Wholesale inflation : મોંઘવારીનું નવું ટેન્શન! ઓક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવો 12.29%
ઈંધણ-વીજળીના ભાવમાં તેજ ઉછાળાની અસર, WPI ફૂડ ઈન્ડેક્સ 8.58% રહ્યો, જથ્થાબંધ ફુગાવો સપ્ટેમ્બરમાં 11.39% હતો, ઓક્ટોબરમાં WPIમાં 0.90 ટકાનો વધારો, ખાદ્ય મોંઘવારીમાં આંશિક રાહત

ભારતમાં ઓક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવાના દરમાં તીવ્ર ઊછાળો જોવા મળ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સોમવારે જાહેર કરેલા આંકડા મુજબ જથ્થાબંધ ફુગાવા (WPI) આધારિત મોંઘવારી દર ઓક્ટોબરમાં વધીને 12.29 ટકા થઈ ગયો છે, જે સપ્ટેમ્બરમાં 11.39 ટકા હતો. એટલે કે તેમાં 0.9 ટકાનો વધારો જોવા મળ્યો છે. મોંઘવારીમાં આ વૃદ્ધી પાછળ ઈંધણ અને વીજળી, પ્રાથમિક વસ્તુઓ અને ઔદ્યોગિક ઉત્પાદનોના ભાવમાં વધારો મુખ્ય કારણ રહ્યા. ઓક્ટોબરમાં બધી વસ્તુઓના હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ વધીને 113.3ના સ્તરે પહોંચી ગયા જ્યારે સપ્ટેમ્બરમાં તે 112.5ના સ્તરે હતા.
ઈંધણ અને વીજળીના ભાવમાં સૌથી વધુ ઉછાળો
ઓક્ટોબરમાં ઈંધણ અને વીજળી શ્રેણીના મોંઘવારી દરમાં તિવ્ર વૃદ્ધિ જોવા મળી. તે સપ્ટેમ્બરના 25.85 ટકાથી વધીને ઓક્ટોબરમાં32.84 ટકા થઈ ગયા.બીજીબાજુ, પ્રાથમિક વસ્તુઓના મોંઘવારી દર પણ સપ્ટેમ્બરના 8.67 ટકાથી વધીને ઓક્ટોબરમાં 9.24 ટકા નોધાયા હતા. જોકે, મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનોના મોંઘવારી દરમાં સામાન્ય રાહત મળી છે. તે સપ્ટેમ્બરના 9.76 ટકાથી ઘટીને ઓક્ટોબરમાં 9.54 ટકા પર આવી ગયા હતા. ઓક્ટોબરમાં પ્રાઈમરી આર્ટિકલ્સ, ઈંધણ અને પાવર તથા મેન્યુફેક્ચર્ડ ઉત્પાદનો માટેના ઈન્ડાઈસીસ અનુક્રમે 120.6, 115.7 અને 110.2ના સ્તરે રહ્યા હતા.
સરકારના જણાવ્યા મુજબ ખનીજ ઓઈલ, ક્રૂડ પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ, વીજળી, ખાદ્ય પદાર્થ, બેઝિક મેટલ્સ, રસાયણ અને રાસાયણિક ઉત્પાદનો, ખાદ્ય ઉત્પાદનો, બિન ખાદ્ય વસ્તુઓ, કપડાં તથા રબર અને પ્લાસ્ટિક ઉત્પાદનોના ભાવોએ જથ્થાબંધ મોંઘવારી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ખાદ્ય મોંઘવારીમાં આંશિક રાહત
ઓક્ટોબરમાં ખાદ્ય વસ્તુઓના મોંઘવારી દરમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. WPI ફૂડ ઈન્ડેક્સ આધારિત મોંઘવારી સપ્ટેમ્બરમાં 8.66 ટકાથી ઘટીને ઓક્ટોબરમાં 8.58 ટકા પર આવી ગઈ. ફૂડ ઈન્ડેક્સમાં પ્રાથમિક વસ્તુઓની ખાદ્ય શ્રેણી અને મેન્યુફેક્ચર્ડ ફૂડ પ્રોડક્ટ્સનો સમવેશ કરાય છે. આ ફૂડ ઈન્ડેક્સ WPIમાં 25 ટકા વેઈટેજ ધરાવે છે.
