KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Sugar Price: ખાંડના વધી રહેલા ભાવ વચ્ચે રાહતના સમાચાર

ખાંડના વધતા ભાવને નિયંત્રણમાં રાખવા અને તહેવારો દરમિયાન બજારમાં પુરવઠો જાળવી રાખવા મહારાષ્ટ્ર સરકારે ખાંડની નવી સિઝન 15 દિવસ વહેલી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. નવી સિઝનનું ઉત્પાદન 15 ઓક્ટોબરથી શરૂ થશે. નિષ્ણાતોના મતે આ નિર્ણયથી ખાંડના ભાવમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ મિલોને રિકવરી રેટ ઘટવાનો પડકાર રહેશે.

KuberaNow
kuberanowPublished On : 10 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
SUGAR
ખાંડની નવી સિઝન વહેલી શરૂAI GENERATED

આસમાને પહોંચેલા ખાંડના ભાવને નિયંત્રણમાં રાખવા અને તહેવારો દરમિયાન સ્થાનિક બજારમાં પુરવઠો જાળવી રાખવા માટે મહારાષ્ટ્ર સરકારે ખાંડની નવી સિઝન વહેલી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ ખાંડનું ઉત્પાદન કરતું રાજ્ય હોવાથી આ નિર્ણયની અસર દેશભરના ખાંડ બજાર પર જોવા મળી શકે છે. મહારાષ્ટ્ર સરકારની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ખાંડની નવી સિઝનનું ઉત્પાદન 15 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. સામાન્ય રીતે રાજ્યમાં ખાંડ મિલો 1 નવેમ્બરથી ઉત્પાદન શરૂ કરતી હોય છે, એટલે આ વખતે સિઝન લગભગ 15 દિવસ વહેલી શરૂ થશે.


ખાંડના ભાવમાં ઘટાડાની શક્યતા

બોમ્બે શુગર મર્ચન્ટ્સ એસોસિએશનના પ્રમુખ અશોક જૈને જણાવ્યું કે મહારાષ્ટ્રની ખાંડ સિઝન વહેલી શરૂ કરવાનો નિર્ણય બજાર ભાવ પર સીધી અસર કરશે. તેમના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ખાંડના ભાવમાં ક્વિન્ટલ દીઠ ₹200થી ₹300 સુધીનો ઘટાડો થઈ શકે છે. હાલમાં વાશી APMC બજારમાં ખાંડ (M-30)ના એક્સ-મિલ ભાવ ક્વિન્ટલ દીઠ ₹4,850થી ₹4,990 વચ્ચે ચાલી રહ્યા છે, જ્યારે હોલસેલ બજારમાં ભાવ ₹4,980થી ₹5,200 વચ્ચે જોવા મળી રહ્યા છે.


મિલોને રિકવરી રેટ ઘટવાનો પડકાર

વહેલી સિઝન શરૂ થવાથી ખાંડ મિલો માટે એક નવો પડકાર ઊભો થઈ શકે છે. શેરડી સંપૂર્ણ પરિપક્વ ન હોવાથી શરૂઆતના સમયમાં ખાંડનો રિકવરી રેટ ઘટવાની શક્યતા છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે મિલોને શરૂઆતમાં 2થી 3 ટકાનો ઘટાડો સહન કરવો પડી શકે છે. સામાન્ય સ્થિતિમાં મિલોને લગભગ 11% સુધીનો રિકવરી રેટ મળે છે, જે શરૂઆતમાં ઘટીને લગભગ 8% સુધી આવી શકે છે.


તહેવારોમાં ગ્રાહકોને રાહતની આશા

નવી સિઝનની ખાંડનો પુરવઠો 25 ઓક્ટોબર સુધીમાં બજારમાં ઉપલબ્ધ થવાની શક્યતા છે. નવરાત્રી અને દશેરાના તહેવારો દરમિયાન ખાંડનો પુરવઠો વધતા ગુજરાત અને મહારાષ્ટ્રના ગ્રાહકોને ₹60 પ્રતિ કિલોથી નીચેના ભાવે ખાંડ મળવાની આશા છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM