₹100 કરોડ ક્લબ: બોલિવૂડમાં કમાણીની રેસ કેટલી ઝડપી બની?
₹100 કરોડની ક્લબમાં એન્ટ્રી માટે ક્યારેક અઠવાડિયા લાગતા હતા, આજે કલાકોમાં જ કમાણી કરી લે છે. જાણો મોર્ડન સિનેમામાં ₹100 કરોડ કમાણી કરનારી પહેલી હિન્દી ફિલ્મ કઈ હતી?

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેના જીવંત, ભવ્ય અને વૈવિધ્યતાનાં નિર્માણ માટે જાણીતી છે. છેલ્લા કેટલાક વર્ષોથી હિન્દી ફિલ્મો બોક્સ ઓફિસ પર 100 કરોડનાં ક્લબમાં પ્રવેશવા દોટ મૂકતી જોવા મળી છે. ઘણી ફિલ્મો રિલીઝ થયાનાં 1 અથવા 2 દિવસમાં તગડી કમાણી કરાવી દર્શકો સહિત રોકાણકારોને પણ ચોંકાવી દીધાં છે. શું તમે જાણો છો બોક્સ ઓફિસ પર 100 કરોડ ક્લબમાં પ્રવેશ કરનારી પહેલી બોલીવુડ ફિલ્મ કઈ હતી? અહીં આપણે જાણીએ, 100 કરોડ ક્લબમાં આવવા બોલિવૂડની ફિલ્મોને કેટલા દિવસો લાગ્યા અને ભારતમાં કેટલી કમાણી કરી.

બોલિવૂડમાં ₹100 કરોડ ક્લબ ફિલ્મની બોક્સ ઓફિસમાં પ્રવેશે એટલે સફળતાનું માપદંડ કહેવાય છે. પ્રાપ્ત માહિતી મુજબ, ₹100 કરોડનાં ક્લબમાં પ્રવેશ કરનારી પહેલી ફિલ્મ અભિનેતા આમિર ખાનની ગજીની હતી, જેણે ભારતમાં ₹100 કરોડનો આંકડો અંદાજે 16 દિવસમાં પાર કરી લીધો હતો. આ ફિલ્મે કુલ ₹114 કરોડની ઇન્ડિયા ચોખ્ખી કમાણી કરી હતી. જોકે, ત્યારબાદ બોક્સ ઓફિસ પર પ્રવેશવામાં ફિલ્મોની કમાણીની ગતિમાં વધારો જોવા મળ્યો છે. તાજેતરમાં ધુરંધર 2એ માત્ર એક જ દિવસમાં ₹100 કરોડનો આંકડો પાર કરનારી સૌથી ઝડપી ફિલ્મ બની છે. જ્યારે પુષ્પા 2 (હિન્દી), જવાન, એનિમલ, પઠાન, ટાઈગર, વોર 2 અને KGF ચેપ્ટર 2 (હિન્દી) જેવી ફિલ્મોએ બે દિવસમાં ₹100 કરોડમાં સામેલ થઈ છે.

છેલ્લા દોઢ દાયકામાં ₹100 કરોડની ક્લબમાં પ્રવેશતી ફિલ્મ હવે કમાણીમાં જ નહીં, પરંતુ ફિલ્મના ઓપનિંગ, સ્ટાર પાવર અને દર્શકોની ફિલ્મ-થિયેટર પ્રત્ય બદલાતી આદતો સાથે જોડાયેલો બિઝનેસ હવે બેન્ચમાર્ક બની ગયો છે.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
