ભારત હવે કાર, TV અને પાવર ઈન્ફ્રામાં વપરાતા ચિપ્સનું ડિઝાઇન-મેન્યુફેક્ચરિંગ કરશે: વૈષ્ણવ
ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં ભારત કાર, TV, રેફ્રિજરેટર અને પાવર સિસ્ટમ માટેના ચિપ્સનું ડિઝાઇન અને ઉત્પાદન વધારવા માગે છે.

ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં પોતાની ક્ષમતાને વધુ વિસ્તૃત કરવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આગામી પાંચ વર્ષમાં કાર, સ્કૂટર, મોટરસાઇકલ, TV, રેફ્રિજરેટર અને પાવર સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતા અનેક ચિપ્સનું ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ભારતમાં કરવાની ક્ષમતા વિકસાવવાનું લક્ષ્ય છે.
Assembly અને Testingથી આગળ વધશે ભારત
સરકાર સેમિકન્ડક્ટર ક્ષેત્રને માત્ર ચિપ્સ એસેમ્બલી અને ટેસ્ટિંગ સુધી સીમિત રાખવાને બદલે ડિઝાઈન , ફેબ્રિકેશન, ઈક્યુપમેન્ટ અને મટિરિયલ જેવી સમગ્ર વેલ્યુ ચેઈનમાં ક્ષમતા વિકસાવવા માગે છે. સેમિકન્ડક્ટર પ્રોગ્રામના બીજા તબક્કા હેઠળ સ્થાનિક ઇકોસિસ્ટમના વિસ્તરણ અને વૈશ્વિક રોકાણ આકર્ષવા માટે ₹1.27 લાખ કરોડની પ્રતિબદ્ધતા કરવામાં આવી છે. સરકારના જણાવ્યા મુજબ આ તબક્કા હેઠળ આશરે ₹1 લાખ કરોડના રોકાણમાં રસ મળ્યો છે.
કાર અને પાવર સિસ્ટમ માટે ચિપ્સ
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા કેટલાક ચિપ્સનું ઉત્પાદન પહેલેથી થઈ રહ્યું છે. હવે કાર, સ્કૂટર અને મોટરસાઇકલમાં વપરાતા વધુ ચિપ્સનું ડિઝાઇન અને ઉત્પાદન દેશમાં કરવાની ક્ષમતા વધારવાનો પ્રયાસ છે. પાવર સેક્ટરમાં ટ્રાન્મિશન લાઈન્સ, ટ્રાન્સફોર્મર્સ અને કનવર્ટર્સમાં ઉપયોગમાં આવતા ચિપ્સનું ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ પણ ભારતમાં વધારવાનું લક્ષ્ય છે.
TV અને રેફ્રિજરેટર માટે પણ સ્થાનિક ચિપ્સ
કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં TV, refrigerator અને અન્ય હાઉસહોલ્ડ એપ્લાઈન્સિસમાં વપરાતા ચિપ્સનું ડિઝાઇન અને ઉત્પાદન ભારતમાં વધારવાની યોજના છે. વૈષ્ણવે જણાવ્યું કે ગ્રાહકને TVનું તૈયાર ઉત્પાદન દેખાય છે, પરંતુ તેની અંદર રહેલા ચિપ્સ સમગ્ર સિસ્ટમના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
મોટી કંપનીઓના રોકાણ પ્રસ્તાવો
ભારતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વિસ્તૃત કરવા માટે તાજેતરમાં અનેક મોટા રોકાણ પ્રસ્તાવો સામે આવ્યા છે. Applied Materialsએ 2035 સુધી ભારતમાં $5 બિલિયનની યોજના જાહેર કરી છે, જ્યારે Lam Researchએ ₹10,000 કરોડના રોકાણનો પ્રસ્તાવ મૂક્યો છે. Tata Electronicsએ ધોલેરામાં 363 એકરનો વેન્ડર પાર્ક બનાવવાની યોજના દર્શાવી છે. Fujifilmએ ₹800 કરોડના સેમિકન્ડક્ટર મટિરિયલ પ્લાન્ટની જાહેરાત કરી છે.
સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત અગ્રેસર
ઉલ્લેખનીય છે કે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત દેશના મહત્વના રોકાણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. સાણંદમાં Micron Technologyનો સેમિકન્ડક્ટર ATMP પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે, જ્યારે Tata Electronics અને CG Power જેવી કંપનીઓના પ્રોજેક્ટ્સથી પણ ગુજરાતમાં ચિપ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વેગ મળ્યો છે. રાજ્યમાં સેમિકન્ડક્ટર અને સંબંધિત ક્ષેત્રે વધુ રોકાણ પ્રસ્તાવો પર પણ કામ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: દેશના 40 ટકા કોલસા આધારિત વીજ એકમોમાં કોલસાની અછત : સરકારી ડેટા
LED ડિસ્પ્લે અને R&D પર પણ ધ્યાન
વૈષ્ણવે ઉત્તર પ્રદેશમાં બની રહેલા display-control module plantનો ઉલ્લેખ કર્યો હતો. આ module TVમાં અંતિમ picture displayને નિયંત્રિત કરે છે. તેમણે Crystal Matrixની planned LED display fabrication facilityનો પણ ઉલ્લેખ કર્યો. કંપની 90 micronsથી 40 microns સુધીની વધુ જટિલ ટેકનોલોજી તરફ આગળ વધી રહી છે અને ભારતમાં R&D facility સ્થાપવાની યોજના ધરાવે છે. આ પ્રયાસો દ્વારા ભારત ઓટોમોબાઈલ, કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ અને ક્રિટીકલ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ક્ષેત્રોમાં ઉપયોગમાં આવતા સેમિકન્ડક્ટર ઉત્પાદનોનું સ્થાનિક ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ વધારવા માગે છે.
આ પણ જુઓ
Also Read

જથ્થાબંધ મોંઘવારીએ લગાવી આગ, WPI 11.39% પર પહોંચ્યો!

આખરે RBIની મહેનત રંગ લાવી, રૂપિયો ડોલર સામે મજબૂત થતાં 1 મહિનાની ટોચે

નિવૃત્તિ પછી માત્ર ઘર નહીં, સંભાળ પણ: ભારતમાં Senior housing બજાર $11.43 અબજ પહોંચવાનો અંદાજ

દિવાળી પહેલાં રિટેલ બિઝનેસમાં તેજી! ₹7 લાખ કરોડથી વધુના વેપારની આશા

રૂપિયાના સ્તરની ચિંતા છોડો, ભારતે અર્થતંત્રને મજબૂત કરવા પર ભાર મુકવો જોઈએ: ઉદય કોટક

એશિયાઈ કરન્સી ગગડી, રૂપિયો મજબૂત બની 95.16 પર પહોંચ્યો!

ભારત બનશે સ્ટીલ પાવરહાઉસ? 2047 સુધી 604 મિલિયન ટનની ક્ષમતાનો લક્ષ્ય





