‘આવારાપન 2’ની કમાણીનો ગ્રાફ ઉપર, ફિલ્મ ₹200 કરોડની રેસમાં પહોંચશે?
‘આવારાપન 2’ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી બાદ હવે ‘ટોક્સિક’નો પડકાર

હિન્દી ફિલ્મ અભિનેતા ઇમરાન હાશ્મીની રોમાન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ ‘આવારાપન 2’ બોક્સ ઓફિસ પર અપેક્ષા કરતાં આગળ વધી રહી છે. ફિલ્મના રિલીઝના એક અઠવાડિયા બાદ પણ ફિલ્મની કમાણીનો ગ્રાફ સતત આગળ વધી રહ્યો છે. ટ્રેડ ટ્રેકર સેકનિલ્કના આંકડા પ્રમાણે ઈમરાન હાશ્મી અભિનિત ફિલ્મે સાતમા દિવસે ભારતમાં અંદાજીત ₹6 કરોડની કમાણી કરી છે. આ સાથે ફિલ્મનું સ્થાનિક કુલ કલેક્શન ₹113.50 કરોડે પહોંચી ગયું, જ્યારે વિશ્વભરમાં ફિલ્મે અત્યાર સુધીમાં ₹161.67 કરોડની કમાણી કરી છે.

ઈમોશનલ, ઉત્તેજીત કરનારી અને મનોરંજન પૂરૂ પાડતી ‘આવારાપન 2’ની શરૂઆત પણ ધમાકેદાર રહી હતી. પ્રથમ દિવસે ફિલ્મે ₹22 કરોડ, બીજા દિવસે કલેક્શન ₹33.75 કરોડ થયું, જ્યારે રવિવારનાં દિવસે ફિલ્મે આશરે ₹26 કરોડની કમાણી કરી હતી. ચોથા અને પાંચમા દિવસે ₹9 કરોડથી વધુની કમાણી કરી હતી. જ્યારે બુધવારે ₹6.75 કરોડ સાથે કલેક્શનમાં ઘટાડો, ગુરુવારે ₹6 કરોડ થયું. ફિલ્મમાં દિશા પટણી, શબાના આઝમી, પૂરણ ગબ્બી પણ છે. સાતમા દિવસે ફિલ્મના કલેક્શનમાં અગાઉ કરતા 11.1% જેટલો ઘટાડો નોંધાયો હતો. જ્યારે વિદેશમાં અંદાજે ₹1 કરોડનું કલેક્શન સાથે તેનું કુલ વિદેશ ₹26.30 કરોડ થયું છે. ફિલ્મની ખાસ વાત એ છે કે તેના શોની સંખ્યા પણ સતત વધી રહી છે. સાતમા દિવસે ભારતમાં ફિલ્મના 10,832 શો યોજાયા હતા અને કુલ ઓક્યુપન્સી 15.25% રહી હતી. રિલીઝના પ્રથમ દિવસની સરખામણીમાં છેલ્લા એક અઠવાડિયામાં ફિલ્મે 1,800થી વધુ વધારાના શો મેળવ્યા છે. દિલ્હી-NCRમાં 1,100થી વધુ શો સાથે 15.3% અને મુંબઈમાં 800થી વધુ શો સાથે 14.3% ઓક્યુપન્સી નોંધાઈ હતી.
‘બટવારા 1947’ ધીમી ગતિમાં
‘આવારાપન 2’ સાથે રિલીઝ થયેલી સની દેઓલની ‘બટવારા 1947’ બોક્સ ઓફિસ પર જાદુ પાથરવામાં નિષ્ફળ જઈ રહી હોવાનું દેખાઈ રહ્યું છે. ફિલ્મનું અત્યાર સુધીનું વિદેશમાં કલેક્શન આશરે ₹47.62 કરોડ છે. શરૂઆતના દિવસે તેના લગભગ 8,700 શો હતા, જે હવે તેમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

હવે નજર ‘ટોક્સિક’ પર
સ્વતંત્રતા દિવસની રજાઓનો લાભ ઉઠાવી ફિલ્મએ કમાણીની સુંદર શરૂઆત કરી હતી. આ અઠવાડિયાનાં અંતે ‘આવારાપન 2’ સામે મોટી ફિલ્મ ન હોવાથી કમાણીનો ગ્રાફ સતત આગળ વધે તેવી શક્યતા વધુ છે. જોકે, આગામી 26 ઓગસ્ટે દક્ષિણ ભારતની ફિલ્મનો ‘રોકિંગ સ્ટાર’ યશની ‘ટોક્સિક’ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસના કલેક્શનનાં આંકડામાં મોટો ફેરફાર થઈ શકે છે.

‘આવારાપન 3’ આવશે?
બોલિવૂડમાં અભિનેતા ઈમરાશ હાશ્મીની ફિલ્મની સફળતા જોતા ચાહકોને આવારાપન 3ની આશા છે. માહિતી મુજબ, ફિલ્મનાં સ્ક્રીનિંગ દરમિયાન અભિનેતાએ ‘આવારાપન 3’ અંગે સકારાત્મકતા દર્શાવી હતી. જોકે પ્રોડ્યુસર વિશેષ ભટ્ટ તરફથી હજુ કોઈ સત્તાવાર યોજના જાહેર કરવામાં આવી નથી. હવે ફિલ્મ ₹200 કરોડ તરફ કેટલી આગળ વધે છે તેનાં પર ફિલ્મ ટ્રેડ પંડિતો મીટ માંડીને બેઠાં છે.
Also Read

ભારતમાં છેલ્લા 12 વર્ષમાં લગભગ 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા

10 મિનિટ ચાર્જ, 120 મિનિટ મ્યુઝિક! Noise-Gaanaના નવા ઈયરબડ્સ લોન્ચ

ખેડૂતો માટે ખુશખબર! PM Kisanનો 24મો હપ્તો જાહેર

PM Kisan Samman Nidhi: 9.34 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં આવશે ₹2,000, આ ભૂલ હશે તો અટકી શકે છે PM Kisanનો 24મો હપ્તો

Amazonના 5 નવા Alexa ડિવાઇસ લોન્ચ, અવાજથી થશે અનેક કામ

રિલાયન્સ જિયો અને ભારતી એરટેલે સપ્ટેમ્બરના અંત સુધીમાં 27 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા

ચીની AIથી સાયબર હુમલાનો નવો ખેલ! નાની NBFCsમાંથી ₹300 કરોડની ઉચાપત




