Jio Platforms IPO Listing: દિવસ દરમિયાન NSE પર 1,424ની નવી હાઈ બનાવી
Jio Platformsના શેર આજે બુધવાર 28 ઓક્ટોબરના NSE અને BSE પર IPO માટે શેર દીઠ ₹1,119ની કિંમત સામે 21% પ્રીમિયમ પર ₹1358 લિસ્ટ થયો છે. 21 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર 2026 સુધીના ત્રણ દિવસના બિડિંગ સમયગાળા દરમિયાન IPOને કુલ મળીને 22.19 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. ₹30,187.65 કરોડના આ IPO માટે શેર દીઠ ₹1,119ની કિંમત નક્કી કરવામાં આવી હતી. રોકાણકારો હવે Jio Platformsના શેરના ભાવ, લિસ્ટિંગ પછીનું પ્રદર્શન અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ પર દિવસભર નજર રાખશે.

Jio Platformsના શેર આજે બુધવાર 28 ઓક્ટોબરના રોજ NSE અને BSE પર શેરબજારમાં 21.36% પ્રીમિયમ સાથે લિસ્ટ થયો છે, જ્યારે આશ્ચર્યની વાત એ છે કે 2008માં 11મી ફેબ્રુઆરીના રોજ રિલાયન્સ પાવર પણ 21.74 ટકા પ્રીમિયમે લિસ્ટ થયો હતો. Jio Platformsનો શેર 28મી ઓક્ટોબરના રોજ 21.36 ટકા પ્રીમિયમે લિસ્ટ થયો 21 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર 2026 સુધીના ત્રણ દિવસના બિડિંગ સમયગાળા દરમિયાન IPOને કુલ મળીને 22.19 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. ₹30,187.65 કરોડના આ IPO માટે શેર દીઠ ₹1,119ની કિંમત નક્કી કરવામાં આવી હતી. BSE પર IPO માટે શેર દીઠ ₹1,119ની કિંમત સામે ₹1358 લિસ્ટ થયો છે.
Jio Platformsએ લિસ્ટિંગ બાદ NSE પર 1,424ની હાઈ બનાવી
રોકાણકારો હવે Jio Platformsના શેરના ભાવ, લિસ્ટિંગ પછીનું પ્રદર્શન અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ પર દિવસભર નજર રાખશે. Jio Platformsએ લિસ્ટિંગ બાદ NSE પર ₹66 વધારા સાથે ₹1,423.90ની નવી હાઈ બનાવી છે.
Jio Platforms લિસ્ટિંગ બાદ માર્કેટ કેપની રીતે RIL પછીની સૌથી મોટી કંપની બની
લિસ્ટિંગ થતાં જ Jio માર્કેટ કેપિટલાઇઝેશન ₹12.5 લાખ કરોડ થયું, જે તેને ભારતની બીજી સૌથી મૂલ્યવાન કંપની અને દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની છે. BSE પર શરૂઆતી કારોબાર દરમિયાન કંપનીનું બજાર મૂલ્ય (Market Capitalisation) ₹12,50,586.39 કરોડ હતું. સ્થાનિક બજાર મૂલ્યની રેન્કિંગમાં 'જિયો પ્લેટફોર્મ્સ' (Jio Platforms) માત્ર 'રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ' (Reliance Industries) થી પાછળ છે. RILનું બજાર મૂલ્ય ₹15,89,937.97 કરોડ છે.
Jio Platforms ભારતી એરટેલને પાછળ છોડી
માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ Jioએ ટેલિકોમ સેક્ટરની ટોચની અગ્રણી કંપની ભારતી એરટેલને ₹11.66 લાખ કરોડ સાથે પાછળ છોડી દીધી છે. જ્યારે વોડાફોન આઈડિયાની માર્કેટ કેપ ₹1.30 લાખ કરોડ છે.
$100 અબજનું મૂલ્યાંકન વટાવનારી વિશ્વની ચોથી કંપની
Jio Platforms IPO સમયે $100 અબજનું મૂલ્યાંકન વટાવનારી વિશ્વની ચોથી એવી કંપની બની છે, જેનું સંચાલન તેના સ્થાપકો દ્વારા કરવામાં આવે છે. મેટા, અલીબાબા અને સ્પેસએક્સ પછી, જિઓ પ્લેટફોર્મ્સ (Jio Platforms) વૈશ્વિક સ્તરે સ્થાપક દ્વારા સંચાલિત ચોથી એવી કંપની બની ગઈ છે, જેનું મૂલ્યાંકન તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO) સમયે $100 અબજથી વધુ આંકવામાં આવ્યું છે. તેનું ₹30213 કરોડનું IPO, ઇશ્યૂના કદની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું IPO છે.

Jio Platformsમાં ચાલતું જબરદસ્ત ટ્રેડિંગ
Jio Platformsના લિસ્ટિંગ બાદ અત્યારે માર્કેટમાં 10,27,00,016 એટલે કે 92.74% ખરીદદારો છે, જ્યારે 80,48,841 એટલે કે 7.29% વેચનારાઓ છે.
આ IPOને ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો હતો, જેમની શ્રેણીમાં 70.55 ગણું સબસ્ક્રિપ્શન આવ્યું હતું, જ્યારે નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NIIs)ની શ્રેણીમાં 14 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. રિટેલ રોકાણકારોએ તેમના હિસ્સા માટે 2.72 ગણું સબસ્ક્રિપ્શન નોંધાવ્યું હતું. ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હોવાથી રોકાણકારોનો પ્રતિસાદ કેવો રહે છે તે જાણવા માટે બજારના રોકાણકારો, શેરહોલ્ડરો સહિત વૈશ્વિક બજારોની પણ આ શેરના લિસ્ટિંગ પર નજર રહેશે.
આ પણ વાંચો: Jio Platforms Listing: પ્રીમિયમે લિસ્ટ થવાની પ્રબળ સંભાવના, લાંબા ગાળા માટે ઉજળી તક
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Upcoming IPO: GAIL Gasના IPOને બોર્ડની મંજૂરી, 25% સુધી હિસ્સો વેચવાની તૈયારી

IPO Update | 30 October 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

સપ્ટે.ના કુલ મૂડી એકત્રીકરણમાં ડેટનો બે તૃતીયાંશ હિસ્સો; પબ્લિક બોન્ડ ઇશ્યૂ માત્ર ₹1,287 કરોડના

મેઇનબોર્ડ IPOનું સરેરાશ લિસ્ટિંગ રિટર્ન ઓગસ્ટના 28.5%થી ઘટીને સપ્ટે.માં 9.9% થયું

રાજકોટની પેકેજિંગ કંપની Antala Industriesના IPOમાં QIB હિસ્સો બે કલાકમાં 50 ગણાથી વધુ ભરાયો

IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

Jio Platformsની એન્ટ્રી સાથે NSE પર Reliance ગ્રૂપની 12મી કંપની બની





