KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

જમીન સોદાઓમાં 'બોગસિયાઓ'ની બાદબાકી : નવા કાયદાથી બોગસ વાંધા અને વચેટિયાઓની દખલગીરી પર લાગશે બ્રેક

જમીન નોંધ પ્રક્રિયામાં મોટો ફેરફાર: સાચા ખરીદદારોને મળશે એ જ દિવસે પ્રમાણપત્ર, ખેડૂતોને લાંબી રાહમાંથી મુક્તિ

KuberaNow
desk@kuberanowPublished On : 10 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
gujarat-land-revenue-amendment-bill-stop-fake-objections-middlemen-property-registration-reform
AI Generated Image

ગાંધીનગર: ગુજરાતમાં જમીનના વ્યવહારોમાં વર્ષોથી નાગરિકો અને ખેડૂતોને પરેશાન કરતી એક મોટી સમસ્યા હવે દૂર થવાની દિશામાં છે. રાજ્ય સરકારે ‘ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, 2026’ વિધાનસભામાં પસાર કરીને જમીન નોંધ પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે. આ સુધારાનો સૌથી મોટો ફાયદો એ થશે કે સાચા જમીન વ્યવહારોમાં બિનજરૂરી વાંધા, ખોટી અરજીઓ અને વચેટિયાઓની દખલગીરી પર નિયંત્રણ આવશે.


મહેસૂલ વિભાગના જણાવ્યા અનુસાર અગાઉ ખેતીની જમીનના વેચાણ બાદ ફેરફાર નોંધ (Mutation Entry) પ્રમાણિત કરાવવા માટે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને લાંબા સમય સુધી રાહ જોવી પડતી હતી. આ વિલંબના કારણે કેટલાક લોકો સરકારી પ્રક્રિયાની જટિલતાનો લાભ લઈને બિનજરૂરી અરજીઓ અને બોગસ વાંધા ઊભા કરતા હતા, જેના કારણે સાચા જમીન માલિકો અને ખરીદદારોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.


હવે સાચા વ્યવહારો અટકશે નહીં


નવા સુધારા હેઠળ જો કોઈ ખેડૂત અથવા નાગરિક પોતાની હકદાર જમીનનો સાચો અને સ્પષ્ટ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરે, તમામ ખાતેદારોની સંમતિ હોય અને કોઈ અગાઉનો વિવાદ ન હોય, તો તેની નોંધ એ જ દિવસે પ્રમાણિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.


આ Same Day Certification વ્યવસ્થાથી જમીન ખરીદનાર અને વેચનાર બંનેને લાંબી પ્રક્રિયામાંથી રાહત મળશે. ખાસ કરીને કાયદેસર હક ધરાવતા ખરીદદારો (Genuine Buyer)ને ઝડપથી માલિકી સંબંધિત પ્રક્રિયા પૂર્ણ કરવાની તક મળશે.

gujarat-land-revenue-amendment-bill-stop-fake-objections-middlemen-property-registration-reform


બોગસ વાંધાઓના કારણે અટકતા વ્યવહારોને મળશે રાહત


જમીન વ્યવહારમાં સૌથી મોટી સમસ્યા એ હતી કે સાચા દસ્તાવેજ હોવા છતાં કેટલીક વખત બિનજરૂરી વાંધા અથવા અરજીઓના કારણે નોંધ પ્રક્રિયા અટકી જતી હતી. આવા વિલંબથી ખેડૂતો અને સામાન્ય નાગરિકોને સમય, ખર્ચ અને માનસિક પરેશાનીનો સામનો કરવો પડતો હતો.


સરકારનો હેતુ હવે એવી વ્યવસ્થા ઉભી કરવાનો છે જ્યાં સાચા દસ્તાવેજો અને સ્પષ્ટ માલિકી ધરાવતા વ્યવહારો ઝડપથી પૂર્ણ થાય અને ખોટા વાંધા ઊભા કરીને લોકોને પરેશાન કરવાની શક્યતાઓ ઘટે.


e-Dhara બાદ હવે કાયદાકીય સુધારાથી વધુ પારદર્શિતા


ગુજરાત સરકારે અગાઉ e-Dhara જેવા ડિજિટલ માધ્યમોથી જમીન વહીવટમાં પારદર્શિતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે કાયદાકીય સુધારા દ્વારા પ્રક્રિયાને વધુ સરળ અને સમયબદ્ધ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


આ સુધારાથી જમીન નોંધ પ્રક્રિયામાં માનવ હસ્તક્ષેપ ઘટશે અને વહીવટી કામગીરી વધુ જવાબદાર બનશે. સરકારનું માનવું છે કે આ પગલું ખેડૂતો, સામાન્ય નાગરિકો અને કાયદેસર ખરીદદારોના હિતનું રક્ષણ કરશે.


કોર્ટના આદેશ પર પણ હવે ઝડપથી કાર્યવાહી


નવા સુધારામાં એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે અદાલત, ટ્રિબ્યુનલ અથવા સક્ષમ સત્તાધિકારીના આદેશના આધારે થતી ફેરફાર નોંધ હવે અલગ નોટિસ પ્રક્રિયા વિના હુકમ મળતા જ નોંધવામાં આવશે અને પ્રમાણિત કરવામાં આવશે.આથી કાયદાકીય આદેશોના અમલમાં થતો વિલંબ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


રિયલ એસ્ટેટ અને રોકાણ ક્ષેત્ર માટે પણ સકારાત્મક સંકેત


જમીન વ્યવહાર સરળ બનવાથી ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને રોકાણકારો માટે પણ વધુ અનુકૂળ વાતાવરણ બનવાની શક્યતા છે. ઝડપી અને પારદર્શક નોંધ પ્રક્રિયા Ease of Doing Businessને પ્રોત્સાહન આપશે અને જમીન સંબંધિત અનિશ્ચિતતા ઘટાડશે. આ સુધારો માત્ર મહેસૂલી નિયમોમાં ફેરફાર નથી પરંતુ જમીન વ્યવહારમાં પારદર્શિતા, ઝડપ અને વિશ્વાસ વધારવાની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM