1 નવેમ્બરથી 7 મોટા નિયમોમાં ફેરફાર, ITR, LPGથી CNAP સુધી જાણો શું બદલાશે
1 નવેમ્બર 2026થી ITR, LPG, CNAP અને દિલ્હી સંબંધિત કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર થવાના છે.આ ફેરફારો ટેક્સ, વાહન, ફોન કોલ, પેન્શન અને રોજિંદા ખર્ચને અસર કરી શકે છે.

નવેમ્બર મહિનાની શરૂઆત સાથે જ દેશના કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર થવાના છે. 1 નવેમ્બર 2026થી ટેક્સ રિટર્ન, દિલ્હીનું Work From Home, વાહનો માટે PUC, ફોન પર કોલરનું નામ, LPG સિલિન્ડરના ભાવ અને પેન્શનર્સના Life Certificate સાથે જોડાયેલા નિયમોનો સામાન્ય લોકો પર સીધો પ્રભાવ પડી શકે છે.
ITR Tax Auditની ડેડલાઇન 21 નવેમ્બર
Financial Year 2025-26 માટે જે કરદાતાઓ માટે Tax Audit ફરજિયાત છે, તેમના Income Tax Return (ITR) ભરવાની અંતિમ તારીખ વધારીને 21 નવેમ્બર 2026 કરવામાં આવી છે. અગાઉ આ તારીખ 31 ઓક્ટોબર હતી. આ વધારેલી સમયમર્યાદા કંપનીઓ, ફર્મ્સ, વેપારીઓ અને પ્રોફેશનલ્સ સહિત એવા કરદાતાઓ માટે છે જેમના માટે Tax Audit જરૂરી છે. જોકે, આ સમયમર્યાદા તમામ કરદાતાઓ માટે લાગુ પડતી નથી.
દિલ્હીમાં 50% Work From Home અને ‘No PUC, No Fuel’
1 નવેમ્બરથી દિલ્હીમાં સરકારી અને ખાનગી બંને પ્રકારની ઓફિસોમાં 50% Work From Home લાગુ થશે. એટલે કે 50% કર્મચારીઓ ઓફિસમાં અને બાકીના કર્મચારીઓ ઘરેથી કામ કરશે. MCD અને સ્થાનિક સંસ્થાઓની ઓફિસો સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી, જ્યારે દિલ્હી સરકારની ઓફિસો સવારે 10થી સાંજે 6:30 વાગ્યા સુધી ખુલશે. આ સાથે દિલ્હીના પેટ્રોલ પંપ પર માન્ય Pollution Under Control (PUC) Certificate વગર પેટ્રોલ, ડીઝલ અથવા CNG નહીં મળે. વાહનનો નંબર Automatic Number Plate Recognition કેમેરા દ્વારા સ્કેન કરીને PUCની માન્યતા તપાસવામાં આવશે.

જૂના વાહનો પર પ્રતિબંધ અને ફોન પર દેખાશે નામ
1 નવેમ્બર 2026થી 31 જાન્યુઆરી 2027 સુધી NCR અથવા અન્ય રાજ્યોમાં રજિસ્ટર્ડ BS-4થી નીચેના ધોરણવાળા પેટ્રોલ અને ડીઝલ વાહનોને દિલ્હીમાં પ્રવેશ આપવામાં નહીં આવે. દિલ્હીની સરહદો પર આવા વાહનોની તપાસ કરવામાં આવશે. બીજી તરફ, 1 નવેમ્બરથી Calling Name Presentation (CNAP) શરૂ કરવાની જોગવાઈ છે. આ સિસ્ટમ હેઠળ ફોનમાં નંબર સેવ ન હોય તો પણ સ્ક્રીન પર નંબર સાથે SIM કાર્ડ જે વ્યક્તિના નામે છે તેનું નામ દેખાશે.
LPGના ભાવ અને પેન્શનર્સ માટે Life Certificate
તેલ કંપનીઓ સામાન્ય રીતે દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. તેથી 1 નવેમ્બરે ઘરેલુ અને કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. જોકે ભાવ વધશે કે ઘટશે તે સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે. આ ઉપરાંત સરકારી પેન્શન મેળવનારા લોકોને 1 નવેમ્બરથી 30 નવેમ્બર 2026 વચ્ચે Life Certificate જમા કરાવવાનું રહેશે. તે બેંક અથવા આધાર આધારિત ડિજિટલ માધ્યમથી જમા કરી શકાય છે. સમયસર Life Certificate જમા ન કરાવવાથી પેન્શન અટકી શકે છે.
આ પણ વાંચો : PM મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે, બનાસકાંઠાને મળશે ₹407.56 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ
આ પણ જુઓ:
Also Read

ભારતમાં છેલ્લા 12 વર્ષમાં લગભગ 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા

10 મિનિટ ચાર્જ, 120 મિનિટ મ્યુઝિક! Noise-Gaanaના નવા ઈયરબડ્સ લોન્ચ

ખેડૂતો માટે ખુશખબર! PM Kisanનો 24મો હપ્તો જાહેર

PM Kisan Samman Nidhi: 9.34 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં આવશે ₹2,000, આ ભૂલ હશે તો અટકી શકે છે PM Kisanનો 24મો હપ્તો

Amazonના 5 નવા Alexa ડિવાઇસ લોન્ચ, અવાજથી થશે અનેક કામ

રિલાયન્સ જિયો અને ભારતી એરટેલે સપ્ટેમ્બરના અંત સુધીમાં 27 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા

ચીની AIથી સાયબર હુમલાનો નવો ખેલ! નાની NBFCsમાંથી ₹300 કરોડની ઉચાપત





