KuberaNowLogo
Thursday, 15/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ચોખાના મબલખ પાકની આશા: નવી સિઝનનાં બાસમતી-1509ની આવકો શરૂ

બાસમતીની 1401 વેરાયટીની નવી આવકો નવરાત્રીમાં અને 1121 તથા 1718 જેવી વેરાયટી દિવાળીના તહેવારો બાદ આવશે. જો કે આ વેરાયટીઓના પાકનું ચિત્ર પણ સારું હોવાના પ્રાથમિક અહેવાલો છે.

desk@kuberanowPublished On : 6 Oct 2026
Basmati Rice Crop
Basmati Rice CropAI Image

નવી સિઝનનાં 1509 વેરાયટી બાસમતી ચોખાની આવકો બે સપ્તાહથી શરૂ થઇ ગઇ છે અને ગુણવતા સારી હોવાથી આ વખતે પણ ભારતનો બાસમતી ચોખાનો પાક ગત વર્ષ જેટલો જ આવવાનો પ્રાથમિક અંદાજ મૂકાયો છે. કદાચ આજ કારણથી નવી સિઝનના ભાવ ઉંચા ખૂલ્યા બાદ ફરી 10 ટકા જેટલા દબાયા હોવાનું નિષ્ણાંતો જણાવે છે.


વાશી એપીએમસી સ્થિત બાસમતી ચોખાનાં હોલસેલ વેપારી વિલાસ કારાણીએ જણાવ્યું હતું કે બાસમતીના 1509 વેરાયટીના માલમાં ટુકડા ઓછા હોવાથી ક્વોલિટી સારી છે. અગાઉ અલ નિનોની અસરના કારણે પાક ઘટવાની ભીતિ હતી પરંતુ ઉતારા સારા હોવાથી એકંદર પાક ગત વર્ષ જેટલો જ એટલે કે આશરે 135 લાખ ટન થવાની ગણતરી મૂકાઇ છે. નવી સિઝનનાં ભાવ ક્વિન્ટલ દીઠ 8000 રૂપિયા ખુલીને વધીને 9000 રૂપિયા થયા બાદ હાલમાં ફરી 8200 રૂપિયા ચાલે છે. જો અન્ય વેરાયટીઓની આવકો પણ આવી જ રહે તો આ વખતે સિઝનમાં બાસમતીના ભાવ 10 થી 20 ટકાની વધઘટ વચ્ચે ચાલતા રહેશે. ગત સિઝનનાં ખુલતા ભાવ ક્વિન્ટલ દીઠ 7200 રૂપિયા રહ્યા હતા.


બાસમતીની 1401 વેરાયટીની નવી આવકો નવરાત્રીમાં અને 1121 તથા 1718 જેવી વેરાયટી દિવાળીના તહેવારો બાદ આવશે. જો કે આ વેરાયટીઓના પાકનું ચિત્ર પણ સારું હોવાના પ્રાથમિક અહેવાલો છે.


વાશી એપીએમસી બજારનાં અનાજના દલાલ અને એનાલિસ્ટ દેવેન્દ્ર વોરાએ જણાવ્યું હતું કે વૈશ્વિક બજારની અનિયમિતતાઓ અને અતિ ઉંચા નૂર ભાડાના કારણે બાસમતીની નિકાસ ઉપર અસર થવાની ભીતિ છે. જો નિકાસમાં ઓટ આવશે તો સ્થાનિક બજારમાં પૂરવઠો વધતા ભાવ ઘટી શકે છે. જો નિકાસ ગત વર્ષ જેટલી જ થાય તો બાસમતીના ભાવ હજુ વધવાની શક્યતા રહેશે. વૈશ્વિક બજારમાં ચોખાનું ઉત્પાદન નવ ટકા જેટલું ઘટવાની ધારણા છે. સામાપક્ષે હાલમાં ભારતીય ચોખા વૈશ્વિક બજારમાં સૌથી સસ્તા હોવાથી ભારત માટે નિકાસની ઉજળી તકો રહેલી છે.


વ્યવસાયિક વર્તુળોના જણાવ્યા પ્રમાણે વર્ષ 2025-26માં ભારતની બાસમતી ચોખાની નિકાસ આશરે 65.20 લાખ ટન અને નોન-બાસમતી ચોખાની નિકાસ આશરે 150 લાખ ટનની રહી હતી. જો સંજોગો સાથ આપે તો આ વખતે પણ એટલી જ નિકાસ થશે.


આ પણ વાંચો: IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn