KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

બજારમાં જંગી ઘટાડા વચ્ચે Godrej Properties માટે ખરાબ સમાચારઃ શેર 7 ટકા તૂટ્યો

બીએસઈ પર કંપનીના શેરનો ભાવ અગાઉના બંધ રૂ. 1,869 સામે રૂ. 1,857.45 પોઇન્ટ પર ખૂલ્યો હતો. દિવસની હાઈ પણ આ ભાવ જ હતો, જ્યારે દિવસ દરમિયાન તેણે 1,718.70નું તળિયું બનાવ્યું હતું.

KuberaNow
desk@kuberanowPublished On : 11 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
 એનએસઇએ ઓરિસ ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ગોદરેજ પ્રોપર્ટીઝ સેટલ્સ ડિસ્પ્યુટ ઓવર ગુરુગ્રામ પ્રોજેક્ટ એ પ્રકારના મીડિયા રિપોર્ટ પર કંપની પાસેથી સ્પષ્ટતા માંગી
એનએસઇએ ઓરિસ ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ગોદરેજ પ્રોપર્ટીઝ સેટલ્સ ડિસ્પ્યુટ ઓવર ગુરુગ્રામ પ્રોજેક્ટ એ પ્રકારના મીડિયા રિપોર્ટ પર કંપની પાસેથી સ્પષ્ટતા માંગીAI GENERATED IMAGE

Godrej Properties Share Price: ગુરુગ્રામ પ્રોજેક્ટમાં મુંબઈની Godrej Propertiesએ 70 કરોડમાં સેટલમેન્ટ કરતાં તેના શેરના ભાવ પર વિપરીત અસર પડી છે. કંપનીએ ગુરુવારે બજારના કલાકો દરમિયાન જ આ જાહેરાત કરી હતી. નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઇ)એ ઓરિસ ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ગોદરેજ પ્રોપર્ટીઝ સેટલ્સ ડિસ્પ્યુટ ઓવર ગુરુગ્રામ પ્રોજેક્ટ એ પ્રકારના મીડિયા રિપોર્ટ પર કંપની પાસેથી સ્પષ્ટતા માંગી હતી.


બીએસઈ પર કંપનીના શેરનો ભાવ અગાઉના બંધ રૂ. 1,869 સામે રૂ. 1,857.45 પોઇન્ટ પર ખૂલ્યો હતો. દિવસની હાઈ પણ આ ભાવ જ હતો, જ્યારે દિવસ દરમિયાન તેણે 1,718.70નું તળિયું બનાવ્યું હતું. દિવસના અંતે લગભગ સાડા છ ટકાથી પણ વધુ ઘટીને 1,756 પર બંધ આવ્યો હતો.


Godrej Propertiesએ જણાવ્યું હતું કે સંબંધિત પક્ષો હાલમાં સમાધાન હેઠળ નક્કી કરાયેલા પગલાંના અમલીકરણ માટે કાર્યવાહી કરી રહ્યા છે અને આ પ્રક્રિયા ચાલુ છે.

કંપનીએ જણાવ્યું હતું કે આ બાબત બોમ્બે હાઈકોર્ટ દ્વારા ૩ સપ્ટેમ્બરના રોજ પસાર કરાયેલા આદેશ સાથે સંબંધિત છે, જેમાં સમાધાન કરાર (Settlement Agreement) ના અમલીકરણની નોંધ લેવામાં આવી હતી. કોર્ટે તેના નિર્દેશોના પાલન અંગે અહેવાલ રજૂ કરવા માટે આ બાબતની સુનાવણી 24 સપ્ટેમ્બર માટે નિયત કરી છે.


ગોદરેજ પ્રોપર્ટીઝે જણાવ્યું હતું કે તેણે અગાઉ આ સમાધાન અંગે ખુલાસો કર્યો ન હતો કારણ કે કરાર હેઠળ નિર્ધારિત પગલાંનું અમલીકરણ હજુ ચાલુ હતું. કંપનીએ કહ્યું કે જરૂરી પગલાં પૂર્ણ થયા પહેલાં ખુલાસો કરવો એ "ઉતાવળિયું અને અટકળભર્યું" ગણાત; સંબંધિત પગલાં પૂર્ણ થયા પછી અને પાલનની સ્થિતિ બોમ્બે હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા બાદ તે યોગ્ય ખુલાસો કરશે.


મીડિયા રિપોર્ટની તેના શેર પરની અસર અંગે કંપનીએ જણાવ્યું હતું કે આઠ સપ્ટેમ્બરના રોજ તેના શેરના ભાવમાં કોઈ નોંધપાત્ર હિલચાલ જોવા મળી ન હતી જેને આ રિપોર્ટ સાથે જોડી શકાય. ગોદરેજ પ્રોપર્ટીઝે વધુમાં જણાવ્યું હતું કે તે SEBI ના 'લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ રેગ્યુલેશન્સ' (LODR) હેઠળની ખુલાસાની જવાબદારીઓનું પાલન કરતી રહી છે અને આગળ પણ કરતી રહેશે. કંપનીએ કહ્યું કે સમાધાન કરાર હેઠળની કાર્યવાહી પૂર્ણ થયા પછી તે તેના જાહેર ખુલાસામાં આ સમાધાનની નાણાકીય અસર અંગે માહિતી આપશે. 2026માં અત્યાર સુધીમાં આ સ્ટોકમાં લગભગ 14%નો ઘટાડો થયો છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM