KuberaNowLogo
Saturday, 31/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ખેડૂતો માટે ખુશખબર! PM Kisanનો 24મો હપ્તો જાહેર

PM Kisan Samman Nidhiનો 24મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. લગભગ 9.34 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં કુલ ₹18,680 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

kuberanow deskPublished On : 30 Oct 2026
PM Kisan 24th installment
PM Kisan 24th InstallmentAI Generated Image

PM Kisan 24th Installment: દિવાળી 2026 પહેલાં ખેડૂતો માટે PM Kisan Samman Nidhiનો 24મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભીલડીના ખેડૂતોના ખાતામાં ₹2,000 ટ્રાન્સફર કર્યા છે. કુલ મળીને લગભગ 9.34 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં ₹18,680 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.


ખેડૂતોને વાર્ષિક ₹6,000ની સહાય

PM Kisan Yojana હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને કેન્દ્ર સરકાર વર્ષ દરમિયાન ત્રણ હપ્તામાં કુલ ₹6,000ની આર્થિક સહાય આપે છે. આ રકમ Direct Benefit Transfer (DBT) મારફતે ખેડૂતોના આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે. આ વખતે 24મા હપ્તા હેઠળ ખેડૂતોના ખાતામાં ₹2,000ની રકમ પહોંચાડવામાં આવી છે.


PM Kisan 24મા હપ્તાનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

ખેડૂતો પોતાનો હપ્તો આવ્યો છે કે નહીં તે PM Kisanના સત્તાવાર પોર્ટલ પર ચેક કરી શકે છે. તેના માટે પહેલા pmkisan.gov.in પર જવું પડશે અને હોમપેજ પર Know Your Status વિકલ્પ પસંદ કરવો પડશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન નંબર અને કેપ્ચા કોડ દાખલ કરીને Get OTP પર ક્લિક કરવાનું રહેશે. રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મળેલો OTP દાખલ કર્યા બાદ હપ્તાની સ્થિતિ જોઈ શકાશે.


Beneficiary Listમાં નામ કેવી રીતે ચેક કરવું?

યોજનાની લાભાર્થી યાદીમાં પોતાનું નામ ચેક કરવા માટે PM Kisan પોર્ટલ પર જઈને Beneficiary List વિકલ્પ પસંદ કરવો પડશે. ત્યારબાદ રાજ્ય, જિલ્લા, સબ-ડિસ્ટ્રિક્ટ, ગામ અને બ્લોકની માહિતી પસંદ કર્યા બાદ લાભાર્થી યાદી જોઈ શકાશે. આ યાદીમાં ખેડૂત પોતાનું નામ છે કે નહીં તે ચકાસી શકે છે.


આ પણ વાંચો : Borosil શેરમાં અપર સર્કિટ, Q2 નફો 40.5% વધતાં રોકાણકારોમાં ઉત્સાહ

આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn