ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
ભારતીય બેન્કોમાં જોવા મળેલી ધિરાણવૃદ્ધિ મુખ્યત્વે ઇન્ડસ્ટ્રીયલ અને સર્વિસિઝ સેક્ટરને આભારી છે અને તેમા એનબીએફસીની માંગ ચાવીરૂપ પ્રેરકબળ રહી છે

નવી દિલ્હીઃ ભારતીય બેન્કિંગ પ્રણાલિમાં ધિરાણવૃદ્ધિ જબરદસ્ત મજબૂત જોવા મળી છે. તેના કારણે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 20 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. આ વૃદ્ધિ છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધારે છે. તેની સામે થાપણ વૃદ્ધિદર નીચો છે, આના લીધે લોન-ટુ-ડિપોઝિટ રેશિયો (LDR) દાયકાના ઊંચા સ્તરે પહોંચ્યો છે.
અહેવાલે જણાવ્યું હતું કે જુલાઈમાં પણ ક્રેડિટ ગ્રોથમાં મજબૂતાઈ જોવા મળી છે. તેના લીધે વિવિધ સેક્ટરોમાં રિકવરી જોવા મળી છે. મુખ્યત્વે ઇન્ડસ્ટ્રીયલ અને સર્વિસિઝ લેન્ડિંગમાં વૃદ્ધિ જોવા મળી છે. મોટા કોર્પોરેટ ઋણ અને ઊંચા ફંડિંગના લીધે નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓની માંગ ચાવીરૂપ પ્રેરકબળ રહી છે.
બર્નસ્ટેઇને જણાવ્યું હતું કે ક્વાર્ટર દરમિયાન વૃદ્ધિલક્ષી સ્થિતિમાં અર્થપૂર્ણ સુધારો થયો છે. જ્યારે સિસ્ટમ ક્રેડિટ ગ્રોથ વાર્ષિક ધોરણે 20 ટકાનો છે. જ્યારે થાપણ વૃદ્ધિની ટકાવારી ઓછી છે. બર્નસ્ટેઇન બેન્કોની જાહેર કરેલી માહિતીના આધારે અંદાજ મૂકે છે કે વર્ષ દરમિયાન ધિરાણ વૃદ્ધિદર 18 ટકા રહી શકે છે.
મોટી કંપનીઓના લીધે ઔદ્યોગિક ધિરાણ વૃદ્ધિમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. કુલ લોનમાં લગભગ 70 ટકા હિસ્સો આ કંપનીઓનો છે. આ ઉપરાંત માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSME)માં પણ ધિરાણવૃદ્ધિ મજબૂત રહી છે. સર્વિસિઝ સેક્ટરમાં ધિરાણવૃદ્ધિને વેગ મળ્યો છે. તાજેતરના મહિનાઓમાં એનબીએફસીને બેન્ક ક્રેડિટ 30 ટકા કરતાં વધુ છે. બર્નસ્ટેઇનનું કહેવું છે કે ઊંચા બોન્ડ માર્કેટ રેટના લીધે એનબીએફસીને ફંડિંગ માટે લોન પર વધુ આધાર રાખવાની ફરજ પડી છે.
અહેવાલે જણાવ્યું હતું કે ઔદ્યોગિક અને સર્વિસિઝ સેક્ટરમાં ઝડપી ધિરાણવૃદ્ધિ જોવા મળી હોવા છતાં સિસ્ટમ ક્રેડિટ ગ્રોથમાં લગભગ બધા જ સેગમેન્ટમાં જોવા મળ્યો છે. લોન સેક્ટરની મજબૂતાઈએ થાપણ વૃદ્ધિદરને પાછળ મૂકી દીધો છે. તેના લીધે એલડીઆર ઊંચા સ્તરે છે. જો કે એલડીઆર ઊંચા સ્તરે હોવા છતાં બેન્ક માર્જિન સ્થિર રહ્યા છે. નવા ધિરાણ દર અને ટર્મ ડિપોઝિટ દર મહદઅંશે સ્થિર છે. જો કે તાજેતરના મહિનાઓમાં થાપણવૃદ્ધિ જોવા મળી છે.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
