Civilian Aircraft : ભારત બે વર્ષમાં પોતાનું નાગરિક વિમાન બનાવશે
IATO Annual Convention : ભારતમાં અત્યારે 860 વિમાન સેવા છે, જ્યારે 1640 વિમાનના ઓર્ડર અપાયેલા છે, દેશમાં ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય એર કનેક્ટિવિટીની માગ સતત વધી રહી છે

નવી દિલ્હી : ભારત આગામી બે વર્ષમાં પોતાનુંનાગરિક વિમાન બનાવશે. આ દિશામાં કામ શરૂ કરી દેવાયું છે તેમ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુએ જણાવ્યું હતું. વિશાખાપટ્ટનમમાં આયોજિ 41મી IATO Annual Convention સમયે કેન્દ્રીય મંત્રી નાયડુએ આ જાહેરાત કરી હતી. આ જાહેરાતને ભારતના નાગરિક ઉડ્ડયન સેક્ટરમાં એક મહત્વના ફેરફાર તરીકે જોવા માં આવે છે. વધુમાં આ જાહેરાત ભારત હવે માત્ર વૈશ્વિક વિમાન ઉત્પાદકો પાસેથી વિમાન ખરીદવા સુધી જ મર્યાદિત નહીં રહે, તે પોતે વિમાનોનું ઉત્પાદન પણ કરશે તે બાબત પર પણ પ્રકાશ પાડે છે.
કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું કે, ભારતમાં અત્યારે 860 વિમાન સેવા છે, જ્યારે 1640 વિમાનના ઓર્ડર અપાયેલા છે. દેશમાં ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય એર કનેક્ટિવિટીની માગ સતત વધી રહી છે. Covid પછી વૈશ્વિક સપ્લાય ચેઈનમાં આવેલા અવરોધો અને વિમાનોની વૈશ્વિક અછતના કારણે ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે. કેટલાક પ્રવાસી માર્ગો પર હજુ પણ ભાડું વધુ છે અને કનેક્ટિવિટી પર્યાપ્ત નથી.
રામ મોહન નાયડુએ કહ્યું કે, ભારતની એવિએશન મહત્વાકાંક્ષા માત્ર એરબેઝ અને બોઈંગ જેવા વૈશ્વિક ઉત્પાદકોને ઓર્ડર આપવા સુધી મર્યાદિત રહી શકે નહીં. સરકારનું લક્ષ્ય આગામી બે વર્ષમાં ભારતમાં નાગરિક વિમાનનું ઉત્પાદન કરવાનું છે. તેમણે તેને એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સિદ્ધિ ગણાવતા કહ્યું કે, તેનાથી નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની દિશામાં ભારતનો નવો અધ્યાય શરૂ થશે.
12 વર્ષમાં એરપોર્ટની સંખ્યા 74થી વધીને 166 થઈ
નાયડુએ જણાવ્યું કે દેશમાં એરપોર્ટની સંખ્યા 2014માં 74થી વધીને અત્યારે 166 થઈ ગઈ છે. એટલે કે 12 વર્ષમાં કુલ 92 એરપોર્ટનો ઉમેરો થયો છે. ભારતે અસરકારક રીતે પ્રત્યેક 45-50 દિવસમાં એક નવા એરપોર્ટનો સમાવેશ કરાયો છે. સરકાર હવે Extended UDAN Scheme મારફત એરપોર્ટ નેટવર્ક વધારવાની તૈયારી કરી રહી છે. તેના હેઠળ આગામી 10 વર્ષમાં રૂ. 28,840 કરોડના ખર્ચને મંજૂરી અપાઈ છે. આ સમયમાં 100 વધારાના એરપોર્ટ બનાવવાની સરકારની યોજના છે. રામ મોહન નાયડુએ કહ્યું કે, નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના વિસ્તારનું ફોકસ માત્ર એરપોર્ટ બનાવવા સુધી મર્યાદિત ન હોવું જોઈએ, પરંતુ જે જગ્યાએ કનેક્ટિવિટી અપાઈ રહી છે, તેની આર્થિક અને પ્રવાસન ક્ષમતા પણતેની સાથે જોડવી જરૂરી છે.
વર્ષ 2025માં 429 કરોડથી વધુ ઘરેલુ પ્રવાસી
રામ મોહન નાયડુએ જણાવ્યું કે, ભારતમાં 2025માં 4.29 અબજ ઘરેલુ પ્રવાસીઓએ હવાઈ પ્રવાસ કર્યો. તેમણે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યામાં પણ અસાધારણ વધારાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું ભારત માટે આગામી મોટી તકો વૈશ્વિક પ્રવાસનમાં પોતાની ભાગીદારી વધારવાનો છે. તેમણે પ્રવાસનને રોજગાર અને સ્થાનિક આર્થિક વિકાસનું મોટું પરિબળ ગણાવ્યું. તેમણે કહ્યું કે, પ્રવાસનથી હોટેલ અને ટૂર ઓપરેટરો સિવાય ટેક્સી ડ્રાઈવર, રેસ્ટોરાં, ખેડૂતો, કારીગર, સ્થાનિક ગાઈડ, હોમસ્ટે અને ફોટોગ્રાફર જેવા અને વ્યવસાયોને લાભ મળે છે.
સરકારનો ‘એક રાજ્ય, એક વૈશ્વિક સ્થળ’ પર ભાર
નાયડુએ કહ્યું કે સરકારે ‘એક રાજ્ય, એક વૈશ્વિક સ્થળ’ વિઝન હેઠળ વૈશ્વિક સ્તરના પ્રવાસન સ્થળોને વિકસાવવા પર ભાર મૂક્યો છે. તેમણે રાજ્યોને દુનિયાના અગ્રણી પ્રવાસન સ્થળો સાથે સ્પર્ધા કરી શકે તેવા સ્થળો શોધવા અને તેમને વિકસાવવા માટે હાકલ કરી છે. આ સાથે આ સ્થળો માટે વધુ સારી કનેક્ટિવિટી, હોટેલ, સ્વચ્છ જાહેર સ્થળો, પ્રોફેશનલ ગાઈડ, સુરક્ષા, ડિજિટલ સુવિધા, ગુણવત્તાપૂર્ણ ભોજન અને Last-mile Connectivity જેવી સંપૂર્ણ ઈકોસિસ્ટમ વિકસાવવા પર તેમણએ ભાર મૂક્યો હતો.
ધાર્મિક પ્રવાસન ભારતની મોટી તાકાત
નાયડુએ કહ્યું કે, ધાર્મિક પ્રવાસન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ભારતનું સૌથી મોટું મજબૂત પાસું છે. ભારતને માત્ર Holiday Destination તરીકે રજૂ કરવાના બદલે ધાર્મિક, વન્યજીવ, પ્રાકૃતિક, લક્ઝુરિયસ, હેરિટેજ, મેડિકલ અને વેલનેસ ટુરિઝમ, વેડિંગ્સ ડેસ્ટિનેશન અને બીચ જેવા અલગ અલગ અનુભવો મારફત પ્રમોટ કરવો જોઈએ.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
