KuberaNowLogo
Saturday, 14/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ખાંડ મિલોની મનમાની પર લાગશે લગામ: કેન્દ્ર સરકારે જાહેર કર્યા સ્ટોક અને વેચાણના કડક નિયમો

માસિક સ્ટોક મર્યાદાનું ઉલ્લંઘન કરનાર મિલો સામે કેન્દ્ર સરકારની કડક કાર્યવાહી; વારંવાર નિયમો તોડવા પર નિકાસ ક્વોટા પર પણ લાગી શકે છે કાપ.

desk@kuberanowPublished On : 14 Nov 2026
Govt Tightens Sugar Mill Stock Limit Rules Quota Cut Alert
AI

Sugar Industry: ખાંડ મિલો દ્વારા માસિક સ્ટોક મર્યાદા અને સ્થાનિક વેચાણ ક્વોટાનું વારંવાર થતું ઉલ્લંઘન અટકાવવા માટે કેન્દ્ર સરકારે હવે કડક વલણ અપનાવ્યું છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ (DFPD) હેઠળ આવતા ખાંડ અને વનસ્પતિ તેલ નિયામકે 13 નવેમ્બર, 2026 ના રોજ એક નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ નવા આદેશ મુજબ, જો કોઈ ખાંડ મિલ સરકાર દ્વારા નિર્ધારિત સ્ટોક મર્યાદા કરતાં વધુ ખાંડ વેચશે અથવા મોકલશે, તો તેનો આ વધારાનો વેચાણ સ્ટોક આગામી મહિનાના સ્થાનિક રિલીઝ ક્વોટામાંથી કાપી લેવામાં આવશે. આ અંગેનો સત્તાવાર પત્ર તમામ ખાંડ મિલોના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEO) અને મેનેજિંગ ડિરેક્ટરોને મોકલી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ નવો આદેશ 28 માર્ચ, 2025 ના રોજ જારી કરાયેલા અગાઉના પત્રનું સ્થાન લેશે.


ડેટા વિશ્લેષણમાં ખુલી પોલ

સરકારી વિભાગ દ્વારા નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ (NSWS) પોર્ટલ પર P-II ફોર્મ દ્વારા મિલોએ ભરેલી માહિતી અને GSTN પોર્ટલ પરથી API દ્વારા મેળવેલા વેચાણના આંકડાઓનું ઊંડું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ ચકાસણીમાં બહાર આવ્યું કે કેટલાક ખાંડ જૂથો અને અમુક વ્યક્તિગત મિલો અગાઉની ચેતવણીઓ અને સ્થાનિક રિલીઝ ક્વોટામાં થયેલા ઘટાડા છતાં વારંવાર સરકારની નિર્ધારિત સ્ટોક મર્યાદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહી છે. આવા કિસ્સાઓ ડામવા માટે સરકારે નક્કી કર્યું છે કે જો કોઈ મિલ એક મહિનામાં તેને ફાળવેલ રિલીઝ ક્વોટા કરતાં વધુ ખાંડનું વેચાણ કરશે, તો તે વધારાનો જથ્થો તેના આગામી મહિનાના ક્વોટામાંથી બાદ થશે. જો આગામી મહિનાનો ક્વોટા ઓછો હોય અને પૂરી રકમ બાદ ન થઈ શકે, તો જ્યાં સુધી સંપૂર્ણ વધારાનો જથ્થો સરભર ન થાય ત્યાં સુધી આવનારા મહિનાઓમાં પણ આ કાપ ચાલુ રહેશે.


સંયુક્ત ટીમ કરશે ભૌતિક ચકાસણી

આ મામલે માત્ર કાગળ પરની કાર્યવાહી પૂરતી સીમિત ન રહેતા, સરકારે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોની સંયુક્ત ટીમો ખાંડ મિલોના ગોડાઉનની રૂબરૂ (ભૌતિક) ચકાસણી કરશે. જો કોઈ મિલ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરતી પકડાશે, તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં, આવી ડિફોલ્ટર મિલોને કોઈપણ સંજોગોમાં વધારાનો ક્વોટા ફાળવવામાં આવશે નહીં. જો સંબંધિત શેરડી કમિશનર કે રાજ્ય સરકાર તેમની ભલામણ કરશે, તો પણ આવી મિલો વધારાના ક્વોટા માટે અપાત્ર જ ગણાશે.


ત્રણ વાર ભૂલ કરી તો સરકારી યોજનાઓથી વંચિત

જો કોઈ ખાંડ મિલ એક જ વર્ષમાં બેથી વધુ વખત માસિક સ્ટોક મર્યાદાનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે આકરી દંડાત્મક જોગવાઈઓ લાગુ પડશે. આવી મિલોને ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગની કોઈપણ સરકારી યોજનાનો લાભ મળશે નહીં. જેમાં નિકાસ ક્વોટા અને પ્રોત્સાહન યોજનાઓનો પણ સમાવેશ થાય છે. આ પ્રતિબંધ ત્રીજા ઉલ્લંઘનના મહિનાથી તરત જ અમલમાં આવી જશે. ઉદાહરણ તરીકે, જો 1 ડિસેમ્બર, 2026 ના રોજ નિકાસ ક્વોટાની સૂચના બહાર પડે, તો 1 ડિસેમ્બર, 2025 થી 30 નવેમ્બર, 2026 સુધીના પાછલા એક વર્ષના ઉલ્લંઘનો ધ્યાનમાં લેવાશે. જો આ ગાળામાં મિલે ત્રણ વાર નિયમ તોડ્યો હશે, તો તે નિકાસ ક્વોટા મેળવવા માટે ગેરલાયક ઠરશે.


રાજ્ય સરકારોને પણ કડક પગલાં લેવા સૂચના

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને પણ સલાહ આપી છે કે વારંવાર નિયમ ભંગ કરતી મિલો સામે તેઓ પણ પોતાના સ્તરે પગલાં લે. જેમાં આવી મિલોને નવું ક્રશિંગ (પીલાણ) લાઇસન્સ ન આપવું, મિલના કાર્યક્ષેત્ર હેઠળ આવતો શેરડીના ખેતરોનો વિસ્તાર ઘટાડી દેવો, અથવા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 હેઠળ અન્ય કાર્યવાહીનો સમાવેશ થાય છે. સતત ઉલ્લંઘન કરનારી મિલોને માલિકી હકના ટ્રાન્સફર કે ક્રશિંગ ક્ષમતામાં ફેરફાર સિવાય સામાન્ય નામ બદલવા માટે પણ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવામાં આવશે નહીં.


ક્વોટાનો ઉપયોગ ન કરવા પર પણ સકંજો

માત્ર વધુ વેચાણ જ નહીં, પરંતુ ઓછું વેચાણ કરનાર મિલો પણ સરકારના રડાર પર છે. જો કોઈ ખાંડ મિલ એક મહિનામાં તેને ફાળવવામાં આવેલા સ્થાનિક રિલીઝ ક્વોટાના 90 ટકાથી પણ ઓછા હિસ્સાનો ઉપયોગ કરે છે અને તે અંગે મહિનાની 20મી તારીખ સુધીમાં વિભાગને કોઈ જાણ કરતી નથી, તો તેના આગામી મહિનાના ક્વોટા પર પણ કાપ મૂકવામાં આવશે. પછીના મહિનાની ફાળવણી તેણે પાછલા મહિનામાં વાપરેલા ક્વોટાની ટકાવારીના આધારે જ નક્કી થશે.


GST રિટર્નમાં HSN કોડની ચોકસાઈ જરૂરી

સરકારે ખાંડના વેચાણને લઈને GST અને HSN કોડના નિયમોનું પાલન પણ ફરજિયાત બનાવ્યું છે. જે મિલોએ પોતાના માસિક GSTR-1 રિટર્નના કોષ્ટક 12 માં સાચા HSN કોડ સાથે ખાંડના વેચાણ અને ડિસ્પેચની વિગતો નહિ દર્શાવી હોય, તેમને નવો સ્થાનિક રિલીઝ ક્વોટા ફાળવવામાં આવશે નહીં. જ્યાં સુધી મિલ સાચી માહિતી સબમિટ ન કરે અને વિભાગ તેની ચકાસણી ન કરી લે, ત્યાં સુધી ક્વોટા સ્થગિત રહેશે.


વધારાના ક્વોટા માટેની નવી શરતો

વધારાનો ક્વોટા જોઈતો હોય તેવી મિલો માટે પણ નિયમો કડક કરાયા છે. જે મિલોના સ્થાનિક ક્વોટા કે ક્વોટા સ્વેપિંગને લગતા કોઈ એડજસ્ટમેન્ટ બાકી હશે, તેમની વધારાના ક્વોટા માટેની અરજી ધ્યાનમાં લેવાશે નહીં. આ ઉપરાંત, જો કોઈ મિલ કોઈ વેપારી, એજન્ટ કે જથ્થાબંધ ગ્રાહકને ખાંડ વેચ્યા પછી સાત દિવસથી વધુ સમય સુધી તે સ્ટોક પોતાના પરિસરમાં રાખી મુકશે, તો તેને પણ વધારાની ફાળવણી મળશે નહીં. વેચાણની તારીખ એ ગણાશે જે દિવસે મિલે ઈન્વોઈસ (બિલ) બનાવ્યું હશે. એ જ રીતે, જો કોઈ મિલે DFPD ના સ્ટોક મોનિટરિંગ પોર્ટલ પર નોંધાયેલા ન હોય તેવા બિન-રજિસ્ટર્ડ વેપારી સાથે વ્યવહાર કર્યો હશે, તો તેને પણ વધારાનો ક્વોટા નહીં અપાય. વધારાનો ક્વોટા વધુમાં વધુ એક મહિના પૂરતો જ મર્યાદિત રહેશે અને તે માટે રાજ્ય સરકાર અથવા શેરડી કમિશનરની ભલામણ જરૂરી રહેશે. ભલામણ લાંબા ગાળા માટે હોય તો પણ, વિભાગ માત્ર એક મહિના પૂરતી જ મંજૂરી આપશે.


લીઝ પર રાખેલી ખાંડની 3 દિવસમાં જાણ કરવી પડશે

જો કોઈ ખાંડ મિલે વેપારીને વેચેલી ખાંડ લીઝ એગ્રીમેન્ટ (કરાર) હેઠળ પોતાના જ ગોડાઉનમાં રાખી હોય, તો તેણે 3 દિવસની અંદર ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગને તેની સંપૂર્ણ વિગતો આપવી પડશે. આ વિગતોમાં ખાંડનો જથ્થો, સમયગાળો અને લીઝ કરારની નકલ સામેલ હોવી જોઈએ. જો મિલ જાણ કરવામાં નિષ્ફળ જશે અને ચેકિંગ દરમિયાન આવો સ્ટોક પકડાશે, તો તેને મિલનો પોતાનો જ સ્ટોક ગણી લેવામાં આવશે. કેન્દ્ર સરકારના ડિરેક્ટર (ખાંડ અને વનસ્પતિ તેલ) અરવિંદ કુમાર રાવત દ્વારા જારી કરાયેલો આ આદેશ 13 નવેમ્બર, 2026 થી તાત્કાલિક અસરથી દેશભરની તમામ ખાંડ મિલો માટે લાગુ થઈ ગયો છે. મિલોને નિયમોનું ચુસ્ત પાલન કરવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.


આ પણ વાંચોઃ Gold Price Fall: સોનું ₹1.35 લાખથી નીચે આવશે! જાણો ભાવ ઘટવા પાછળના 4 મોટા કારણો


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Gold Silver Price Forecast 2027 IBJA Prediction India

સોના-ચાંદીના ભાવમાં તેજીનો ભડકો: 2027 સુધીમાં સોનું 1.88 લાખ અને ચાંદી 5 લાખને પાર પહોંચશે!

Sugar Quota

Sugar Quota: નવેમ્બરમાં 26 લાખ ટન ખાંડની ફાળવણી, નવા ઉત્પાદનના વેચાણને પણ છૂટ; ભાવની તેજીને બ્રેક

GOLD

Gold-Silver Buying: ધનતેરસ-દિવાળીમાં સોનાની ખરીદીનો જોરદાર ક્રેઝ, ભારતીયોએ ₹72,000 કરોડનું 52 ટન સોનું ખરીદ્યું

Crude Oil 13.png

Crude Oil Price: બ્રેન્ટ ક્રૂડ $95ની નજીક, ભારતના પેટ્રોલ-ડીઝલ પર શું થશે અસર?

Gold Silver13.png

Gold Silver Price Today: સોનું ચમક્યું જ્યારે ચાંદીમાં વેચવાલી

Petrol-Diesel Price Today

Petrol-Diesel Price Today: ક્રૂડ ઓઇલ $96ને પાર, છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર; જાણો તમારા શહેરનો આજનો ભાવ

NCDEX Scrap.png

સ્ટીલ સ્ક્રેપ બજારમાં મોટો ફેરફાર! NCDEXએ લોન્ચ કર્યો દેશનો પહેલો Futures Contract

Gold and Silver Prices Drop 4 Reasons and China Nov 16 Plan

Gold Price Fall: સોનું ₹1.35 લાખથી નીચે આવશે! જાણો ભાવ ઘટવા પાછળના 4 મોટા કારણો