સળંગ ત્રીજા દિવસે ESDS સોફ્ટવેર સોલ્યુશન્સમાં 20 ટકા અપર સર્કિટ, જાણો કેમ?
બજારમાં મંદી અટકવાનું નામ લેતી નથી તો આ ESDS Software Solutionsમાં તેજી અટકવાનું નામ લેતી નથી.

મુંબઈઃ ભારતીય શેરબજારમાં તાજેતરમાં જ નોંધાયેલી કંપની ઇએસડીએસ સોફ્ટવેર સોલ્યુશન્સ (ESDS Software Solutions)ના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. બજારમાં મંદી અટકવાનું નામ લેતી નથી તો આ ESDS Software Solutionsમાં તેજી અટકવાનું નામ લેતી નથી. સળંગ ત્રીજા દિવસે આ શેરમાં 20 ટકા અપર સર્કિટ જોવા મળી છે. કંપનીનો શેર તેના ઇશ્યૂ પ્રાઇસ રૂ. 429થી લગભગ 200 ટકા ઉછળી ચૂક્યો છે. એઆઈ ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીએ 720 કરોડના આઇપીઓ માટે રૂ. 408થી રૂ. 429નો પ્રાઇસ બેન્ડ રાખ્યો હતો.
કંપનીના શેરના ભાવમાં 20 ટકાની અપર સર્કિટ
મંગળવારના કામકાજી સત્રમાં કંપનીના શેરનો ભાવ 20 ટકાની અપર સર્કિટ સાથે રૂ. 1,289.55 પર બ્લોક થઈ ગયો. જ્યારે સોમવારે તેનો ભાવ રૂ. 1,074.65 રૂપિયા પર બંધ થયો હતો. આ શેર તેના ઇશ્યૂ પ્રાઇસથી 200.59 ગણો વધી ચૂક્યો છે.
એનએસઈ પર ESDSનો ભાવ રૂ. 757 પર લિસ્ટ
કંપનીના શેરોનું શુક્રવારે બજારમાં લિસ્ટિંગ થયું હતું. નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ પર કંપનીના શેરનો ભાવ 757 રૂપિયા પર લિસ્ટ થયો હતો. આમ ઇશ્યૂ પ્રાઇસ કરતાં 76.46 ટકાએ તેનું લિસ્ટિંગ થયું હતું. બીએસઈ પર તેના શેરનો ભાવ 73.95 ટકા પ્રીમિયમે રૂ. 746.30 પર લિસ્ટિંગ થયો હતો.
શેર જાળવવો કે નફાકીય વેચવાલી કરવી?
બ્રોકરેજ ફર્મ ચોઇસ ઇક્વિટી બ્રોકિંગે કંપનીને કવરેજ આપવાનો પ્રારંભ કર્યો છે. બ્રોકરેજે આ શેર ખરીદવાની સલાહ આપી છે. તેમણે શેરનો ટાર્ગેટ પ્રાઇસ રૂ. 1,550 નક્કી કર્યો છે. આ વેલ્યુએશન નાણાકીય વર્ષ 2027-28ના અંદાજિત ઇવી-ઇબીઆઇટીડીએના 18 ગણા પર આધારિત છે.
રોકાણકારોને ક્લાઉડ, ડેટા સેન્ટરમાં રોકાણ કરવા તક
ચોઇસે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે કંપની ભારતમાં ક્લાઉડ, ડેટા સેન્ટર અને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રકચરના વધતા માળખામાં રોકાણ કરવાની તક પૂરી પાડે છે. કંપની પાસે ક્લાઉડ, મેનેજ્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ડેટા સર્વિસિઝની પૂરી ક્ષમતા ધરાવે છે.
જંગી કોન્ટ્રાક્ટથી કમાણીમાં મદદ
ચોઇસે જણાવ્યું હતું કે કંપનીની ગ્રોથ ક્ષમતા વિસ્તરણ, ગ્રાહકો પાસેથી વધુ કમાણી અને ઓપરેટિંગ લિવરેજ પર ટકેલી છે. કંપનીને મળેલો 1.25 અબજ ડોલરનો એઆઈ કોન્ટ્રાક્ટ કમાણીમાં મદદ કરશે. બ્રોકરેજ ફર્મનું અનુમાન છે કે તેની આવક, કાર્યકારી નફો અને ચોખ્ખો નફો 2025-26થી 2028-29ની વચ્ચે ક્રમશ 120.9 ટકા, 72.6 ટકા, 81.3 ટકાના ચક્રવૃદ્ધિદરે વધશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
