KuberaNowLogo
Tuesday, 15/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ક્રૂડ $105ને પારઃ ભારતના આયાત ખર્ચમાં તોતિંગ વધારો

ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં ક્રૂડના ભાવ 80 ડોલરની નજીક પહોંચ્યા હતા, પરંતુ તે હવે 30 ટકા જેટલા વધીને 100 ડોલરની ઉપર પહોંચી ગયા છે.

KuberaNow
desk@kuberanowPublished On : 10 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Brent crude oil hits $105 per barrel for first time since May 25

સાત મહિનાથી ચાલી રહેલા અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવ ફરી 105 ડોલરની સપાટીને પાર થઈ ગયા છે. એક તરફ દુનિયાભરના દેશો મોંઘવારીની આગમાં શેકાઈ રહ્યાં છે ત્યારે ક્રૂડના વધતા ભાવને કારણે આ આગ હજુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી ધારણા છે. ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં ક્રૂડના ભાવ 80 ડોલરની નજીક પહોંચ્યા હતા, પરંતુ તે હવે 30 ટકા જેટલા વધીને 100 ડોલરની ઉપર પહોંચી ગયા છે.


25 મે, 2026 પછી પહેલી વખત ક્રૂડના ભાવ 10 સપ્ટેમ્બરે 105 ડોલરને પાર થયા છે. ચીન દ્વારા ખરીદી વધવાથી તેમજ સાઉદી અરેબિયામાં ઓઈલના ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો થવાને કારણે ક્રૂડના ભાવ ઝડપથી ઊંચકાયા છે. ઈરાનનું પીઠબળ ધરાવતા હુથી સંગઠને સાઉદી અરેબિયાની રિફાઈનરી પર હુમલા કર્યા છે અને તેના લીધે સાઉદીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.


જુલાઈ મહિનામાં ક્રૂડ ઓઈલની કિંમત વધારે તીવ્રતાથી ઉપર ગઈ છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહથી જ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધ્યો છે અને બંને દેશ દ્વારા હુમલા કરવામાં આવી રહ્યાં છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો કબજો પોતાની પાસે રાખવા માટે અમેરિકાએ નેવીના જહાજોનો કાફલો ખડકી દીધો છે ત્યારે ઈરાન પણ નમતુ જોખવાના મૂડમાં નથી અને અમેરિકાએ જ્યાં બેઝ બનાવ્યા છે ત્યાં હુમલા કરી રહ્યું છે.

દરમિયાનમાં, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, આ યુદ્ધનો અંત માત્ર નવેમ્બરમાં મિડ-ટર્મ ઈલેક્શન પછી જ આવી શકશે અને ત્યાં સુધી ક્રૂડ ઓઈલના ઊંચા ભાવથી રાહત મળવાની નથી.


ખાસ કરીને ઓઈલની આયાત કરતાં દેશો પર ક્રૂડના ઊંચા ભાવની ગંભીર અસર પડી રહી છે. ભારત તેની 85 ટકાથી પણ વધારે ઊર્જાની માંગ આયાત દ્વારા પૂરી કરે છે, એટલે ક્રૂડના વધતા ભાવને કારણે ભારતના આયાત ખર્ચમાં તોતિંગ વધારો થયો છે. ઓછામાં પૂરું ડોલર મજબૂત થવાથી ભારત પર બેવડી અસર પડી છે અને દેશની રાજકોષીય ખાધમાં નોંધપાત્ર વધારો થયો છે.


શુક્રવારે અમેરિકામાં ફુગાવના આંકડા જાહેર થવાના છે. અમેરિકામાં નોન-ફાર્મ પેરોલનો ડેટા મજબૂત રહ્યો હતો અને જો ફુગાવો પણ ઊંચો રહેશે તો, 15-16 સપ્ટેમ્બરે મળનારી ફેડ રિઝર્વની પોલિસી બેઠકમાં વ્યાજના દર વધવાની સંભાવના વધી જશે. અમેરિકામાં મોંઘવારી વિકરાળ બની રહી છે અને ગેસોલીનની કિંમત એક વર્ષમાં 50 ટકા વધી ગઈ છે. જો અમેરિકામાં વ્યાજના દર વધશે તો દુનિયાભરનાં દેશો પર તેની અસર પડશે.


10 સપ્ટેમ્બરે યુરોપીયન દેશોના યુરો ઝોનમાં યુરોપીયન સેન્ટ્રલ બેન્કે ઈન્ટરેસ્ટ રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો કારણ કે, યુરોપના દેશોમાં મોંઘવારીનો દર 3 ટકા કરતાં પણ ઊંચે છે. યુરોપમાં એનર્જીનો ફુગાવો 15 ટકાથી પણ વધારે છે, આથી યુરોપીયન સેન્ટ્રલ બેન્કે સતત બીજી વખત રેટ વધાર્યા છે.


ઊંચા વ્યાજ દરના માહોલને કારણે બોન્ડ યીલ્ડ્સમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. અમેરિકામાં 10-વર્ષીય બોન્ડ યીલ્ડ 2023 પછીના ઊંચા સ્તરે પહોંચી છે અને 4.8ના સ્તરને પાર થઈ ગઈ છે. જાપાનમાં પણ બોન્ડ યીલ્ડ 3 ટકાની નજીક છે અને તે છેલ્લાં 3 દાયકાના ઊંચા સ્તરે છે. યુરોપના દેશોમાં પણ બોન્ડ યીલ્ડ વધી રહી છે જ્યારે ભારતમાં પણ બોન્ડ યીલ્ડ 7 ટકાની નજીક પહોંચી છે.


વ્યાજ દર વધવાની ભીતિ અને બોન્ડ યીલ્ડમાં વધારો થવાથી ડોલર ઈન્ડેક્સ 100ની આસપાસ ચાલી રહ્યો છે અને ગોલ્ડ-સિલ્વરમાં ઘટાડો નોંધાયો છે. યુદ્ધની સાથે સાથે મોંઘવારી વધવાથી અને ડોલર ઊંચાકાવાથી ગોલ્ડ-સિલ્વર પર દબાણ સર્જાયું છે. ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને ડોલર સામે 97ના સ્તરે પહોંચ્યો છે.



Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM