વેનેઝુએલાના સસ્તા ક્રૂડ પર ભારતનો દાવ, આયાત સાત વર્ષની ટોચે
રશિયન ઓઈલ મોંઘું બનતાં રિલાયન્સ સહિત ભારતીય રિફાઈનર્સ ડિસ્કાઉન્ટેડ વેનેઝુએલિયન ક્રૂડ તરફ વળ્યા

વેનેઝુએલામાંથી ભારતની ઓઈલની આયાત આ મહિને વધીને સાત વર્ષની ટોચે પહોંચી ગઈ છે. રશિયન ઓઈલ સપ્લાય હવે વધુ મોંઘો બન્યો છે ત્યારે વેનેઝુએલા દ્વારા ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવી રિફાઈનર્સ કંપનીઓ તેના તરફ વળી છે. વેનેઝુએલાના ક્રૂડ ઓઈલની ભારતમાં ડિલિવરી આ મહિને બમણી થઈને પ્રતિ દિન 4,65,000 બેરલ થઈ હતી, જે સપ્ટેમ્બરમાં દૈનિક 1,96,000 બેરલ હતી તેમ કેપ્લરના રિપોર્ટમાં જણાવાયું છે. બધા જ શેડ્યુલ્ડ કાર્ગો સમયસર આવી જશે તો ડિસેમ્બર 2019 પછી વેનેઝુએલામાંથી સૌથી વધુ ક્રૂડની આયાત થશે.
વેનેઝુએલાનો બધો જ કાર્ગો ભારતમાં સિક્કા બંદરે પહોંચશે
દક્ષિણ અમેરિકન ઉત્પાદકના બધા જ કાર્ગો ભારતમાં સિક્કા બંદર પહોંચશે. આ બંદરનો ઉપયોગ રિલાયન્સ તેના જામનગર રિફાઈનરી કોમ્પ્લેક્ષ માટે કરે છે, જે વિશ્વમાં સૌથી મોટું કોમ્પ્લેક્ષ છે. ઓક્ટોબરમાં ક્રૂડ ઓઈલનો વાસ્તવિક પ્રવાહ અલગ અલગ હોઈ શકે છે, કારણ કે ભારતના પશ્ચિમ કાંઠે બે ઓઈલ ટેન્કરનું આગમન શેડ્યુલ હતું તેમ વિશ્વેષણ કંપનીના શિપ ટ્રેકિંગ ડેટા પરથી જણાયું હતું.
અમેરિકાએ વેનેઝુએલાના તત્કાલિન પ્રમુખ નિકોલસ માદુરોનું તેમના ઘરમાંથી ગેરકાયદે રીતે અપહરણ કર્યા પછી પ્રમુખપદેથી તેમને પદભ્રષ્ટ કરી દીધા હતા. ત્યાર પછી અમેરિકાએ વેનેઝુએલાના ક્રૂડ ઓઈલ પરના પ્રતિબંધો હટાવી દીધા હતા, જેને પગલે લગભગ વર્ષો લાંબા વિરામ પછી ભારતે વેનેઝુએલામાંથી ઓઈલની ખરીદી ફરી શરૂ કરી છે. આ જ સમયે ભારતના સૌથી મોટા ક્રૂડ સપ્લાયર રશિયામાંથી ભારતની આયાત ઘટી છે, કારણ કે રશિયન ક્રૂડના ભાવમાં વધારો થયો છે. બાલ્કટિકમાં લોડ થતા તેના ફ્લેગશિપ યુરાલ્સ ગ્રેડના ભાવ યુદ્ધના સમયમાં ટોચના સ્તરે છે.
સપ્ટેમ્બરમાં રશિયામાંથી ભારતની ક્રૂડની આયાત ઘટી
અમેરિકન સંસદમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી સામે દંડાત્મક ટેરિફ નાંખવા અંગેનું બિલ પસાર થયા બાદ ભારતના રિફાઈનર્સે પણ રશિયન ઓઈલની ખરીદીમાં કાપ મૂક્યો છે. ભારતની ક્રૂડ ઓઈલની આયાતમાં મોસ્કોનો હિસ્સો સપ્ટેમ્બરમાં ઘટીને 35 ટકા થઈ ગયો હતો, જે જુલાઈમાં 56 ટકાની ટોચે હતો તેમ કેપ્લરના ડેટા પરથી જાણવા મળે છે.
કેપ્લરમાં મોડેલિંગના સિનિયર મિનેજર સુમિત રિતોલિયાએ જણાવ્યું હતું કે, આ વર્ષની શરૂઆતમાં ભારતે શરૂ કરેલા ક્રૂડ ઓઈલની આયાતના ડાયવર્સિફિકેશમાં વેનેઝુએલાનું ક્રૂડ મહત્વની ભૂમિકામાં છે. ઓક્ટોબરમાં ભારત દૈનિક 3,50,000 બેરલ ક્રૂડ ઓઈલની આયાતની ડિલવરી કરે તેવી સંભાવના છે, કારણ કે કેટલાક વેસેલ્સ કદાચ મહિનાના અંત સુધીમાં ડિસ્ચાર્જ નહીં થાય.
રિલાયન્સનું જામનગર કોમ્પ્લેક્ષ વેનેઝુએલાના ક્રૂડને પ્રોસેસ કરવા સક્ષમ
વેનેઝુએલાની ફ્લેગશિપ મેરી ક્રૂડ ડિસ્કાઉન્ટ પર ક્રૂડ વેચી રહી છે જ્યારે રશિયન યુરાલ્સ શિપિંગ ખર્ચ પહેલાં પ્રીમિયમ કિંમતે ટ્રેડ થઈ રહ્યું છે. વેનેઝુએલા દ્વારા ક્રૂડ ઓઈલ પર અપાતું ડિસ્કાઉન્ટ લાંબા પ્રવાસ અને મેરી, ગાઢ, ઉચ્ચ સલ્ફર ક્રૂડ, પ્રોસેસિંગના પડકારોને સરભર કરવામાં મદદરૂપ થાય છે. રિલાયન્સનું જામનગર કોમ્પ્લેક્ષ આ પ્રકારના બેરલ્સને હેન્ડલ કરવા સક્ષમ છે. જોકે, ટેન્કરના ભાવમાં થતા વધારાથી ક્રૂડ ઓઈલની આયાત કરવી મુશ્કેલ બની શકે છે. આ બેરલ્સ એકંદરે ડિફિકલ્ટ, હેવી બેરલ્સ છે અને ભારતની બધી જ રિફાઈનરી સતત કે મોટા પ્રમાણમાં તેનું રિફાઈનિંગ કરી શકે તેમ નથી.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીમાં મોટો ઘટાડો, Silver 5% અને Gold 1.52% નીચે

સાઉદી પર હુથી હુમલાથી ક્રૂડમાં ફરી આગ, Brent $107ને પાર!

સોનાની ચમક ફરી વધી, ફેડના વ્યાજદર પર સસ્પેન્સ!

20 દિવસમાં ધાણાએ આપ્યું 20% સુધી વળતર, તહેવારી માંગથી ભાવમાં ફરી તેજી

Gold Silver Price Today : ડોલર મજબૂત, સોનામાં નરમાઈ, ચાંદી પણ ગગડી

દાળ પણ હવે મોંઘીદાટ! તુવેર દાળના ભાવમાં કિલોએ ₹30નો વધારો

Sugar Price: તહેવારો વચ્ચે ખાંડના ભાવ કાબૂમાં રાખવા સરકારનો મોટો નિર્ણય, બીજા પખવાડિયા માટે 16 લાખ ટનનો ક્વોટા