એપ્રિલથી ઓક્ટોબર સુધી જથ્થાબંધ મોંઘવારી 10.14 ટકા
નાણાકીય વર્ષ 2026-27માં એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન બધી વસ્તુઓનો સંયુક્ત જથ્થાબંધ મોંઘવારી દર 10.14 ટકા રહ્યો. આ સમયમાં વિવિધ શ્રેણીઓનો સંયુક્ત મોંઘવારી દર પ્રાથમિક વસ્તુઓમાં 7.15 ટકા, ઈંધણ અને વીજળીમાં 26.37 ટકા, મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનોમાં 8.37 ટકા રહ્યો છે. તેનાથી સ્પષ્ટ છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ઈંધણ અને વીજળીના ભાવમાં વૃદ્ધિ જથ્થાબંધ મોંઘવારી માટે સૌથી મોટું દબાણ બની છે. ઓગસ્ટ 2026 માટે અંતિમ WPI મોંઘવારી દર 9.92 ટકા પર રહ્યો, જેમાં કોઈ ફેરફાર થયો નથી. એ જ રીતે ફાઈનલ ઈન્ડેક્સમાં પણ 110.8 ટકાના સ્તરે સ્થિર રહ્યો છે. ઓક્ટોબરમાં પ્રોવિઝનલ WPIના આંકડા 81.1 ટકા વેઈટેજ પ્રતિક્રિયા દરના આધારે તૈયાર કરાયા છે.
ઓક્ટોબરમાં આઉટપુટ PPIમાં પણ વધારો
સરકારે ઓક્ટોબર માટે પ્રોવિઝનલ આઉટપૂટ પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના આંકડા પણ જાહેર કર્યા છે. આ આંકડા મુજબ બધી વસ્તુઓનું આઉટપુટ PPI સપ્ટેમ્બરના 112.5થી વધીને ઓક્ટોબરમાં 113.3 થઈ ગયું. ઓક્ટોબરમાં વિવિધ ક્ષેત્રોના આઉટપુટમાં કૃષિ, ફોરેસ્ટ્રી અને ફિશિંગ 119.1માં 119.1, માઈનિંગ અને ક્વોરીમાં 130.7, મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સમાં 111.7 અને વીજળીમાં 96.5ના સ્તરે રહ્યા. ઓગસ્ટ માટે અંતિમ આઉટપુટ PPI સુધારીને 110.7 કરાયું છે, જે પ્રોવિઝનલ અંદાજમાં 110.8 કરાયું હતું.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Budget 2027: બજેટની તૈયારીઓ તેજ, નાણામંત્રીએ અર્થશાસ્ત્રીઓ સાથે કરી પ્રથમ બેઠક

Real Estate Investment: ભારતમાં રોકાણ 39% વધ્યું, ઑફિસ પ્રોપર્ટીનો 37% હિસ્સો

India-Egypt Trade: ભારત-ઇજિપ્ત વચ્ચે 12 અબજ ડૉલરના વેપારનું લક્ષ્ય, નવા વેપાર કરારની તૈયારી

RBI 6-Hour Rule: સાયબર હુમલાની 6 કલાકમાં જાણ કરવી ફરજિયાત, પેમેન્ટ કંપનીઓ માટે શું બદલાયું

India-US Trade Deal: ભારતીય સામાનને અમેરિકામાં મળશે મોટી રાહત? પિયુષ ગોયલે આપ્યો મોટો સંકેત

ગ્લોબલ સ્લોડાઉન વચ્ચે ભારતનો ડંકો: 2027 માં GDP ગ્રોથ 7.2% રહેવાનો અંદાજ

India Jewellery Exports October 2026 : ભારતીય જ્વેલરીની વિદેશમાં ધૂમ! ઓક્ટોબરમાં નિકાસ 34% વધી, ₹27,862 કરોડને પાર





