KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારત-બેલ્જિયમ Diamond Tradeને મળ્યો વેગ, મુંબઈ Labની ક્ષમતામાં 30% વધારો

બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવરની મુંબઈ મુલાકાત દરમિયાન Diamond, Logistics, Green Hydrogen અને India-EU FTA હેઠળના નવા વેપાર અવસરો પર ભાર મૂકાયો. HRD Antwerpની વિસ્તૃત મુંબઈ લેબ હવે દરરોજ 2,000 સુધી હીરાનું પરીક્ષણ અને ગ્રેડિંગ કરી શકશે.

KuberaNow
desk@kuberanowPublished On : 5 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Diamond Trade
હીરા વેપારમાં નવી ગતિ, HRD Antwerpએ મુંબઈ Lab ક્ષમતા 30% વધારીAI GENERATED IMAGE

બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવરની મુંબઈ મુલાકાત દરમિયાન ભારત-બેલ્જિયમ આર્થિક સહકારને વધુ ગાઢ બનાવવા Diamond, Logistics, Pharmaceuticals, Green Hydrogen, Semiconductor અને Advanced Manufacturing જેવા ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું.


મુંબઈના Bandra Kurla Complexમાં HRD Antwerpની સુધારેલી અને વિસ્તૃત Diamond Grading Laboratoryનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું. કંપનીના જણાવ્યા મુજબ વિસ્તરણ બાદ લેબની ક્ષમતા 30% વધી છે અને હવે અહીં દરરોજ 2,000 સુધી હીરાનું પરીક્ષણ અને ગ્રેડિંગ કરી શકાય છે.


40 નવા કર્મચારીઓની ભરતી

વધેલી ક્ષમતાને ટેકો આપવા HRD Antwerp 40 વધારાના પૂર્ણકાલીન કર્મચારીઓની ભરતી કરી રહી છે. કંપની 2012થી ભારતમાં કાર્યરત છે અને હાલમાં આશરે 1,500 ગ્રાહકોને સેવા આપે છે. તેમાં Jewellery Manufacturers, Retailers અને Cut Diamondના ઉત્પાદન-વેપાર સાથે જોડાયેલી કંપનીઓનો સમાવેશ થાય છે. HRD Antwerpના જણાવ્યા મુજબ તેની ભારતીય કામગીરી હવે ગ્રુપની કુલ આવકમાં 59% હિસ્સો ધરાવે છે. ચાલુ વર્ષે ભારતનો વ્યવસાય 15.4% વધવાનો અંદાજ છે.


India-EU FTAથી નવા વેપાર અવસર

બેલ્જિયમના વડાપ્રધાને Mumbaiમાં યોજાયેલા India-Belgium High-Level Dialogue દરમિયાન India-EU Free Trade Agreementને બંને દેશો વચ્ચે વેપાર વધારવા માટે મહત્વપૂર્ણ આધાર ગણાવ્યો.ચર્ચામાં Gems and Jewellery, Logistics, Pharmaceuticals, Food Processing, Maritime Services, Green Hydrogen, Semiconductors, Defence અને Advanced Manufacturing જેવા ક્ષેત્રોનો સમાવેશ થયો. De Weverના જણાવ્યા મુજબ કરાર હેઠળ ભારતીય અને યુરોપિયન માલની 95%થી વધુ નિકાસ પર લાગતા ટેરિફ ઘટાડાશે અથવા દૂર થશે.


Antwerp-Bruges Port પર ભાર

બેલ્જિયમે Port of Antwerp-Brugesને ભારતીય માલ માટે યુરોપના મોટા બજારો સુધી પહોંચવા માટે મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર તરીકે રજૂ કર્યું. બંદર પાસે Rail, Road અને Inland Barge Connectivity ઉપરાંત Deepwater, Automotive અને Roll-on/Roll-off સુવિધાઓ છે. બેલ્જિયમના વડાપ્રધાનના જણાવ્યા મુજબ Northwest Europeમાં પ્રવેશતા લગભગ તમામ ભારતીય Shrimp માટે Antwerp-Bruges મહત્વપૂર્ણ માર્ગ છે. Pharma માટે Cold Chain Infrastructure પણ તેની મહત્વની ક્ષમતા તરીકે રજૂ કરવામાં આવી.


Green Hydrogenમાં ભાગીદારીની તક

ભારતના Green Hydrogen ઉત્પાદનના લક્ષ્યો અને બેલ્જિયમના Northwest Europe માટે Green Molecules Import Hub બનવાના આયોજન વચ્ચે સહકારની તકો હોવાનું બંને પક્ષે જણાવ્યું. આ ઉપરાંત Maritime Services, Dredging, Defence અને Semiconductor ક્ષેત્રોમાં પણ ટેક્નોલોજી અને રોકાણ ભાગીદારી વધારવા પર ચર્ચા થઈ.


ફેબ્રુઆરીમાં બેલ્જિયમનું વ્યાપારી પ્રતિનિધિમંડળ ભારત આવશે

De Weverએ જાહેરાત કરી કે Antwerp-Bruges Port Communityનું એક મોટું પ્રતિનિધિમંડળ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાત લેશે. આ પ્રતિનિધિમંડળમાં Terminal, Logistics, Chemistry અને Energy ક્ષેત્રની કંપનીઓ સામેલ રહેશે. વિદેશ મંત્રાલયના આંકડા મુજબ 2025-26માં ભારત અને બેલ્જિયમ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર $10.92 અબજ રહ્યો હતો.


અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


આ પણ વાંચો: વધુ એક ધાર્મિક પ્રવાસનને મળશે વેગ, દેવમોગરા મંદિરના વિકાસ માટે ₹13.02 કરોડ મંજૂર

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM