FY27ના પ્રથમ ત્રિમાસિકમાં ભારતની ખોળની નિકાસમાં 13 ટકાનો ઘટાડો
ભારતની જૂન-2026ની ખોળની નિકાસમાં પણ જૂન-2025ની ખોળની નિકાસની સરખામણીએ 31 ટકાનો ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો છે. જોકે, ચીનની મોટાપાયે ખરીદીના કારણે ભારતની ખોળની નિકાસને ટેકો મળ્યો છે.

મુંબઇ: નાણાકીય વર્ષ 2026-27નાં પ્રથમ ત્રિમાસિકગાળામાં ભારતની વિવિધ ખોળની નિકાસમાં 13 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલ-2026 થી જૂન-2026 સુધીના ત્રણ મહિનાનાં ગાળામાં ભારતે 957224 ટન ખોળની નિકાસ કરી છે. જે એપ્રિલ-2025 થી જૂન-2025 સુધીના ગત વર્ષના આજ સમયગાળામાં થયેલી 1094593 ટન ખોળની નિકાસ કરતા 13 ટકાનો ઘટાડો દશાર્વે છે. આજ રીતે ભારતની જૂન-2026ની ખોળની નિકાસમાં પણ જૂન-2025ની ખોળની નિકાસની સરખામણીએ 31 ટકાનો ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો છે. જોકે, ચીનની મોટાપાયે ખરીદીના કારણે ભારતની ખોળની નિકાસને ટેકો મળ્યો છે. એપ્રિલ-26 થી જૂન-26નાં ત્રિમાસિક ગાળામાં ચીને ભારત પાસેથી કુલ 313384 ટન વિવિધ ખોળની આયાત કરી છે જે ગત વર્ષના આ જ સમયગાળાની 187361 ટનની આયાતની સરખામણીએ 67.26 ટકાનો વધારો દર્શાવે છે.
ખાદ્યતેલ અને તેલીબિયાનાં કારોબારની વ્યવસાયિક સંસ્થા ધી સોલવન્ટ એક્સટ્રેકર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (SEA) દ્વારા પ્રકાશિત કરાયેલા આંકડા પ્રમાણે ભારતે જૂન-2026માં કુલ 217757 ટન ખોળની નિકાસ કરી હતી જ્યારે જૂન-2025માં ભારતની ખોળની નિકાસ 313404 ટનની નોંધાઇ હતી.
SEAના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર ડૉ. બી. વી મહેતાએ જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં દક્ષિણ અમેરિકાનાં આર્જેન્ટિના તથા બ્રાઝિલ જેવા દેશો સામેની સ્પર્ધામાં ભારતના સોયાખોળના ભાવ ઘણા ઉંચા પડતા હોવાથી ભારતના નિકાસકારોને ભારે પડકારોનો સામનો કરવો પડે છે. ભારતે એપ્રિલ થી જૂન -2025નાં ગાળામાં 493439 ટન સોયાખોળની નિકાસ કરી હતી. જ્યારે એપ્રિલ થી જૂન-2026નાં ગાળામાં માત્ર 169502 ટન સોયાખોળની જ નિકાસ થઇ શકી છે. જેની સીધી અસર વિવિધ ખોળની કુલ નિકાસ ઉપર જોવા મળી છે.
SEAએ આપેલા આંકડામાં પ્રમાણે રેપસીડ ખોળની નિકાસ ગત વર્ષના પ્રથમ ત્રિમાસિકમા 531649 ટનની હતી. જે આ વખતે વધીને 660200 ટન નોંધાઇ છે. ચીન સહિતના વિવિધ એશિયન દેશોની મોટાપાયે ખરીદીના કારણે રેપસીડ ખોળની આયાતને ટેકો મળ્યો છે. ઉપરાંત મગફળીના ખોળની નિકાસ 2025નાં એપ્રિલ થી જૂન ત્રિમાસિક ગાળાની 12630 ટનની નિકાસ સામે 2026ના એપ્રિલ થી જૂન મહિનાનાં ત્રિમાસિક ગાળામાં ઘટીને 755 ટનની રહી છે.
આ ઉપરાંત એસોસિએશને આપેલા આંકડા પ્રમાણે ભારતે આ વર્ષે પ્રથમ ત્રિમાસિકમાં 75749 ટન રાઇસ બ્રાન ખોળ તથા 51018 ટન એરંડાના ખોળની નિકાસ કરી હતી.
આ પણ વાંચો: IRCTCનો નવો રેકોર્ડ: તહેવાર અગાઉ એક દિવસમાં 20 લાખથી વધુ ટ્રેન ટિકિટ બુક
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
