KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

₹46.68 કરોડની યોજના: Gujaratની સરકારી શાળાની 10 લાખથી વધુ દીકરીઓને દર મહિને મફત Sanitary Napkin

વિદ્યાર્થિનીઓને Menstrual Hygiene, શારીરિક સ્વચ્છતા અને માસિક ધર્મ અંગે વૈજ્ઞાનિક માહિતી પણ અપાશે.

KuberaNow
desk@kuberanowUpdated On : 18 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
Free Sanitary Napkin
ગુજરાતની સરકારી શાળાઓમાં વિદ્યાર્થિનીઓને મફત સેનિટરી નેપકિનનું વિતરણ કરાશેAI Generated Image


ગાંધીનગર: Gujarat સરકારે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી ધોરણ 6થી 12ની 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓ માટે ₹46.68 કરોડના ખર્ચે Free Sanitary Napkin Distribution યોજના અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. યોજનાનો હેતુ માસિક ધર્મ દરમિયાન વિદ્યાર્થીનીઓની સ્વચ્છતા જાળવવાની સાથે તેમની School Attendance સુધારવાનો છે.


યોજના હેઠળ રાજ્યની સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી દરેક પાત્ર વિદ્યાર્થીની માટે વાર્ષિક ₹360, એટલે કે દર મહિને ₹30ની Budget Provision કરવામાં આવી છે. વિદ્યાર્થીનીઓને શાળામાં જ ગુણવત્તાયુક્ત Oxo-Biodegradable Sanitary Napkin વિનામૂલ્યે આપવામાં આવશે.


સરકારનો આ નિર્ણય Health અને Education બંને ક્ષેત્ર સાથે જોડાયેલો છે. ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં માસિક ધર્મ દરમિયાન વિદ્યાર્થીનીઓની ગેરહાજરી ઘટાડવામાં આ યોજના મહત્વની સાબિત થઈ શકે છે. સાથે જ મફત Sanitary Napkin મળવાથી નીચી અને મધ્યમ આવક ધરાવતા પરિવારોનો માસિક ખર્ચ પણ ઘટશે.


શાળામાં જ થશે વિતરણ, મહિલા શિક્ષક બનશે Nodal Teacher


Education Departmentએ Sanitary Napkinના વિતરણ માટે શાળાઓને અલગ વ્યવસ્થા ઊભી કરવા સૂચના આપી છે. વિદ્યાર્થીનીઓ કોઈ સંકોચ કે ખચકાટ વિના Napkin મેળવી શકે તે માટે શાળામાં અનુકૂળ અને ગોપનીય વાતાવરણ સુનિશ્ચિત કરવામાં આવશે.


યોજનાના અમલીકરણ અને વિતરણની જવાબદારી મુખ્યત્વે શાળાની મહિલા શિક્ષકને Nodal Teacher તરીકે સોંપવામાં આવશે. તેઓ વિદ્યાર્થીનીઓને Menstrual Hygiene, શારીરિક સ્વચ્છતા અને માસિક ધર્મ અંગે વૈજ્ઞાનિક માહિતી પણ આપશે. સરકારને અપેક્ષા છે કે આ વ્યવસ્થાથી માસિક ધર્મ સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ ઘટશે અને વિદ્યાર્થીનીઓનો આત્મવિશ્વાસ વધશે.


Used Sanitary Napkinના Disposal માટે નિયમો ફરજિયાત


યોજનામાં માત્ર Napkin Distribution જ નહીં, તેના Disposal માટે પણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. શાળાઓએ વપરાયેલા Sanitary Napkinનો નિકાલ Solid Waste Management Rules, 2016 મુજબ કરવો પડશે.


Used Padsને કાગળમાં લપેટીને ભીના અને સૂકા કચરાથી અલગ રાખવાના રહેશે. તેને ખુલ્લામાં અથવા Toiletમાં ફેંકવા પર પ્રતિબંધ રહેશે અને સ્થાનિક Waste Collection Systemને સોંપવાના રહેશે. જે શાળાઓમાં Incinerator ઉપલબ્ધ છે ત્યાં તે કાર્યરત રહે અને તેનું નિયમિત Servicing થાય તેની જવાબદારી પણ શાળાઓએ લેવાની રહેશે.


Attendanceથી લઈને Family Budget સુધી અસર


સરકારના અંદાજ મુજબ યોજનાથી 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓ સીધી રીતે આવરી લેવાશે. માસિક ધર્મ દરમિયાન Sanitary Productsની ઉપલબ્ધતા ન હોવાના કારણે શાળામાં ગેરહાજર રહેતી વિદ્યાર્થીનીઓ માટે આ યોજના School Retention અને Attendance સુધારવામાં મદદરૂપ બની શકે છે.


બીજી તરફ, અસ્વચ્છ કપડાંના ઉપયોગને કારણે થતા Infection અને Reproductive Health સંબંધિત જોખમ ઘટાડવામાં પણ ગુણવત્તાયુક્ત Sanitary Napkinની ઉપલબ્ધતા મદદરૂપ થશે. Oxo-Biodegradable Napkinના ઉપયોગને કારણે સરકાર યોજનાને Environment-Friendly સ્વરૂપ આપવાનો પ્રયાસ પણ કરી રહી છે.


₹46.68 કરોડના Public Spending સાથે શરૂ થતી આ યોજના Education, Women Health અને Social Welfare—ત્રણેય ક્ષેત્રને એકસાથે સ્પર્શે છે. તેની અસરકારકતા હવે શાળા સ્તરે Distribution, Waste Management અને Monitoring કેટલી અસરકારક રીતે થાય છે તેના પર નિર્ભર રહેશે.


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM