KuberaNowLogo
Wednesday, 14/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

હીરો મોટર્સના શેરમાં IPO બાદ જોરદાર પલટો, 2% ડિસ્કાઉન્ટથી લિસ્ટિંગ પછી લાગી 20 ટકા અપર સર્કિટ

ઓટો કોમ્પોનન્ટ બનાવતી કંપની હીરો મોટર્સના શૅર બુધવારે NSE અને BSE પર લિસ્ટ થયા, પહેલા જ દિવસે 20 ટકાની અપર સર્કિટ લાગી

desk@kuberanowPublished On : 23 Sept 2026
Hero Motors
AI Generated Image

હીરો મોટર્સના શૅર બુધવારે 23 સપ્ટેમ્બરે બજારમાં લિસ્ટર થયા છે. ઓટો કોમ્પોનન્ટ બનાવતી કંપની હીરો મોટર્સનો IPO 6.66 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. રોકાણકારોના સારા રિસ્પોન્સ પછી હીરો મોટર્સના શૅરની BSE પર 82.1 રૂપિયાના સ્તરે શરૂઆત થઈ, જે અંદાજે 2 ટકા ડિસ્કાઉન્ટ છે. NSE પર શૅર રૂ. 82ના ભાવે લિસ્ટ થયો. જોકે, બે કલાકમાં જ હીરો મોટર્સના શૅર પર 20 ટકાની અપર સર્કિટ લાગી. બપોરે 12.15 કલાક પછી હીરો મોટર્સના શૅર પ્રાઈસ 19.99 ટકા વધીને રૂ. 98.51 પર આવી ગઈ.


હીરો મોટર્સના IPOને મળ્યું 6.66 ગણુ સબસ્ક્રિપ્શન

ઓટો કોમ્પોનન્ટ બનાવતી કંપની હીરો મોટર્સનો IPO શુક્રવારે બોલીનાઅંતિમ દિવસે 6.66 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. NSEના આંકડા મુજબ કંપનીના 8,86,07,596 શૅરોની દરખાસ્તની સામે 58,97,26,638 શૅરો માટે બોલી મળી હતી. નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સનો હિસ્સો 9.86 ગણો સબસ્ક્રાઈબ થયો હતો જ્યારે રિટેલ રોકાણકારોનો હિસ્સો 8.23 ગણો બૂક થયો હતો. QIBનો હિસ્સો 1.49 ગણો સબસ્ક્રાઈબ થયો હતો.


એન્કર રોકાણકારોએ એકત્ર કર્યા રૂ. 300 કરોડ

હીરો મોટર્સ લિ.એ મંગળવારે એ્કર રોકાણકારો પાસેથી અંદાજે રૂ. 300 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીએ તેના IPO માટે 79થી 84 રૂપિયા પ્રતિ ઈક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ નિશ્ચિત કરી હતી. નવા રોકાણકારો પાસેથી મળનારી રકમમાંથી 190 કરોડ રૂપિયાનો ઉપયોગ કેટલાક બાકી દેવાની ચૂકવણી અથવા એડવાન્સ પેમેન્ટ માટે કરાશે. બીજીબાજુ 200 કરોડ રૂપિયાનો કંપનીના ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગર સ્થિત સુવિધામાં ક્ષમતા વધારવા માટે જરૂરી સાધનો ખરીદવામાં ઉપયોગ કરાશે. IPOથી મળનારી બાકી રકમનો ઉપયોગ અજ્ઞાત અધિગ્રહણો અને અન્ય રણનીતિક પહેલો મારફત કારોબારના વિસ્તાર માટે કરાશે. આ સિવાય આ રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ કામકાજ માટે પણ કરાશે.


હીરો મોટર્સ ઓટોમોટિવ ટેક્નોલોજી કંપની છે. તે ઓટોમોબાઈલ કંપનીઓ માટે પાવરટ્રેન સમાધાન તૈયાર કરવા, વિકસિત કરવા, બનાવવા અને સપ્લાય કરવાનું કામ કરે છે. કંપની અમેરિકા, યુરોપ, ભારત અને એસોસિએશન ઓફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ એટલે કે આસિયાન ક્ષેત્રમાં ઓટોમોબાઈલ કંપનીઓને પોતાની સેવા આપે છે. હીરો મોટર્સ અનેક વૈશ્વિક કંપનીઓને સેવાઓ આપે છે, તેમાં બીએમડબલ્યુ, ડુકાટી મોટર હોલ્ડિંગ એસપીએ, એનવિયોલો ઈન્ટરનેશનલ ઈન્ક, ફોર્મ્યુલા મોટરસ્પોર્ટ લિમિટેડ અને હમિંગબર્ડ ઈવીનો સમાવેશ થાય છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn