KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Data Centre Boom : ભારતમાં ડેટા સેન્ટર્સ ઈન્ડસ્ટ્રીઝના વિકાસની મોટી તકો

અમેરિકામાં ડેટા સેન્ટર્સ સામે વિરોધ પછી મોટી વિદેશી કંપનીઓ ભારત તરફ વળી, Amazon, Microsoft અને Google જેવી કંપનીઓ ભારતમાં 57 અબજ ડોલરનું રોકાણ કરશે

KuberaNow
desk@kuberanowPublished On : 9 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Data Center Boom
ભારત દુનિયામાં અંદાજે 20 ટકા ડેટા જનરેટ કરે છે, પરંતુ દુનિયાની ડેટા સેન્ટર કેપેસિટીમાં ભાગીદારી માત્ર ત્રણ ટકાAI GENERATED IMAGE

નવી દિલ્હી : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ક્લાઉડ કમ્પયુટિંગ અને ડિજિટલ સર્વિસીસના વધતા ઉપયોગ સાથે ભારતમાં ડેટા સેન્ટર ઈન્ડસ્ટ્રીઝ ઝડપથી વિકસી રહી છે. અમેરિકામાં વીજળી, પાણી અને સ્થાનિક કોમ્યુનિટીઝ પર થતી અસરોના કારણે ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સનો વિરોધ વધી રહ્યો છે. આવા સમયે ભારતમાં આ સેક્ટર ઝડપથી મોટા રોકાણ આકર્ષી રહ્યં છે. ભારતની ડેટા સેન્ટર કેપેસિટી જૂન સુધીમાં 2.1 ગીગાવોટને પાર કરી ગઈ છે. વર્ષ 2026ના પહેલા છ મહિનામાં અંદાજે 200 મેગાવોટ કેપેસિટી ઉમેરવામાં આવી છે અને આગામી છ મહિનામાં લગભગ વધુ 500 મેગાવોટ કેપેસિટી ઉમેરાવાની સંભાવના છે.


અમેરિકામાં વિરોધથી ભારતમાં મોટી તકો

ભારત દુનિયાનો લગભગ 20 ટકા ડેટા જનરેટ કરે છે પરંતુ દનિયાની ડેટા સેન્ટર કેપેસિટીમાં તેની ભાગીદારી માત્ર 3 ટકા છે. ડેટા સેન્ટર્સની સ્થાપના માટે અમેરિકામાં વિરોધ વધી રહ્યો છે ત્યારે આગામી વર્ષોમાં ભારતના ડેટા સેન્ટર બજારમાં અસાધારણ વિકાસની સંભાવના છે. Amazon, Microsoft અને Google જેવી વિદેશી ટેકનોલોજી કંપનીઓએ છેલ્લા એક વર્ષથી પણ ઓછા સમયમાં ભારતમાં AI, ક્લાઉડ અને ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અંદાજે 57 અબજ ડોલરના રોકાણની ખાતરીઆપી છે. જોકે, ડેટા સેન્ટર ઉદ્યોગમાં તેજી માત્ર રોકાણ અને જમીન પર નિર્ભર નથી. તેના માટે સતત વીજળી, ઝડપી કનેક્ટિવિટી, પર્યાપ્ત જમીન અને સર્વરને ઠંડા રાખવાની વ્યવસ્થા પણ જરૂરી છે.


ડેટા સેન્ટર માટે કંપનીઓ માટે મુંબઈ પ્રથમ વિકલ્પ

વર્તમાન સમયમાં મુંબઈ અને નવી મુંબઈ હાલ ભારતના ડેટા સેન્ટર બજારના સૌથી મોટા કેન્દ્ર છે. દેશની કુલ ડેટા સેન્ટર કેપેસિટીમાં મુંબઈની ભાગીદારી અંદાજે 44 ટકા છે. ત્યાર પછી નોઈડા 20 ટકા, ચેન્નઈ 10 ટકા, હૈદરાબાદ 9 ટકા, પૂણે 8 ટકા અને બેંગ્લુરુ 6 ટકા છે. મુંબઈના ડેટા સેન્ટર હબ બનવાનું કારણ તેની સમુદ્રી કેબલ કનેક્ટિવિટી છે. દેશના અંદાજે 95 ટકા ઈન્ટરનેશનલ સબમરીન કેબલ ટ્રાફિકને મુંબઈ સંભાળે છે. આ સિવાય ગ્રાહકોની મોટીસંખ્યા અને વધુ સારી વીજળી કનેક્ટિવિટી પણ ડેટા સેન્ટર કંપનીઓ માટે મુંબઈ સારો વિકલ્પ છે.


નાના શહેરો તરફ વળી મોટીકંપનીઓ

જોકે, હવે મુંબઈમાં જમીન અને અન્ય સંશાધનો પર વધતા દબાણથી ડેટા સેન્ટર કંપનીઓ દેશના અન્ય શહેરો તરફ નજર દોડાવી રહી છે. કંપનીઓએ હવે નાના શહેરોમાં ડેટા સેન્ટર્સની સ્થાપનાની તૈયારી કરી છે. હાલમાં વિશાખાપટનમ,અમદાવાદ, કોચ્ચી, નાગપુર, લખનઉ, જયપુર, ચંડીગઢ અને પટના જેવા શહેરો તરફ કંપનીઓ વળી છે. આ શહેરોમાં જમીનની ઉપલબ્ધતા, વીજળીની પહોંચ, વૈકલ્પિક ઊર્જાની સંભાવના અને ઓછો ઓપરેટિંગ ખર્ચ કંપનીઓને આકર્ષે છે. જયપુર, અમદાવાદ અને લખનઉમાં 5-6 મેગાવોટ ક્ષમતાવાળા ડેટા સેન્ટર્સ પહેલાથી જ શરૂ થઈ ગયા છે.


ડેટા સેન્ટર પોલિસીમાં વૈકલ્પિક ઊર્જાને પ્રોત્સાહન

ભારતમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, તેલંગણા અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યો ડેટા સેન્ટર પોલિસીસમાં વૈકલ્પિક ઊર્જાને પ્રોત્સાહન આપી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 2031 સુધીમાં ડેટા સેન્ટર કેપેસિટી 5.7 ગીગાવોટ સુધી લઈ જવાની યોજના છે. જોકે, ભારત સામે હવે ડિજિટલ અર્થથંત્ર માટે જરૂરી ડેટા સેન્ટર્સ બનાવવાની સાથે વીજળી, પાણી અને સ્થાનિક કોમ્યુનિટીઝ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવાનો મોટો પડકાર છે. અમેરિકાની જેમ ભારતમાં પણ કેટલાક સ્થળો પર ડેટા સેન્ટર પ્રોજેક્ટનો વિરોધ શરૂ થઈ ગયો છે.


અમેરિકાના 15 રાજ્યોમાં ડેટા સેન્ટરનો વિરોધ

અમેરિકામાં 15થી વધુ રાજ્યોમાં ડેટા સેન્ટર ડેવલપમેન્ટ પર પ્રતિબંધ અથવા કંટ્રોલના પ્રસ્તાવ સામે આવ્યા છે. અમેરિકામાં ડેટા સેન્ટર માટે વીજળીની માગ, પાણીનો ઉપયોગ અને સ્થાનિક કોમ્યુનિટીસ પર અસર અંગે ચિંતા વધી છે. ભારત માટે આ સ્થિતિ ચેતવણી સમાન છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM