દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામત માટે ગુજરાત સરકારે 5 સભ્યોની સમિતિ રચી
ગુજરાત સરકારે દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા અંગે નીતિ ઘડવા મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ઉચ્ચ કક્ષાની સમિતિ બનાવી છે. સમિતિ કાયદાકીય જોગવાઈઓ, અદાલતી ચુકાદા અને અન્ય રાજ્યોની નીતિઓનો અભ્યાસ કરશે.

ગુજરાત સરકારે રાજ્યના દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા અંગે યોગ્ય નીતિ નક્કી કરવા પાંચ સભ્યોની ઉચ્ચ કક્ષાની સમિતિ રચી છે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બનેલી આ સમિતિ હાલની કાયદાકીય જોગવાઈઓ, કેન્દ્ર સરકારની સૂચનાઓ, અદાલતી ચુકાદાઓ અને અન્ય રાજ્યોની નીતિઓનો અભ્યાસ કરીને અનામતની ટકાવારી તથા અમલ અંગે રાજ્ય સરકારને ભલામણ કરશે.
મુખ્ય સચિવના અધ્યક્ષપદે સમિતિ
સમિતિમાં મુખ્ય સચિવ અધ્યક્ષ રહેશે. સામાન્ય વહીવટ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓ માટેની કચેરીના કમિશનરને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગે આ અંગે ઠરાવ જાહેર કરીને સમિતિની રચના કરી છે.
કાયદા અને અદાલતી ચુકાદાનો અભ્યાસ થશે
સમિતિ રાજ્ય સરકારની સેવાઓમાં દિવ્યાંગ વ્યક્તિઓને બઢતીમાં અનામત આપવા સંબંધિત હાલની કાયદાકીય જોગવાઈઓ અને ભારત સરકારની સૂચનાઓનો અભ્યાસ કરશે. સાથે જ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના સંબંધિત ચુકાદાઓને પણ નીતિ ઘડતી વખતે ધ્યાનમાં લેવામાં આવશે.
અન્ય રાજ્યોની નીતિઓની પણ તુલના
દેશના અન્ય રાજ્યોમાં દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામત માટે અમલમાં રહેલી નીતિઓ અને જોગવાઈઓનો પણ તુલનાત્મક અભ્યાસ કરવામાં આવશે.આ અભ્યાસના આધારે ગુજરાતમાં અનામતની યોગ્ય ટકાવારી શું હોઈ શકે અને તેના અમલ માટે કયા પગલાં જરૂરી રહેશે તે અંગે સમિતિ વિગતવાર ભલામણ આપશે.
જરૂર પડે તો વિભાગો પાસેથી માહિતી મેળવી શકશે
સમિતિને જરૂરી જણાય તો રાજ્યના કોઈપણ વિભાગ અથવા કચેરી પાસેથી સંબંધિત માહિતી અને અભિપ્રાય મેળવવાની સત્તા આપવામાં આવી છે.હાલ સરકારે બઢતીમાં અનામતની અંતિમ ટકાવારી નક્કી કરી નથી. સમિતિના અભ્યાસ અને ભલામણો બાદ આ અંગે આગળનો નિર્ણય લેવામાં આવશે.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
