KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

'દૃશ્યમ: ધ કન્કલૂઝન'માં ફરી ગૂંચવાશે વિજય સાલગાંવકરનો કેસ, જાણો સ્ટારકાસ્ટની અંદાજિત ફી

દિગ્દર્શક અભિષેક પાઠકનાં નિર્દેશનમાં બનેલી ફેમસ ફ્રેન્ચાઈઝી પોતાની ત્રીજી અને છેલ્લી સિરીઝ સાથે મોટા પડદે ધમાકો કરવા તૈયાર છે.

KuberaNow
desk@kuberanowPublished On : 1 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Film
Starcast's FeeAI Generated Image

બોલિવૂડ અભિનેતા અજય દેવગનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'દૃશ્યમ: ધ કન્કલૂઝન'ને લઈ દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિગ્દર્શક અભિષેક પાઠકનાં નિર્દેશનમાં બનેલી ફેમસ ફ્રેન્ચાઈઝી પોતાની ત્રીજી અને છેલ્લી સિરીઝ સાથે મોટા પડદે ધમાકો કરવા તૈયાર છે.


2 ઓક્ટોબર 2026નાં રોજ હિન્દી વર્ઝનમાં રિલીઝ થનારી 'દૃશ્યમ: ધ કન્કલૂઝન’માં અજય દેવગન ફરી એકવાર પોતાના આઇકોનિક પાત્ર ‘વિજય સાલગાંવકર’ તરીકે કમબેક કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અને ચર્ચાઓ મુજબ, આ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ માટે અજય દેવગને આશરે ₹18 કરોડથી ₹22 કરોડની ફી લીધી છે. આ વચ્ચે ફિલ્મના અન્ય કલાકારોને કેટલી ફી મળી છે તે અંગે મળતી માહિતી મુજબ ફિલ્મમાં અજય દેવગનની પત્ની નંદિની સાલગાંવકરનું પાત્ર ભજવતી શ્રિયા સરન ફરી પોતાના જૂના અંદાજમાં જોવા મળશે. ફ્રેન્ચાઇઝીની અગાઉની બંને ફિલ્મોમાં કામ કરી ચૂકેલી શ્રિયાને ત્રીજા ભાગ માટે આશરે ₹1 કરોડથી ₹1.5 કરોડની ફી આપવામાં આવી છે.


Film


કડક પોલીસ અધિકારી મીરા દેશમુખના પાત્રથી દર્શકોની પ્રશંસા મેળવનારી તબ્બુ પણ આ થ્રિલરમાં કમબેક કરી રહ્યાં છે. માહિતી મુજબ, અભિનેત્રી તબ્બુને આ ભૂમિકા માટે ₹2.5 કરોડથી ₹3.5 કરોડની ફી મળી છે. વિજય સાલગાંવકરની મોટી પુત્રી અંજુ સાલગાંવકરની ભૂમિકામાં ઈશિતા દત્તા જોવા મળશે. તેને ફિલ્મ માટે આશરે ₹50 લાખથી ₹80 લાખની ફી આપવામાં આવી છે. મીરા દેશમુખના પતિ મહેશ દેશમુખનું પાત્ર ભજવતા રજત કપૂર પણ 'દૃશ્યમ: ધ કન્કલૂઝન’નો મહત્વનો ભાગ છે. તેને આ પ્રોજેક્ટ માટે ₹40 લાખથી ₹70 લાખની ફી અપાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.


આ વખતે ફિલ્મની સ્ટારકાસ્ટમાં કેટલાક નવા અને દિગ્ગજ કલાકારો પણ જોડાયા છે. પ્રકાશ રાજ ફિલ્મમાં ‘ઇન્દ્રજિત શેટ્ટી’ના પાત્રમાં જોવા મળશે, જ્યારે જયદીપ અહલાવત ‘રાજવીર સિંહ તોમર’ની ભૂમિકા ભજવશે. જોકે, પ્રકાશ રાજ અને જયદીપ અહલાવતને ફિલ્મ માટે કેટલી ફી આપવામાં આવી છે તેની ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી.


આ પણ વાંચો: ‘હનુમાન અંશ’નો ચમત્કાર: રૂ. 40.13 કરોડની કમાણી સાથે 2026ની કમબેક સ્ટોરીમાંની એક બની



અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM