KuberaNowLogo
Tuesday, 13/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

મજબૂત માંગના પગલે બીજા ક્વાર્ટરમાં ભારતના પાવર સેક્ટરના નફામાં 11 ટકા વધારો થશે

ઊંચી વીજ માંગ, હાયર પ્લાન્ટ લોડ ફેક્ટર અને થર્મલ પાવર પ્રોડ્યુસર્સને આપવામાં આવતા પ્રોત્સાહનના લીધે તેની વીજ માંગ અને ઉત્પાદન બંને વધ્યા છે.

desk@kuberanowPublished On : 13 Oct 2026
Power sector tarrif
AI GENERATED

નવી દિલ્હીઃ ભારતમાં પાવર સેક્ટરમાં મજબૂત માંગના પગલે પાવર સેક્ટરના નફામાં 11 ટકા વધારો થશે. ઊંચી વીજ માંગ, હાયર પ્લાન્ટ લોડ ફેક્ટર અને થર્મલ પાવર પ્રોડ્યુસર્સને આપવામાં આવતા પ્રોત્સાહનના લીધે તેની વીજ માંગ અને ઉત્પાદન બંને વધ્યા છે, એમ નુવામા ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે જણાવ્યું હતું.


નુવામાના રિપોર્ટ મુજબ સપ્ટેમ્બર 2026માં ભારતની વીજ માંગ વાર્ષિક ધોરણે 12 ટકા વધીને 163 અબજ યુનિટ થઈ હતી અને Q2FY27માં 11.7 ટકા વધીને 503 બિલિયન યુનિટ્સ થઈ હતી. બીજી બાજુએ પીક પાવર ડીમાન્ડ વાર્ષિક ધોરણે 17.5 ટકા વધી 269 ગીગાવોટ થઈ હતી, નોન-સોલર અવરની માંગના લીધે આ સ્થિતિ જોવા મળી હતી.


આ દરમિયાન Q2FY27માં ભારતમાં કુલ વીજ ઉત્પાદનમાં થર્મલ પાવર આધારિત વીજ ઉત્પાદનનો હિસ્સો 69 ટકા હતો. જ્યારે પ્લાન્ટ લોડ ફેક્ટર ગયા વર્ષના સમાન સમયગાળાના 61.9 ટકાથી વધીને 68.3 ટકા થયો હતો. આ ઉપરાંત આ દરમિયાન વીજમોરચે ચુસ્ત સ્થિતિના લીધે ઇન્ડિયન એનર્જી એક્સ્ચેન્જ (IEX) પર ભાવ વધ્યા હતા. સોલર અવર દરમિયાન ભાવ પ્રતિ યુનિટ 5.6 રૂપિયા જેટલા ઊંચા રહ્યા હતા અને નોન-સોલર પ્રાઇસ પણ વધીને સપ્ટેમ્બર 2026ના અંત સુધીમાં પ્રતિ યુનિટ 9.5 રૂપિયા થયા હતા, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ.3.2 યુનિટ હતા.


નુવામાએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2026ના અંતે IEX ઇલેક્ટ્રિસિટી ટ્રેડિંગ વોલ્યુમ 10.4 ટકા અને Q2FY27માં 12.7 ટકા વધ્યું હતું. ક્વાર્ટર દરમિયાન પ્રતિ કિલો વોટ 3.8 રૂપિયા હતો. કુલ ટ્રેડિંગ વોલ્યુમમાં જોઈએ તો રીન્યુએબલ એનર્જી સર્ટિફિકેટ્સ (આરઇસી) સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે લગભગ નવ ટકા હતો, જ્યારે ત્રિમાસિક ધોરણે વૃદ્ધિ લગભગ ચાર ટકા હતી. અગ્રણી થર્મલ પાવર પ્રોડ્યુસર્સ વાર્ષિક ધોરણે લગભગ 8થી 9 ટકાના દરે નફાકીય વૃદ્ધિ દર્શાવે તેમ માનવામાં આવે છે. ઊંચા પ્લાન્ટ લોડ ફેક્ટર અને સંભવિત પ્રોત્સાહનોએ પણ તેની કામગીરીને સમર્થન આપ્યું છે.

આ પણ જુઓઃ

 

 

 

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

ADANI

Adani-Jabilની મોટી ભાગીદારી, ભારતમાં AI ડેટા સેન્ટર માટેનાં ઉપકરણો બનાવશે

RBI GOVERNOR

RBIના નવા ફોરેક્સ નિયમોથી વિદેશી રોકાણ બંધ નહીં થાય, સટ્ટાબાજીને રોકવાનો છે પ્રયાસ: સંજય મલ્હોત્રા

Stock market

Stock market: કેન્દ્રીય નાણાપ્રધાનના LTCG અને STT પર હકારાત્મક વલણથી બજારમાં ધનાધન તેજી

Gujarat Fluorochemicals

આ કંપની બની શકે EV સપ્લાય ચેઇનની મોટી ખેલાડી, બ્રોકરેજે વધાર્યો ટાર્ગેટ

South Korean

ચીનની ચિપ રેસમાં દક્ષિણ કોરિયા પાછળ પડ્યું? શેરબજારમાં હાહાકાર, ટ્રેડિંગ રોકવું પડ્યું

Polycab

ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાંથી બહાર કાઢવામાં આવતા પોલિકેબના શેરમાં 5%થી વધુનો ઘટાડો

Nifty IT

આઇટી સેક્ટરના શેરોમાં તોફાની તેજી, નિફ્ટી ઇન્ડેક્સ ત્રણ ટકા ઉચકાયો

Bandhan Bank-RBL Bank

બંધન બેંકનો શેર 8% ઊછળ્યો, RBL બેંકનો શેર 6.6% તૂટ્યો