KuberaNowLogo
Sunday, 01/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

GST Collection: ઑક્ટોબરમાં GST આવક 23% ઉછળી ₹2.31 લાખ કરોડ, સતત ચોથા મહિને ₹2 લાખ કરોડને પાર

ઑક્ટોબર 2026માં દેશનું કુલ GST કલેક્શન વાર્ષિક ધોરણે 22.9% વધીને ₹2.31 લાખ કરોડ થયું છે. આ ચાર વર્ષથી વધુ સમયની સૌથી ઝડપી વૃદ્ધિ છે. આયાત પરથી મળતા GSTમાં 42.2%નો મોટો ઉછાળો નોંધાયો, જ્યારે સ્થાનિક GST કલેક્શન પણ 15.8% વધ્યું. સતત ચોથા મહિને GST કલેક્શન ₹2 લાખ કરોડથી ઉપર રહ્યું છે.

kuberanow deskPublished On : 1 Nov 2026
COLLECTION GST

દેશમાં સતત ચોથા મહિનેરે માસિક GST કલેક્શન 2 લાખ કરોડને પાર પહોંચ્યું છે. ઑક્ટોબર 2026 દરમિયાન GST કલેક્શનમાં જોરદાર વધારો નોંધાયો છે. 1 નવેમ્બરે જાહેર થયેલા આંકડા મુજબ કુલ GST કલેક્શન વાર્ષિક ધોરણે 22.9% વધીને ₹2.31 લાખ કરોડ થયું છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં સરકારને GSTમાંથી ₹1.88 લાખ કરોડની આવક થઈ હતી. સપ્ટેમ્બરમાં GST કલેક્શનનો વૃદ્ધિદર 14.7% રહ્યો હતો. તેની સરખામણીએ ઑક્ટોબરમાં ટેક્સ આવકની વૃદ્ધિની ગતિ નોંધપાત્ર રીતે વધી છે.


ચાર વર્ષથી વધુ સમયની સૌથી ઝડપી વૃદ્ધિ

છેલ્લા કેટલાક મહિનાથી GST કલેક્શનમાં સતત બે આંકડાની વૃદ્ધિ નોંધાઈ રહી હતી, પરંતુ ઑક્ટોબરમાં તેમાં વધુ તેજી આવી છે. જૂનમાં GST કલેક્શન 13.9%, જુલાઈમાં 15.4%, ઑગસ્ટમાં 14.3% અને સપ્ટેમ્બરમાં 14.7% વધ્યું હતું. ઑક્ટોબરમાં આ વૃદ્ધિ સીધી 22.9% સુધી પહોંચી ગઈ છે. કુલ કલેક્શનની દૃષ્ટિએ પણ ઑક્ટોબરની આવક ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ પછીની બીજી સૌથી ઊંચી આવક રહી છે.


આયાત પરથી GSTમાં 42%નો મોટો ઉછાળો

ઑક્ટોબરમાં કુલ GST કલેક્શન વધવાનું સૌથી મોટું કારણ આયાત પરથી મળતા ટેક્સમાં થયેલો જોરદાર વધારો રહ્યો છે. આયાત પરથી સરકારને ₹72,246 કરોડનું GST મળ્યું, જે ગયા વર્ષના ઑક્ટોબરના ₹50,796 કરોડની સરખામણીએ 42.2% વધુ છે. સ્થાનિક વ્યવહારોમાંથી મળતું GST કલેક્શન પણ વધ્યું છે. ઑક્ટોબરમાં domestic GST collection ₹1.59 લાખ કરોડ રહ્યું, જે એક વર્ષ પહેલાં ₹1.37 લાખ કરોડ હતું. એટલે તેમાં 15.8%ની વૃદ્ધિ નોંધાઈ છે.


નેટ GST કલેક્શન 25.6% વધ્યું

રિફંડ બાદ સરકારનું નેટ GST કલેક્શન પણ ઝડપથી વધ્યું છે. ઑક્ટોબરમાં નેટ GST કલેક્શન વાર્ષિક ધોરણે 25.6% વધીને ₹2.03 લાખ કરોડ થયું છે. ગયા વર્ષે સમાન મહિનામાં આ આંકડો ₹1.62 લાખ કરોડ હતો. આ દરમિયાન સરકારે કુલ ₹27,934 કરોડના GST રિફંડ આપ્યા છે. ગયા વર્ષની સરખામણીએ રિફંડની રકમમાં 6.5%નો વધારો નોંધાયો છે.


આ પણ વાંચો: FPI Outflow: ઓક્ટોબરમાં વિદેશી રોકાણકારોએ ₹34,843 કરોડ કાઢ્યા, પરંતુ છેલ્લાં અઠવાડિયામાં ફરી ખરીદી શરૂ


સાત મહિનામાં GST આવક ₹14.78 લાખ કરોડ

ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના એપ્રિલથી ઑક્ટોબર દરમિયાન કુલ GST કલેક્શન ₹14.78 લાખ કરોડ રહ્યું છે. ગયા નાણાકીય વર્ષના સમાન સાત મહિનામાં આ કલેક્શન ₹13.05 લાખ કરોડ હતું. એટલે ચાલુ વર્ષે અત્યાર સુધી કુલ GST આવકમાં 13.2%નો વધારો નોંધાયો છે. આ જ સમયગાળામાં નેટ GST કલેક્શન 12.6% વધીને ₹12.69 લાખ કરોડ થયું છે.


મહારાષ્ટ્ર સૌથી આગળ, ગુજરાતમાં 16%નો વધારો

રાજ્યોના આંકડા પ્રમાણે ડોમેસ્ટિક GST કલેક્શનમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને રહ્યું છે. ઑક્ટોબરમાં મહારાષ્ટ્રનું GST કલેક્શન ₹35,150 કરોડ રહ્યું, જે વાર્ષિક ધોરણે 13% વધુ છે. કર્ણાટકનું કલેક્શન 18% વધીને ₹15,922 કરોડ થયું છે, જ્યારે ગુજરાતનું GST કલેક્શન 16% વધીને ₹13,516 કરોડ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં 24%ની વૃદ્ધિ સાથે GST કલેક્શન ₹10,235 કરોડ અને દિલ્હીમાં 10%ની વૃદ્ધિ સાથે ₹9,298 કરોડ રહ્યું છે.


આસામમાં સૌથી ઝડપી 47% વૃદ્ધિ

રાજ્યોમાં GST કલેક્શનની વૃદ્ધિની દૃષ્ટિએ આસામ આગળ રહ્યું છે. ઑક્ટોબરમાં આસામનું કલેક્શન 47% વધીને ₹1,934 કરોડ થયું છે. ઝારખંડમાં GST કલેક્શન 31% અને મધ્ય પ્રદેશમાં 29% વધ્યું છે. જોકે તમામ રાજ્યોમાં એકસરખી વૃદ્ધિ જોવા મળી નથી. તમિલનાડુનું કલેક્શન માત્ર 3% વધીને ₹11,661 કરોડ રહ્યું, જ્યારે હિમાચલ પ્રદેશમાં GST કલેક્શનમાં 2%નો ઘટાડો નોંધાયો છે.


આ પણ જુઓ

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Petrol Export Tax

પેટ્રોલને રાહત, ડીઝલને ઝટકો! સરકારે નિકાસ ડ્યૂટીમાં કર્યો મોટો ફેરફાર

RBI

ભારતમાં બેન્ક ધિરાણમાં વૃદ્ધિ બેન્ક થાપણોની વૃદ્ધિને વટાવી ગઈ

Knight frank

બેંગ્લુરુ ઓફિસ ભાડાંની વૃદ્ધિમાં જાપાનના ટોક્યોની સમકક્ષ

Household Spending

Household Spending: કરિયાણાથી મોટું ઘરનું બજેટ: ભારતીય પરિવારોના ખર્ચ અને ખોરાકમાં શું બદલાયું

Loan

હોમ લોન કરતાં NBFCને વધુ ધિરાણ: છ મહિનામાં ₹1.8 લાખ કરોડનો વધારો, ગોલ્ડ લોન પણ ચમકી

Cotton Import

Cotton Import: દિવાળી અગાઉ ટેક્સટાઇલ ઉદ્યોગને વધુ બે મહિનાની રાહત: આયાત પર ડ્યૂટી છૂટ લંબાવાઈ

Fiscal Deficit

Fiscal Deficit: કેન્દ્રની રાજકોષીય ખાધ વધીને ₹7.14 લાખ કરોડ: જાણો છ મહિનામાં કેટલી આવક થઈ અને કેટલો ખર્ચ

Real Estate

REITના નિયમોમાં ફેરફાર: સ્પોન્સર બહાર નીકળે તો રોકાણકારને એક્ઝિટનો વિકલ્પ