KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો

Life Insurance (જીવન વીમા)માં દરેક પ્લાનનો હેતુ અલગ હોય છે. કેટલીક વીમા પોલિસીમાં જીવન સુરક્ષા આપે છે, જ્યારે કેટલાક વીમા પ્લાનમાં બચત, રોકાણ અથવા પરિવારના ભવિષ્ય માટે નાણાકીય આયોજનનો લાભ મળે છે.

KuberaNow
desk@kuberanowUpdated On : 12 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Life Insurance
Life InsuranceAI Generated Image

Life Insuranceમાં ટર્મ ઈન્શ્યોરન્સ ઉપરાંત અન્ય ચાર મુખ્ય પ્રકારની વીમા પૉલિસીઓનો પણ સમાવેશ થાય છે. જેમાં, Whole Life Insurance, Endowment Plan, Unit-Linked Insurance Plan (ULIP), Plans for Childrenનો સમાવેશ થાય છે. આમ તમારે જે હેતુ કે ધ્યેય માટે વીમો લેવો હોય તે મુજબનો પ્લાન પસંદ કરવો.

 

Term Insurance એટલે શું?

ટર્મ ઇન્શ્યોરન્સ એ લાઇફ ઇન્શ્યોરન્સનો એક પ્રકાર છે, જે નિશ્ચિત સમયગાળા અથવા મુદત માટે પરિવારને નાણાકીય સુરક્ષા આપે છે. ટર્મ ઇન્શ્યોરન્સને પ્યોર લાઇફ કવર (Pure life cover) કહેવામાં આવે છે, કારણ કે તેમાં મુખ્યત્વે મૃત્યુનો લાભ (Death benefit) આપવામાં આવે છે. પોલિસીની મુદત દરમિયાન વીમાધારકનું મૃત્યુ થાય તો લાભાર્થીને ડેથ બેનેફિટ ચૂકવવામાં આવે છે. તેના બદલામાં વીમા કંપની પ્રીમિયમ વસૂલે છે. ઓછા પ્રીમિયમમાં ઊંચું લાઈફ કવર મેળવી શકાય છે.

 

Whole Life Insurance એટલે શું?

સંપૂર્ણ જીવન વીમા યોજનાઓ (Whole Life Insurance)ને ઘણીવાર પરંપરાગત (Conventional) જીવન વીમા યોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ યોજનાઓ પોલિસીહોલ્ડરને તેના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન (100 વર્ષની ઉંમર સુધીની મેચ્યોરિટી) વીમા સુરક્ષા આપે છે. જ્યારે અન્ય પ્રકારના લાઈફ ઈન્સ્યોરન્સમાં સામાન્ય રીતે નિશ્ચિત સમયગાળા માટે જ કવરેજ આપવામાં આવે છે. આ વીમા પોલિસીમાં Death Benefit સાથે તેમાં Savings Component પણ મળે છે, જે સમય જતાં પોલિસીમાં મૂડી (Cash value) ઊભી કરવામાં મદદ કરે છે. વીમાધારક નિશ્ચિત સમયકાળ પણ બાદ પણ જીવિત રહે તો Matured Endowmentમાં રૂપાંતરિત થાય છે.


Endowment Plan એટલે શું?

એન્ડોમેન્ટ પ્લાન (Endowment Plan) જીવના જોખમો સામે નાણાકીય સુરક્ષા આપે છે. જો વીમાધારક પોલિસીની ટર્મ પૂર્ણ થાય ત્યાં સુધી જીવિત રહે, તો તેનો એન્ડોમેન્ટ પ્લાન (Mature) પાકે છે અને વીમાધારક એકસાથે (લંપ સમ) Lump Sum રકમ મળે છે. જો વીમો લેનાર વ્યક્તિ સાથે પોલિસીની ટર્મ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને, તો એન્ડોમેન્ટ પોલિસીની સંપૂર્ણ રકમ તેના પરિવારને (નોમિની) ચૂકવવામાં આવે છે.


Unit-Linked Insurance Plan (ULIP) એટલે શું?

કેટલાક પ્લાન મુખ્યત્વે જીવનની સુરક્ષા પૂરી પાડે છે, જ્યારે કેટલાકમાં બચત અથવા રોકાણનો હેતુ પણ જોડાયેલો હોય છે. ULIP એટલે યુનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન. આ એક લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી છે, જે તમને વીમો અને રોકાણ બંનેના લાભ આપે છે. ULIPના પ્રીમિયમનો એક ભાગ તમારા જીવન વીમા કવર માટે વપરાય છે. બાકીના પૈસા ઇક્વિટી (Equity), ડેટ/મની માર્કેટ (Debt/Money market) જેવા વિવિધ ફંડ્સમાં રોકાણ કરવામાં આવે છે. તમારા મૃત્યુ બાદ નોમિનીને વીમા પોલિસીનો લાભ મળે છે. સાથે જ લાંબા સમયગાળા સુધી રોકાણ કરવાથી તમારી જરૂરિયાત પર ખર્ચ પણ કરી શકો છો.


Plans for Children એટલે શું?

ચાઇલ્ડ પ્લાન (Child plan) એવી જીવન વીમા પોલિસી છે, જેમાં તમારી હાજરી/ગેરહાજરીમાં તમારા બાળકના શિક્ષણ અને લગ્ન જેવા મહત્વપૂર્ણ કાર્યો માટે નાણાકીય રીતે સુરક્ષિત કરે છે. આ પોલિસી મેચ્યોર થાય ત્યારે રકમનો ઉપયોગ નાણાકીય જરૂરિયાતો (Financial needs) પૂરી કરી શકાય છે.


આ પણ વાંચો: નાની ઉંમરે લાઇફ ઇન્શ્યોરન્સ ખરીદવાના છે અગણિત ફાયદા


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM