KuberaNowLogo
Thursday, 17/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

69 દેશોમાં નિકાસ કરતી Prasol Chemicals લાવશે ₹500 કરોડનો IPO

33 વર્ષથી સ્પેશિયાલિટી કેમિકલ્સ ક્ષેત્રમાં કાર્યરત Prasol Chemicalsનો IPO 8 સપ્ટેમ્બરે ખુલશે. કંપની 150થી વધુ પ્રોડક્ટ્સ બનાવે છે અને 1,600થી વધુ ગ્રાહકોને સેવા આપે છે.

KuberaNow
kuberanowPublished On : 7 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
prasol ipo

સ્પેશિયાલિટી કેમિકલ્સ ક્ષેત્રની Prasol Chemicals Limited હવે શેરબજારમાં પ્રવેશવાની તૈયારીમાં છે. કંપનીનો ₹500 કરોડનો IPO 8 સપ્ટેમ્બરથી ખુલશે અને 10 સપ્ટેમ્બર સુધી રોકાણકારો અરજી કરી શકશે. IPOમાં પ્રતિ શેર ₹643થી ₹676નો પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે.


22 શેરનો એક લોટ

રોકાણકારોએ ઓછામાં ઓછા 22 શેર માટે અરજી કરવી પડશે. ₹676ના અપર પ્રાઇસ બેન્ડ મુજબ એક લોટ માટે ₹14,872નું રોકાણ કરવું પડશે.


IPOમાંથી કંપનીને ₹80 કરોડ મળશે

કુલ ₹500 કરોડના IPOમાં ₹80 કરોડનો ફ્રેશ ઇશ્યૂ રહેશે, જ્યારે ₹420 કરોડની ઓફર ફોર સેલ રહેશે. ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી રકમનો ઉપયોગ કંપની કેટલીક લોન અને ઉધારની ચુકવણી તથા સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે કરવાની યોજના ધરાવે છે.


150થી વધુ કેમિકલ્સ બનાવે છે કંપની

1992માં શરૂ થયેલી Prasol Chemicalsને આ ક્ષેત્રમાં 33 વર્ષથી વધુનો અનુભવ છે. કંપની એસિટોન અને ફોસ્ફરસ આધારિત કેમિકલ્સ સહિત 150થી વધુ સ્પેશિયાલિટી કેમિકલ્સનું ઉત્પાદન કરે છે. તેની પ્રોડક્ટ્સનો ઉપયોગ પેઇન્ટ, ઇન્ક, કન્સ્ટ્રક્શન, એડહેસિવ, ફાર્મા, એગ્રોકેમિકલ્સ, લ્યુબ્રિકન્ટ્સ તેમજ હોમ અને પર્સનલ કેર જેવા ક્ષેત્રોમાં થાય છે.


1,600થી વધુ ગ્રાહકો

15 જુલાઈ 2026 સુધી કંપનીના 1,600થી વધુ ગ્રાહકો હતા. કંપની માત્ર ભારતીય બજારમાં જ નહીં પરંતુ 69 દેશોમાં પોતાની પ્રોડક્ટ્સની નિકાસ પણ કરે છે. આથી કંપનીની આવક અને બિઝનેસ માત્ર એક જ ઉદ્યોગ કે એક જ બજાર પર આધારિત નથી.


મેઇનબોર્ડ પર થશે લિસ્ટિંગ

Prasol Chemicalsના શેર BSE અને NSEના મેઇનબોર્ડ પર લિસ્ટ કરવાની યોજના છે. DAM Capital IPOનો બુક રનિંગ લીડ મેનેજર છે અને KFin Technologies રજિસ્ટ્રાર તરીકે કામ કરશે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Crash Stock: આ 7 શેર ઓલ ટાઈમ હાઈથી 50%થી વધુ નીચેની સપાટીએ
  2. બજારે ઘટાડો અટકાવ્યો, વૈશ્વિક પડકારો વચ્ચે બજાર 333 પોઇન્ટ વધીને બંધ આવ્યુ
  3. Prasol Chemicals 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટ થયા પછી ઇશ્યૂ પ્રાઇસ જોડે બંધ આવ્યો
  4. ચીનમાં પેટન્ટની મંજૂરી મળતા ગોદાવરી બાયોરિફાઇનરીઝનો શેર 13 ટકાથી વધુ વધ્યો

Economy

See more
  1. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Gold Silver Outlook : સોના-ચાંદી આ સપ્તાહે ભારે દબાણ હેઠળ રહેવાની સંભાવના
  2. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ
  3. UPI MDR શું છે? હવે UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે? જાણો સંપૂર્ણ માહિતી
  4. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM