એન.ચંદ્રશેખરનને એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે વધુ 5 વર્ષના કાર્યકાળને મંજૂરી
ટાટા સન્સ લિમિટેડના બોર્ડે ગુરુવારે એન. ચંદ્રશેખરન માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકેના વધુ પાંચ વર્ષના કાર્યકાળને મંજૂરી આપી.

ટાટા સન્સ લિમિટેડના બોર્ડે ગુરુવારે એન. ચંદ્રશેખરન માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકેના વધુ પાંચ વર્ષના કાર્યકાળને મંજૂરી આપી છે. આ સાથે કંપનીએ શેરબજારમાં લિસ્ટિંગ માટેની પ્રક્રિયા શરૂ કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે. બોર્ડ મિટિંગમાં નોએલ ટાટા સિવાય બધા બોર્ડનાં સભ્યોએ મંજૂરી આપી હતી. એન. ચંદ્રશેખરનને વધુ 5 વર્ષના કાર્યકાળની મંજૂરી મળતા ટાટાની લિસ્ટેડ કંપનીઓ ટીસીએસ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાટા કેમિકલ સહિતનાં શેરમાં ઉછાળો આવ્યો છે.
ચંદ્રશેખરનનો વર્તમાન કાર્યકાળ ફેબ્રુઆરી 2027માં પૂર્ણ થવાનો હતો. તેમણે આશરે એક મહિના અગાઉ વધુ એક કાર્યકાળ માટે દાવેદારી નહીં કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, બોર્ડે હવે તેમને નવી પાંચ વર્ષની મુદત આપવાનો નિર્ણય કર્યો છે. ટાટા સન્સે પણ આ અંગે સત્તાવાર વિસ્તૃત નિવેદન જાહેર કર્યું નથી. 17 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં યોજાયેલી ટાટા સન્સની બોર્ડ બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા. ચંદ્રશેખરનના કાર્યકાળ અને ટાટા સન્સની લિસ્ટિંગ બાબતે સ્પષ્ટતા મેળવવા માટે આ બેઠક પર સૌની નજર હતી. ટાટા સન્સના બોર્ડે એન. ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે કાર્યકારી ચેરમેન તરીકે મંજૂરી આપી.
ચંદ્રશેખરનને ફરી કેમ જવાબદારી સોંપવામાં આવી?
ટાટા સન્સ હાલમાં નેતૃત્વ, લિસ્ટિંગ અને ગવર્નન્સ—ત્રણેય મોરચે મહત્ત્વપૂર્ણ પરિવર્તનના તબક્કામાં છે. આવી સ્થિતિમાં ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષનો કાર્યકાળ આપવાથી ગ્રુપને નેતૃત્વની સાતત્યતા મળશે. ચંદ્રશેખરનના નેતૃત્વ હેઠળ જ હવે સંભવિત લિસ્ટિંગ, નિયમનકારી અનુપાલન, ગ્રુપ કંપનીઓ વચ્ચેનું માળખું અને રોકાણકારો સાથેની પ્રક્રિયા આગળ વધી શકે છે.
ટાટા સન્સ TCS, Tata Motors, Tata Steel, Tata Consumer Products, Titan અને Air India સહિત ટાટા ગ્રુપની અનેક મોટી કંપનીઓની મુખ્ય હોલ્ડિંગ કંપની છે. તેથી તેના લિસ્ટિંગ સાથે સંબંધિત કોઈ પણ નિર્ણય સમગ્ર ટાટા ગ્રુપના શેરોના મૂલ્યાંકન પર અસર કરી શકે છે.
ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સમાં 4%થી વધુ તેજી
ગુરુવારના કારોબારમાં ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સનો શેર આશરે 4.4% વધીને ₹314ની આસપાસ પહોંચ્યો હતો. અગાઉના સત્રમાં શેર આશરે ₹301ના સ્તરે બંધ થયો હતો. શેરમાં આવેલી તેજીનું એક કારણ ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિ પણ ગણવામાં આવે છે. તેમ છતાં, સંચાલનમાં સ્થિરતા ટાટા મોટર્સની લાંબા ગાળાની યોજનાઓ માટે સકારાત્મક છે.
ટાટા સ્ટીલમાં પણ ખરીદી જોવા મળી
ટાટા સ્ટીલનો શેર પણ વધારા સાથે કારોબાર કરતો જોવા મળ્યો હતો. શેરનો ભાવ આશરે ₹183ની આસપાસ રહ્યો હતો અને તેમાં લગભગ 0.2%થી 0.5% સુધીની તેજી નોંધાઈ હતી. ટાટા સ્ટીલ કોમોડિટી ક્ષેત્રની કંપની છે. તેના શેરની ચાલ સ્ટીલના વૈશ્વિક ભાવ, ચીનની માગ, કોકિંગ કોલસાના ખર્ચ, યુરોપના વ્યવસાય અને ભારતમાં માળખાગત સુવિધાઓ પાછળ થતા ખર્ચ પર આધાર રાખે છે.
આ પણ વાંચો: TCSનો ₹70,000 કરોડનો AI મેગા પ્રોજેક્ટ, 264 એકરમાં સ્થાપશે ડેટા સેન્ટર કેમ્પસ
Also Read

નાના વેપારીઓને UPI પેમેન્ટ પર મોટી રાહત, SBIનો MDR ચાર્જ ઝીરો!

અમદાવાદની કંપનીનો Q2 નફો 135% ઉછળ્યો, પરિણામ બાદ શેર બન્યો રોકેટ

કલ્પતરુ પ્રોજેક્ટ્સને ₹2,225 કરોડનો ઓર્ડર, કંપનીની જાહેરાત બાદ શેરમાં ઉછાળો

HCLTechનો Q2 નફો 21.2% વધીને ₹5,132 કરોડ, શેરધારકોને આપશે ₹12 ડિવિડન્ડ

Goodluck Indiaનો શેર રોકેટની જેમ ભાગ્યો, જાણો શું છે મોટી ખબર?

રોકાણકારોની નજર આજના આ ડિવિડન્ડ શેરો પર

અનૂપ બાગચીનો ₹3 કરોડ પગાર! બની શકે ભારતના સૌથી વધુ પગારદાર બેન્ક CEO




