KuberaNowLogo
Monday, 16/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Crude Oil Price: સપ્લાય વધવાની આશા, બ્રેન્ટ $95.53 અને WTI $88.52

IEAના અંદાજ મુજબ ચોથા ક્વાર્ટરમાં વૈશ્વિક ઓઈલ સપ્લાય માગ કરતાં 17 લાખ બેરલ પ્રતિ દિવસ વધુ રહી શકે છે, પશ્ચિમ એશિયામાંથી નિકાસમાં સુધારો અને ઈમરજન્સી રિઝર્વમાંથી 7.1 કરોડ બેરલ ઓઈલ આવવાની આશાએ ભાવ પર દબાણ.

kuberanow deskPublished On : 16 Nov 2026
Crude Oil16
AI Generated Image

આંતરરાષ્ટ્રીય બજારમાં સોમવારે 16 નવેમ્બરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. પશ્ચિમ એશિયાથી ઓઈલના પૂરવઠામાં સુધારો અને વૈશ્વિક બજારમાં વધારાના પૂરવઠાની સંભાવનાથી ભાવ પર દબાણ બનેલું છે. હોર્મુઝની ખાડીના માર્ગે ઓઈલનું પરિવહન યુદ્ધ અગાઉના સ્તર નજીક પહોંચી ગયું છે. આ સિવાય અમેરિકાએ તેના ઘરેલુ બંદરો વચ્ચે ઓઈલ અને ઈંધણનું પરિવહન સરળ બનાવવા માટે પણ પગલાં લીધા છે.


આંતરરાષ્ટ્રીય બજાર Comex પર બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.31 ડોલર એટલે કે 0.32 ટકા ઘટીને પ્રતિ બેરલ 95.530 ડોલરના સ્તરે આવી ગયો હતો. બીજીબાજુ અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ 0.04 ડોલર એટલે કે 0.05 ટકા ઘટીને 88.520 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. આ પહેલાં શુક્રવારે પણ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. અમેરિકા અને ઈઝરાયેલનું ઈરાન સામેનું યુદ્ધ નવમા મહિનામાં પહોંચી ગયું છે ત્યારે પશ્ચિમ એશિયામાં હવે ભૂ-રાજકીય જોખણ ઓછું થવાના સંકેતોની અસર બજાર પર પડી છે. ગયા સપ્તાહે બ્રેન્ટ અને WTIના ભાવમાં અનુક્રમે 16 ટકા અને 13 ટકાનો ઘટાડો આવ્યો હતો.


ચોથા ક્વાર્ટરમાં પૂરવઠો વધવાની સંભાવના

આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA)એ શુક્રવારે કહ્યું હતું કે, આ વર્ષના ચોથા ક્વાર્ટરમાં વૈશ્વિક ઓઈલ બજારમાં ફરીથી વધારાના પૂરવઠાની સ્થિતિ સર્જાઈ શકે છે. જહાજો પર હુમલા ચાલુ રહેવા છતાં પશ્ચિમ એશિયામાંથી ઓઈલ નિકાસમાં વૈશ્વિક માગની સરખામણીમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. એજન્સીનું માનવું છે કે ચોથા ક્વાર્ટરમાં વૈશ્વિક ઓઈલ પૂરવઠો સરેરાશ 10.5 કરોડ બેરલ પ્રતિ દિવસ રહી શકે છે. આ અંદાજિત માગથી લગભગ 17 લાખ બેરલ પ્રતિ દિવસ વધુ હશે. આ પહેલા IEAએ આ સમયમાં માગની સરખામણીમાં પૂરવઠો ઓછો રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.


અમેરિકા અને ઈરાન વય્યે યુદ્ધ શરૂ થયા પછી પહેલી વખત વેપારીઓ સતત પૂરવઠાની અછતના બદલે વધારે પૂરવઠાની સંભાવના પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. બજારની ધારણામાં આવેલું આ પરિવર્તન ક્રૂડ ઓઈલના ભાવ પર દબાણ નાંખી રહ્યું છે. IEAના સભ્ય દેશોએ ઈમરજન્સી ઓઈલ ભંડારમાંથી વધારાના પૂરવઠાની યોજના અંગે પણ માહિતી આપી છે. એજન્સી મુજબ માર્ચમાં વિક્રમી ઓઈલ ભંડાર જાહેર કરવાની યોજના હેઠળ ફેબ્રુઆરીના અંત સુધીમાં 7.1 કરોડ બેરલ ઓઈલ ઉપલબ્ધ કરાવાશે. તેમાં બજારમાં પૂરવઠાની અછત દૂર કરવા માટે 1.5 કરોડ બેરલ ડીઝલનો પણ સમાવેશ થાય છે.


અમેરિકાના નિર્ણયે પણ ભાવ પર દબાણ વધાર્યું

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયે પણ ક્રૂડ ઓઈલના ભાવ પર દબાણ વધાર્યું છે. વ્હાઈટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું કે ટ્રમ્પે જોન્સ એક્ટથી મળનારી અસ્થાયી છૂટને 90 દિવસ માટે વધારી દીધી છે. આ કાયદા હેઠળ અમેરિકાના ઘરેલુ બંદરો વચ્ચે માલ પરિવહન માટે અમેરિકન ધ્વજવાળા જહાજોનો ઉપયોગ જરૂરી હોય છે. છૂટ વધારવામાં આવતા વિદેશી ધ્વજવાળા જહાજ પણ અમેરિકન બંદરો વચ્ચે ક્રૂડ ઓઈલ, પેટ્રોલ અને ડીઝલ જેવા ઈંધણનું પરિવહન કરી શકશે. આ નિર્ણયથી ઓઈલ પરિવહન માટે ઉપલબ્ધ ટેન્કરોની સંખ્યા વધી શકે છે અને ઘરેલુ બજારમાં ઈંધણનું પરિવહન સરળ થઈ શકે છે.


હોર્મુઝમાં જહાજોનું પરિવહન હજુ પણ મોટો પડકાર

જોકે, ઓઈલના પૂરવઠામાં સુધારા છતાં સમુદ્રી પરિવહનનો ખર્ચ ઊંચો રહ્યો છે. ટિમ વાટરર મુજબ જહાજોના પરિવહન દર વધુ હોવાથી ક્રૂડ ઓઈલના ભાવને એક સ્તર પર ટેકો મળી રહ્યો છે. હોર્મુઝની ખાડીથી પસાર થનારા ઓઈલ ટેન્કરોને હજુ પણ સુરક્ષા સંબંધિ જોખમોનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય આ સમુદ્રી માર્ગથી ઓઈલ અન્ય જહાજો સુધી પહોંચાડવામાં મોટી સંખ્યામાં ટેન્કર લાગેલા છે. તેનાથી અન્ય માર્ગો માટે જહાજોની ઉપલબ્ધતા અસરગ્રસ્ત થઈ છે અને માલ પરિવહનના દર ઊંચા રહ્યા છે. આ વચ્ચે રવિવારે રાતે ઈરાનના સરકારી મીડિયાએ નેવીને ટાંકીને કહ્યું કે હોર્મુઝની ખાડીના પૂર્વમાં એક ઓઈલ ટેન્કર સમુદ્રી બારુદી સુરંગની ઝપેટમાં આવ્યા પછી આગ લાગવાની ઘટનાનો શિકાર થયું છે. જોકે, આ દાવાની સ્વતંત્રરૂપે પુષ્ટી થઈ શકી નથી.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

EXPERT SPEAKS RANISHA DR.jpeg

Expert Speaks : સોનાની ચમક ફીકી, ફોર્સ્ડ સેલિંગ, મોંઘવારી અને ફેડના સંકેતોથી ભાવમાં તીવ્ર ઘટાડો

Gold Hallmark Scam Alert

Hallmarked Gold Scam: હોલમાર્ક છતાં સોનાની શુદ્ધતાની નથી ગેરંટી, CAG રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

gold price drops below 3900 fed rate hike expectations December

Gold price drop: સોનાના ભાવમાં મોટો કડાકો, $3,900 ની નીચે સરક્યું, જાણો શું છે મોટું કારણ?

gold silver price today 16 november 2026 rates

Gold Silver Rate Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો 24K, 22K અને 18K સોનાના લેટેસ્ટ રેટ

cottonseed oilcake prices surge giving relief to ginners

કપાસિયા ખોળમાં તેજી: દોઢ મહિનામાં રોકાણકારોને 20% થી વધુ વળતર, જિનરોને મોટો ટેકો

gold silver rate

10 દિવસમાં સોનું ₹8660 અને ચાંદી ₹15000 તૂટ્યા: જાણો તમારા શહેરમાં આજે શું છે લેટેસ્ટ ભાવ

Groundnut Oil Price Hits Record High in Gujarat Market

તેલિયા રાજાઓ બેફામ: મગફળીનું મબલખ ઉત્પાદન હોવા છતાં સિંગતેલનો ડબ્બો ₹3,110ની ઐતિહાસિક ટોચે

Gold Importt

Gold Import : સોનાની આયાતમાં 62.57%નો કડાકો, છતાં દિવાળીમાં ખરીદી ત્રણ ગણી