KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

અમદાવાદથી Weekend Trip માટે 5 સ્થળોએ અચૂક મુલાકાત લેવી

ચોમાસામાં વીકેન્ડને યાદગાર બનાવવા કાર કે બસમાં અમદાવાદથી 2 થી 3 કલાકનાં અંતરે આવેલા આ 5 સ્થળોએ પ્રવાસીઓએ મુલાકાત લેવી જોઈએ.

KuberaNow
desk@kuberanowPublished On : 17 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
Travel Ahmedabad
ચોમાસામાં કુદરતી સૌંદર્યને માણવા અને સંસ્કૃતિને માણોAI Generated Image

ઓફિસમાં 1-2 દિવસની રજા મળતાં જ આપણે ફરવા નીકળી જઈએ છે. રોજિંદી ભાગદોડથી દૂર જઈને નવી દુનિયા, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યને માણવા આતુર હોઈએ છે. ચોમાસામાં વીકેન્ડને યાદગાર બનાવવા કાર કે બસમાં અમદાવાદથી 2 થી 3 કલાકનાં અંતરે આવેલા આ 5 સ્થળોએ પ્રવાસીઓએ મુલાકાત લેવી જોઈએ.


Polo Forest

પોળો ફોરેસ્ટ અરવલ્લીની પર્વતમાળામાં આવેલું વિજયનગર અને ખેડબ્રહ્મા તાલુકામાં ફેલાયેલું સુંદર અને પ્રાકૃતિક પ્રવાસન સ્થળ છે. અમદાવાદથી 3 કલાકનાં અંતરે આવેલ સ્થળ તેના પ્રાચીન મંદિરો, ઐતિહાસિક અવશેષો, લીલાછમ જંગલો, પહાડો, નદીઓ, ઝરણાં પ્રવાસીઓને આકર્ષે છે. ચોમાસા દરમિયાન અહીંનું કુદરતી સૌંદર્ય અનેકગણું વધી જાય છે. અહીં વિવિધ પ્રકારના વૃક્ષો, પક્ષીઓ અને વન્યજીવો જોવા મળે છે. પ્રકૃતિપ્રેમીઓ, ફોટોગ્રાફી અને ટ્રેકિંગના શોખીનો માટે આ ઉત્તમ સ્થળ છે. ચોમાસામાં ઠંડુ વાતાવરણ અને હરિયાળી પ્રવાસીઓને અદ્ભુત અનુભવ અપાવી વધુ યાદગાર બનાવે છે. અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં ફરવા આવે છે.


Polo forest


Statue of unity

સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલું વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે. સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાઓમાંની એક છે. નર્મદા નદી અને સુંદર પર્વતીય વિસ્તાર વચ્ચે આવેલી આ પ્રતિમા દેશની એકતા અને અખંડિતતાનું પ્રતિક છે. બે દિવસના પ્રવાસમાં અહીં આવતા પ્રવાસીઓ માટે વેલી ઓફ ફ્લાવર્સ, સરદાર સરોવર ડેમ, મ્યુઝિયમ, વ્યૂઈંગ ગેલેરી અને લાઇટ એન્ડ સાઉન્ડ શો જેવા આકર્ષણો છે. આસપાસનો કુદરતી નજારો પ્રવાસીઓને વિશેષ આકર્ષે છે. અહીં અમદાવાદથી 3થી4 કલાકનાં અંતરે પહોંચી શકાય છે. દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં મુલાકાતે આવે છે.


Statue of Unity


Pavagadh-champaner

ગુજરાતનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતું પ્રસિદ્ધ પ્રવાસન સ્થળમાંનું એક પાવાગઢ-ચાંપાનેર છે. પંચમહાલ જિલ્લામાં આવેલું પાવાગઢ માતા મહાકાળીનું મંદિર રાજ્ય તેમજ દેશભરમાંથી શ્રદ્ધાળુઓને આકર્ષે છે. સાથે તેની તળેટીમાં આવેલું ચાંપાનેર પ્રાચીન સ્થાપત્ય અને ઐતિહાસિક વારસો ધરાવે છે. અહીં કિલ્લા, મસ્જિદો, દરવાજા, મહેલો અને અન્ય ઐતિહાસિક સ્મારકો જોવા મળે છે. ચાંપાનેર-પાવાગઢને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે. આસપાસની હરિયાળી, પહાડી વિસ્તાર અને ઐતિહાસિક સ્થળો પ્રવાસીઓને અનોખો અનુભવ કરાવે છે. આ સ્થળ ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ, સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાનું સુંદર સંયોજન રજૂ કરે છે. અમદાવાદથી 2થી3 કલાકનાં અંતરે આવેલું પ્રવાસન સ્થળની પ્રવાસીઓ અચૂક મુલાકાત લેતા હોય છે.


Pavagadh-Champaner


Jawai

અમદાવાદથી 6 કલાકનાં અંતરે આવેલું જવાઈ લેપર્ડ સફારી વન્યજીવપ્રેમીઓમાં લોકપ્રિય બન્યું છે. બે થી ત્રણ દિવસના પ્રવાસમાં અરવલ્લીની પર્વતમાળા, વિશાળ જળાશય અને કુદરતી વાતાવરણની મોજ માણવા પ્રવાસીઓ વીકેન્ડ પ્લાન કરતા હોય છે. રાજસ્થાનના પાળી જિલ્લામાં આવેલું સુંદર અને અનોખું પ્રવાસન સ્થળમાં ચિત્તા પહાડો વચ્ચે વસવાટ કરતા જોવા મળે છે. અહીં સફારી દરમિયાન તમે લેપર્ડ ઉપરાંત મગર, ફ્લેમિંગો અને વિવિધ પક્ષીઓ પણ જોવા મળે છે.


Jawai Safari


Mount Abu

માઉન્ટ આબુ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે અને ગુજરાતની નજીક હોવાથી ગુજરાતીઓમાં પણ ખૂબ લોકપ્રિય છે. અરવલ્લી પર્વતમાળામાં આવેલું આ સ્થળ પહાડો, ઠંડું વાતાવરણ અને કુદરતી સૌંદર્ય  માટે જાણીતું છે. નખી લેક અહીંનું વિશેષ આકર્ષણ છે, જ્યાં બોટિંગનો આનંદ માણી શકાય છે. અમદાવાદથી 5 કલાકના અંતરે આવેલું માઉન્ટ આબુ વીકેન્ડ પ્રવાસ માટે ખૂબ જાણીતું છે. દેલવાડાનાં દેરાં (જૈન મંદિરો)ની કોતરણી અને સ્થાપત્ય પણ જોવાલાયક છે. અહીંનો બેસ્ટ ખાસ કરીને પ્રવાસીઓને આકર્ષતું પહાડોની ઉપર આવેલ સનસેટ પોઈન્ટનો નજારો અહીં આવનારા પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે. પરિવાર, મિત્રો અને કપલ્સ માટે માઉન્ટ આબુ આરામદાયક પ્રવાસ માટે એક ઉત્તમ સ્થળ છે.


Mount Abu


 

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM