KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગુજરાતમાં ₹10,000 કરોડથી વધુના રોકાણની શક્યતા, VGGS 2027 પહેલાં CM ભૂપેન્દ્ર પટેલની મોટી કંપનીઓ સાથે ચર્ચા

નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે યોજાયેલા VGGS 2027ના કર્ટન રેઝર કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશની અગ્રણી કંપનીઓના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.

KuberaNow
desk@kuberanowPublished On : 31 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
Vibrant Gujarat
Vibrant Gujarat SummitAI Generated Image

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027ની તૈયારીઓ વચ્ચે ગુજરાતમાં મોટા પાયે રોકાણ માટેની ગતિવિધિ તેજ બની છે. નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે યોજાયેલા VGGS 2027ના કર્ટન રેઝર કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશની અગ્રણી કંપનીઓના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન રિન્યુએબલ એનર્જી, બેટરી સ્ટોરેજ, કેમિકલ્સ, ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રિક વાહન, ડેટા સેન્ટર, સેમિકન્ડક્ટર અને એડવાન્સ્ડ એનર્જી સ્ટોરેજ સહિતના ક્ષેત્રોમાં ગુજરાતમાં આગામી વર્ષોમાં થનારા મોટા રોકાણ અને વિસ્તરણ અંગે ચર્ચા થઈ હતી.

CM ભૂપેન્દ્ર પટેલની રિન્યુએબલ એનર્જી લિમિટેડના સીએમડી સંજય બંગા સાથે મુલાકાત

Vibrant Gujarat


નવી દિલ્હી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027 કર્ટન રેઝર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડના સીઈઓ અને એમડી સંજય બંગા સાથે મુલાકાત; જે અંતર્ગત ધોલેરામાં સૌર અને પવન ઊર્જા પ્રોજેક્ટ્સ, 4 GW ફેસિલિટી, ધોલેરા ખાતે આગામી 20 GW બેટરી સ્ટોરેજ ઇકોસિસ્ટમ સહિતના મુદ્દે ચર્ચા કરાઈ.


CM ભૂપેન્દ્ર પટેલની DCM શ્રીરામ લિમિટેડના ચેરમેન અને સિનિયર એમડી સાથે મુલાકાત


Vibrant Gujarat


નવી દિલ્હી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027 કર્ટન રેઝર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની DCM શ્રીરામ લિમિટેડના ચેરમેન અને સિનિયર એમડી અજય એસ. શ્રીરામ અને આદિત્ય શ્રીરામ સાથે મહત્ત્વપૂર્ણ ચર્ચા કરી હતી. આગામી 5-7 વર્ષમાં દહેજ ખાતે તેઓના લાંબાગાળાના રોકાણની યોજનાઓ પર વિચાર-વિમર્શ કરાયો તેમજ ઝઘડિયા પ્લાન્ટને WEF ગ્લોબલ લાઈટહાઉસની માન્યતા પ્રાપ્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.


CM ભૂપેન્દ્ર પટેલની JSW MG Motor Indiaના એમડી સાથે મુલાકાત


Vibrant Gujarat


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027 માટેના કર્ટન રેઝર કાર્યક્રમમાં JSW MG Motor Indiaના એમડી અનુરાગ મેહરોત્રા સાથે મુલાકાત કરી હતી. હાલોલ ખાતે કંપનીના તબક્કાવાર મેન્યુફેક્ચરિંગ વિસ્તરણ અંગે ચર્ચા કરાઈ, જેમાં હાલની 1.1 લાખ વાહનોની ઉત્પાદન ક્ષમતાને વધારીને 5 લાખ કરવાની યોજના; આ વિસ્તરણ માટે ₹3,750 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવશે, જેમાં આશરે 80% ઉત્પાદન ઇલેક્ટ્રિક વાહનોનું હશે.


CM ભૂપેન્દ્ર પટેલની Schneider Electric Indiaના એમડી સાથે મુલાકાત


Vibrant Gujarat


નવી દિલ્હી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027 કર્ટન રેઝર કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની Schneider Electric Indiaના એમડી અને સીઇઓ દીપક શર્મા સાથે બેઠક; હાઇપરસ્કેલ ડેટા સેન્ટર્સ માટેની વિશિષ્ટ ટેક્નોલોજીઓની શક્યતાઓને તપાસવા તેમજ કંપનીના આગામી ચોથા એકમ સહિત ઉત્પાદન ક્ષમતાને વધુ મજબૂત કરવા પર વિચાર-વિમર્શ કર્યો. નોંધનીય છે કે, ગુજરાતમાં થઈ રહેલું Schneider Electricનું ઉત્પાદન સમગ્ર ભારતમાં સેમિકન્ડક્ટર અને મેગા-ટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપી રહ્યું છે સાથે જ વૈશ્વિક બજારોમાં નિકાસ પણ કરી રહ્યું છે; 50 સરકારી ITI સાથેની તેમની સક્રિય ભાગીદારી ગુજરાતના ટેકનિકલ ટેલેન્ટ ઇકોસિસ્ટમ અને યુવા સશક્તીકરણને મોટું પ્રોત્સાહન પૂરું પાડે છે.


CM ભૂપેન્દ્ર પટેલની JBM ગ્રુપના વાઇસ ચેરમેન સાથે મુલાકાત


Vibrant Gujarat


નવી દિલ્હી ખાતે VGGS2027 કર્ટેન રેઝર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની JBM ગ્રુપના વાઇસ ચેરમેન નિશાંત આર્ય સાથે મુલાકાત કરી હતી. ગુજરાતમાં છેલ્લાં 17 વર્ષથી ઉત્પાદન ક્ષેત્રે સાણંદ, વિઠલાપુર અને બેચરાજીમાં 9,000 કર્મચારીઓ સાથે કાર્યરત; રાજ્યમાં ઓટો કમ્પોનન્ટ્સ અને ઇલેક્ટ્રિક બસ ઉત્પાદન ક્ષેત્રે આગામી કુલ ₹3,500 કરોડના રોકાણ અંગેની ચર્ચા કરાઈ. ઉપરાંત, કોમ્પ્રેસ્ડ બાયો-ગેસ (CBG) પ્લાન્ટ્સ સ્થાપવા અને અદ્યતન ઊર્જા સંગ્રહ ઇકોસિસ્ટમ્સનો વ્યાપ વધારવા માટેની ભાગીદારી અંગે પણ વિચારણા કરાઈ.


આ પણ વાંચો: રોકાણકારો માટે: સપ્ટેમ્બર મહિનામાં શેરબજાર કેટલા દિવસ બંધ રહેશે



અમારી WhatsApp ચેનલ સાથે જોડાવવા માટે 7069287000 પર Hi લખીને મોકલો

સાથે સાથે અમને ફોલો કરો

https://kuberanow.com/

https://www.instagram.com/kuberanow/

Facebook
Loading Facebook content…

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

https://www.youtube.com/@KuberaNow

https://x.com/KuberaNow17430

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM