ઘર બનાવવાનું થશે મોંઘું, ઓક્ટોબરમાં પણ સિમેન્ટના ભાવમાં વધારાની આશંકા
સપ્ટેમ્બરમાં સિમેન્ટના ભાવમાં વધારો થયો હતો, પરંતુ માગ પર કોઈ ખાસ અસર થઈ નહીં તેથી ઓક્ટોબરમાં પણ વધી શકે છે ભાવ

સપ્ટેમ્બર મહિનામાં સિમેન્ટના ભાવમાં વધારા પછી ઓક્ટોબર મહિનામાં પણ ભાવમાં હજુ વધારાની આશંકા છે. એક રિપોર્ટ મુજબ સિમેન્ટ કંપનીઓ ઓક્ટોબરમાં મોટાભાગના બજારોમાં ફરી એક વખત 5થી 20 રૂપિયા પ્રતિ બોરી સુધી ભાવ વધારવાનો પ્રયત્ન કરી શકે છે. જોકે, આ વધારો ઘણે અંશે સિમેન્ટની માગમાં કેટલી રિકવરી થાય છે અને ડીલર્સ વધેલા ભાવને કેટલા સ્વીકારે છે તેના પર નિર્ભર છે. રિપોર્ટ મુજબ તાજેતરના સપ્તાહોમાં ઈંધણના ભાવમાં તિવ્ર વધારોથયો છે. એવામાં એ વાત પર સતત નજર રહેશે કે કંપનીઓ ભાવમાં કેટલો વધારો કરે છે અને તેને ક્યાં સુધી જાળવી રાખે છે.
સપ્ટેમ્બરમાં સિમેન્ટના ભાવમાં તેજી જોવા મળી હતી. અખિલ ભારતીય ઔસત ટ્રેડ કિંમત સપ્ટેમ્બરમાં માસિક 7 રૂપિયા વધીને પ્રતિ બોરી રૂ. 356 થઈ ગઈ છે. આ પહેલા જુલાઈ અને ઓગસ્ટમાં ભાવ એકંદરે સ્થિર રહ્યા હતા. જોકે, રિપોર્ટ મુજબ અનેક બજારોમાં કંપનીઓની વધેલી બિલિંગ કિંમતોની સંપૂર્ણ અસર ગ્રાહકો સધી પહોંચી નથી. ડિલર્સ ત્રિમાસિકના અંતમાં વોલ્યુમ લક્ષ્ય પૂરું કરવા માટે અગાઉની કિંમતો પર જ સિમેન્ટનું વેચાણ કરી રહ્યા છે.
Q2FY27માં માગ પર દબાણ અપેક્ષા કરતાં ઓછું
રિપોર્ટ મુજબ Q2FY27માં સિમેન્ટની માગમાં નરમાઈ સામાન્ય વલણની સરખામણીમાં ઓછી રહી. ત્રિમાસિકના અંતમાં અનેક બજારોમાં પ્રવૃત્તિઓમાં સુધારો જોવા મળી રહ્યો છે. એવામાં કંપનીઓ ઓક્ટોબરમાં ફરી એક વખત ભાવ વધારવાનો પ્રયત્ન કરી શકે છે. જોકે, આ વધારો જાળવી રાખવા માટે માગમાં રિકવરી મહત્વપૂર્ણ હશે. જુલાઈ-ઓગસ્ટમાં અનેક બજારોમાં માગ એક મર્યાદિત દાયરામાં રહી જ્યારે સપ્ટેમ્બરમાં અલગ અલગ ક્ષેત્રોમાં વલણ અલગ રહ્યું. કેટલાક બજારોમાં વધુ વરસાદથી બાંધકામ પ્રવૃત્તિઓ ખોરવાયેલી રહી, જ્યારે ઓછા વરસાદવાળા ક્ષેત્રોમાં નિર્માણ પ્રવૃત્તિઓને સમર્થન મળ્યું.
ક્ષેત્ર મુજબ જોઈએ તો સપ્ટેમ્બરમાં દક્ષિણ ભારતમાં સિમેન્ટના ભાવમાં પ્રતિ બોરી સૌથી વધુ 11 રૂપિયાનો વધારો થયો હતો. ત્યાર પછી પશ્ચિમ ભારતમાં કિંમત 9 રૂપિયા વધી છે. મધ્ય, પૂર્વ અને ઉત્તર ભારતમાં કિંમતોમાં પ્રતિ બોરી 5-5 રૂપિયાનો વધારો નોંધાયો હતો. જોકે, સપ્ટેમ્બરમાં કિંમતોમાં સુધારો થયો, પરંતુ સમગ્ર Q2FY27માં અખિલ ભારતીય સરેરાશ ટ્રેડ કિંમત પ્રતિ બોરી રૂ. 351 રહી હતી, જે પાછલા ત્રિમાસિકની સરખામણીમાં 1 રૂપિયા ઓછી છે. જુલાઈ અને ઓગસ્ટમાં કિંમતોમાં નરમાઈએ સપ્ટેમ્બરમાં વધારાની અસરને સંપૂર્ણપણે ખતમ કરી નાંખી. રિપોર્ટ મુજબ ઓક્ટોબરમાં સિમેન્ટ કંપનીઓનો ભાવ વધારવાનો પ્રયત્ન સફળ થશે તો તે મુખ્યરૂપે માગમાં સુધાર અને ડીલર્સની વધેલી કિંમતોને સ્વીકાર કરવાની ક્ષમતા પર નિર્ભર કરશે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીમાં મોટો ઘટાડો, Silver 5% અને Gold 1.52% નીચે

સાઉદી પર હુથી હુમલાથી ક્રૂડમાં ફરી આગ, Brent $107ને પાર!

સોનાની ચમક ફરી વધી, ફેડના વ્યાજદર પર સસ્પેન્સ!

20 દિવસમાં ધાણાએ આપ્યું 20% સુધી વળતર, તહેવારી માંગથી ભાવમાં ફરી તેજી

Gold Silver Price Today : ડોલર મજબૂત, સોનામાં નરમાઈ, ચાંદી પણ ગગડી

દાળ પણ હવે મોંઘીદાટ! તુવેર દાળના ભાવમાં કિલોએ ₹30નો વધારો

Sugar Price: તહેવારો વચ્ચે ખાંડના ભાવ કાબૂમાં રાખવા સરકારનો મોટો નિર્ણય, બીજા પખવાડિયા માટે 16 લાખ ટનનો ક્વોટા





