Petrol Diesel Price: મોંઘવારીનો માર યથાવત, જાણો કેમ હાલ નહીં ઘટે પેટ્રોલ અને ડીઝલના ભાવ
કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીનું મોટું નિવેદન; સામાન્ય જનતાને રાહત આપવા રાજ્ય સરકારો વેટ (VAT) ઘટાડી શકે તેવી આપી સલાહ.

Petrol diesel price today: છઠ પૂજા અને દિવાળી જેવા મોટા તહેવારો દરમિયાન સામાન્ય જનતાને આશા હતી કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે, પરંતુ હાલમાં દેશભરમાં ઇંધણના ભાવ ઉંચા સ્તરે જળવાઈ રહ્યા છે. પટના સહિત દેશના ઘણા મોટા શહેરોમાં પેટ્રોલનો ભાવ હજુ પણ આસમાને છે. પટનામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 113 રૂપિયા ચાલી રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 102.12 રૂપિયા અને ડીઝલ 95.20 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. બીજી તરફ કોલકાતામાં પેટ્રોલ 113.51 રૂપિયા અને ડીઝલ 99.82 રૂપિયા છે. મુંબઈમાં પણ પેટ્રોલનો ભાવ 111.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 97.83 રૂપિયા છે, જ્યારે હૈદરાબાદમાં પેટ્રોલ 116.51 રૂપિયા અને ડીઝલ 104.23 રૂપિયાના ઉંચા સ્તરે છે.
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સીધી રીતે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ પર આધારિત હોય છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 96 ડોલરની આસપાસ ફરી રહ્યો છે. નોંધનીય છે કે ગયા અઠવાડિયે, 8 નવેમ્બર, 2026 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ (બ્રેન્ટ અને WTI ક્રૂડ) ના ભાવમાં એક જ દિવસમાં 3% નો મોટો ઉછાળો આવ્યો હતો. જોકે, રાહતની વાત એ રહી કે આ વધારા છતાં સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે અને તેમાં કોઈ વધારો ઝીંકવામાં આવ્યો નથી.
પરંતુ લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે આખરે ભાવ ક્યારે ઘટશે? આ મુદ્દે ન્યૂઝ એજન્સી ANI ના રિપોર્ટ અનુસાર, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ સોમવારે મોટો ખુલાસો કર્યો છે. ચેન્નાઈના મીનામ્બક્કમ એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે અત્યારે તાત્કાલિક ધોરણે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટે તેવી કોઈ જ શક્યતા નથી. તેમણે જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને પેટ્રોલિયમ પુરવઠામાં ઊભી થયેલી અડચણોને કારણે તેલ કંપનીઓને 42000 કરોડ રૂપિયાનું તોતિંગ નુકસાન સહન કરવું પડ્યું છે. જ્યાં સુધી કંપનીઓ તેમના નુકસાનની ભરપાઈ નહીં કરે ત્યાં સુધી ઇંધણના ભાવ ઘટાડવા મુશ્કેલ છે. મંત્રીએ ઉમેર્યું કે, "અમે પણ ઇચ્છીએ છીએ કે આવતીકાલે જ ભાવ ઘટી જાય, પરંતુ ટેકનિકલી રીતે આ હાલમાં શક્ય નથી."
સામાન્ય જનતાને ભાવ ઘટાડાનો સીધો લાભ કઈ રીતે મળી શકે તે અંગે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, જો રાજ્ય સરકારો ઇચ્છે તો તેઓ પેટ્રોલ અને ડીઝલ પર લાગતો પોતાનો સ્થાનિક કર (VAT) ઘટાડીને જનતાને મોટી રાહત આપી શકે છે. તેમણે પેટ્રોલિયમ પુરવઠામાં ચાલી રહેલી અરાજકતાનો પણ સ્વીકાર કર્યો હતો અને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર આ સમસ્યાને ઉકેલવા અને પુરવઠો થાળે પાડવા માટે જરૂરી તમામ પગલાં લઈ રહી છે.
આ પણ વાંચોઃ Gujarat Gas CNG Price Hike: પ્રતિ કિલો ₹5નો વધારો ઝીંકાયો, પેટ્રોલ-ડીઝલ નજીક પહોંચ્યા ભાવ
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Box Office Collection 2026: ₹12,534 કરોડની કમાણી, ‘રામાયણ’ના જોરે ભારતીય સિનેમા નવા રેકોર્ડની નજીક

Microdrama Apps: ડાઉનલોડમાં OTTને પછાડ્યાં, પણ દર્શકોને ટકાવી રાખવામાં કેમ પાછળ

8th Pay Commission: શું એરિયર્સ એકસાથે મળશે કે હપ્તામાં? જાણો શું કહે છે જૂનો રેકોર્ડ

Ramayanaની Box Office પર ધૂમ: 11 દિવસમાં ₹1,385 કરોડની કમાણી, બીજા રવિવારે પણ દબદબો

વિશ્વ ક્રિકેટમાં જય શાહનો દબદબો, બીજી વખત ICCના ચેરમેન બન્યા

Solar Manufacturing: PLI યોજનાથી ભારતની સોલર મેન્યુફેક્ચરિંગ ક્ષમતા 24 GW વધી

Smartphone Price Hike: Samsung-Xiaomiના 41 વેરિઅન્ટ મોંઘા, દિવાળી બાદ ગ્રાહકોને ઝટકો





