Sonyનો ફેસ્ટિવલ ધમાકો! પ્રોડક્ટ્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ અને કેશબેક ઓફર્સ શરૂ
Sony Indiaએ ફેસ્ટિવ સીઝન માટે Bravia ટેલિવિઝન, પર્સનલ ઑડિયો અને ડિજિટલ ઇમેજિંગ પ્રોડક્ટ્સ પર ખાસ ઑફર્સ જાહેર કરી છે. ગ્રાહકોને કૅશબૅક, સરળ EMI અને પસંદગીની પ્રોડક્ટ્સ પર વધારાના લાભ મળશે.

અમદાવાદ: ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખીને Sony Indiaએ પોતાની Bravia ટેલિવિઝન, પર્સનલ ઓડિયો અને ડિજિટલ ઇમેજિંગ પ્રોડક્ટ્સ પર ખાસ ઓફર્સની જાહેરાત કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર ગ્રાહકો પસંદગીની પ્રોડક્ટ્સની ખરીદી પર કેશબેક, EMI સુવિધા અને અન્ય બચતનો લાભ મેળવી શકશે. આ ઑફર્સ Sonyની ઓનલાઇન અને ઓફલાઇન ચેનલ્સ પર ઉપલબ્ધ રહેશે અને સ્ટોક ઉપલબ્ધતા તથા લાગુ નિયમો અને શરતોને આધિન રહેશે.
Bravia TV પર મળશે આ લાભ
Sonyની ‘Cinema is Coming Home’ પહેલ હેઠળ Bravia ટેલિવિઝન સિરીઝમાં પિક્ચર ક્વૉલિટી, સાઉન્ડ અને સ્માર્ટ એન્ટરટેઇનમેન્ટ અનુભવ પર ધ્યાન આપવામાં આવ્યું છે. 1 ઑક્ટોબર 2026થી 15 નવેમ્બર 2026 સુધી પસંદગીના Bravia મોડલ્સ પર ગ્રાહકોને:
3 વર્ષની વોરંટી
₹50,000 સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક
પસંદગીના મોડલ્સ પર પહેલો EMI ફ્રી વિકલ્પ
₹2,995થી શરૂ થતી EMI સુવિધા
TV અને સાઉન્ડબાર કૉમ્બો પર ₹94,990 સુધીની બચત
જેવા લાભ મળી શકશે.
કેમેરા અને લેન્સ પર પણ ઑફર
Sony Indiaએ ફોટોગ્રાફર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે પોતાના ILC, સિનેમા લાઇન, લેન્સ અને DSC પ્રોડક્ટ્સ પર પણ ફેસ્ટિવ ઓફર્સ જાહેર કરી છે. 12 સપ્ટેમ્બરથી 31 ઑક્ટોબર 2026 સુધી પસંદગીના Sony કેમેરા મોડલ્સ પર ખાસ કિંમત અને બંડલ લાભ ઉપલબ્ધ રહેશે. કંપનીનો હેતુ ગ્રાહકોને નવી ઇમેજિંગ ટેક્નોલોજી સાથે પોતાના ક્રિએટિવ ગિયર અપગ્રેડ કરવાની તક આપવાનો છે.
આ પણ વાંચો : સ્ક્રીન ગાર્ડ માટે BIS સર્ટિફિકેશન ફરજિયાત, 1 એપ્રિલ 2027થી લાગુ થશે નવા નિયમો
આ પણ જુઓ :
Also Read

નાના વેપારીઓને UPI પેમેન્ટ પર મોટી રાહત, SBIનો MDR ચાર્જ ઝીરો!

અમદાવાદની કંપનીનો Q2 નફો 135% ઉછળ્યો, પરિણામ બાદ શેર બન્યો રોકેટ

કલ્પતરુ પ્રોજેક્ટ્સને ₹2,225 કરોડનો ઓર્ડર, કંપનીની જાહેરાત બાદ શેરમાં ઉછાળો

HCLTechનો Q2 નફો 21.2% વધીને ₹5,132 કરોડ, શેરધારકોને આપશે ₹12 ડિવિડન્ડ

Goodluck Indiaનો શેર રોકેટની જેમ ભાગ્યો, જાણો શું છે મોટી ખબર?

રોકાણકારોની નજર આજના આ ડિવિડન્ડ શેરો પર

અનૂપ બાગચીનો ₹3 કરોડ પગાર! બની શકે ભારતના સૌથી વધુ પગારદાર બેન્ક CEO




