fuel Management Limited
- Mahan Fuel Management Limited
- Orissa Thermal Energy Limited
- Korba Power Limited
- Anuppur Thermal Energy (MP) Private Limited
- Mirzapur Thermal Energy (UP) Private Limited
- Emberiza Infra Park Limited
- Vidarbha Industries Power Limited
FY32 સુધી ક્ષમતા વધારવાની યોજના
બ્રોકરેજ PL Capitalના અનુમાન મુજબ અદાણી પાવરની વીજ ઉત્પાદન ક્ષમતા FY26માં લગભગ 18.3 GWથી વધીને FY32 સુધી 41.9 GW સુધી પહોંચી શકે છે. આ વિસ્તરણ માટે કંપની લગભગ 23.7 GW નવી ક્ષમતા ઉમેરવાની યોજના ધરાવે છે. બ્રોકરેજના જણાવ્યા મુજબ આ વિસ્તરણ માટે અંદાજિત ₹2 લાખ કરોડનું મૂડીરોકાણ કરવાની યોજના છે. કંપની પાસે જમીન અને BTG સાધનોની વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
બ્રોકરેજે આપ્યો ₹259નો ટાર્ગેટ
PL Capitalએ અદાણી પાવર પર Buy રેટિંગ સાથે ₹259નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર FY26થી FY29 દરમિયાન કંપનીનું EBITDA લગભગ 21% CAGRથી વધી શકે છે. નવા પાવર ખરીદી કરાર (PPA)થી કંપનીની આવકમાં સુધારો થવાની શક્યતા પણ બ્રોકરેજે દર્શાવી છે. બ્રોકરેજ મુજબ નવા PPAમાં સરેરાશ ક્ષમતા ચાર્જ લગભગ ₹3.9 પ્રતિ યુનિટ છે, જ્યારે હાલના પોર્ટફોલિયોમાં આ દર લગભગ ₹1 પ્રતિ યુનિટ છે.
શેરમાં જોવા મળી તેજી
આ સમાચાર વચ્ચે અદાણી પાવરનો શેર લગભગ 1.62% વધીને ₹202.71ના સ્તરે પહોંચ્યો હતો. બ્રોકરેજના મતે કંપનીનો પાવર ક્ષમતા વિસ્તાર, કમાણીમાં વૃદ્ધિ અને ઘટતું દેવું શેરના મૂલ્યાંકન માટે મહત્વના પરિબળ બની શકે છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

નાના વેપારીઓને UPI પેમેન્ટ પર મોટી રાહત, SBIનો MDR ચાર્જ ઝીરો!

અમદાવાદની કંપનીનો Q2 નફો 135% ઉછળ્યો, પરિણામ બાદ શેર બન્યો રોકેટ

કલ્પતરુ પ્રોજેક્ટ્સને ₹2,225 કરોડનો ઓર્ડર, કંપનીની જાહેરાત બાદ શેરમાં ઉછાળો

HCLTechનો Q2 નફો 21.2% વધીને ₹5,132 કરોડ, શેરધારકોને આપશે ₹12 ડિવિડન્ડ

Goodluck Indiaનો શેર રોકેટની જેમ ભાગ્યો, જાણો શું છે મોટી ખબર?

રોકાણકારોની નજર આજના આ ડિવિડન્ડ શેરો પર

અનૂપ બાગચીનો ₹3 કરોડ પગાર! બની શકે ભારતના સૌથી વધુ પગારદાર બેન્ક CEO




