KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

જ્વેલરી સેક્ટરના શેરોમાં ધમધમાટભરી તેજી, જાણો કયા છે કારણો

જ્વેલરી સેક્ટરની કંપનીઓમાં તેજીની ધુરા હવે મોટી નહી પણ મિડસાઇઝ કંપનીઓએ સંભાળી

KuberaNow
desk@kuberanowPublished On : 8 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
જ્વેલરી સેક્ટરના શેરોમાં વધારાનું કારણ સોનાના ભાવમાં આવેલી તેજી છે. વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ તેના તળિયાથી 20 ટકા વધી ચૂક્યો છે.
જ્વેલરી સેક્ટરના શેરોમાં વધારાનું કારણ સોનાના ભાવમાં આવેલી તેજી છે. વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ તેના તળિયાથી 20 ટકા વધી ચૂક્યો છે. AI GENERATED IMAGE

મુંબઈઃ ભારતના જ્વેલરી સેક્ટરના શેરોમાં છેલ્લા એક મહિનામાં શાનદાર તેજી જોવા મળી છે. આ તેજીની આગેવાની મુખ્યત્વે મિડસાઇઝ કંપનીઓએ સંભાળી છે. તેની સાથે તાજેતરમાં લિસ્ટ થયેલી કંપનીઓમાં પણ તેજી જોવા મળી રહી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો TBZનો શેર બમણો થઈ ગયો છે. આ ઉપરાંત Lalithaa Jewellery અને PC Jeweller જેવા શહેરોમાં પણ ઉછાળો આવ્યો છે.


રોકાણકારોને જાગ્યો રસ

બીજી બાજુએ નવી જ્વેલરી કંપનીઓની સતત બજારમાં એન્ટ્રીના લીધે રોકાણકારોનો રસ જાગ્યો છે. ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં જ્વેલરી બજારનો વિસ્તાર, તહેવારોની માંગ અને ગ્રાહકોની બદલાતી પસંદ આ સેક્ટર માટે મોટી તક પેદા કરી શકે છે.


મિડસાઇઝ કંપનીના શેરો ઉચકાયા

છેલ્લા એક મહિનામાં TBZનો શેર 101 ટકા જેટલો વધ્યો છે. તેનો ભાવ બમણો થઈ ગયો છે. જ્યારે Lalithaa Jewelleryના શેરના ભાવમાં 60 ટકાની તેજી જોવા મળી છે. જ્યારે PC Jewellerના શેરોમાં 60 ટકાનો વધારો જોવા મળ્યો છે. PC Jewellerના શેરમાં 40 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. આમ મિડ સાઇઝ અને નાની ઝવેરાત કંપનીઓની તુલનાએ ઝવેરાત સેક્ટરની મોટી કંપનીઓની કામગીરી નબળી જોવા મળી રહી છે. જો કે આ કંપનીઓ કામગીરીના મોરચે મજબૂત છે. જુનમાં ટાઇટનનો ઝવેરાતનો કારોબાર વાર્ષિક ધોરણે 39 ટકા વધ્યો છે. જ્યારે કલ્યાણ જ્વેલર્સની આવક 38 ટકા અને સેન્કો ગોલ્ડ 67 ટકા વધ્યો છે.


તેજીનું કારણ સોનાના ભાવમાં વધારો

જ્વેલરી સેક્ટરના શેરોમાં વધારાનું કારણ સોનાના ભાવમાં આવેલી તેજી છે. વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ તેના તળિયાથી 20 ટકા વધી ચૂક્યો છે. સોનાનો ભાવ પ્રતિ ઔંસ 4,400 ડોલરની આસપાસ છે.

આ વર્ષે જ્વેલરી અને કીમતી ધાતુઓ સાથે જોડાયેલી ઘણી કંપનીઓએ શેરબજારમાં એન્ટ્રી કરી છે. આ સેક્ટર સાથે જોડાયેલી સાત કંપનીઓ મેઇનબોર્ડમાં સૂચિબદ્ધ થઈ ચૂકી છે. તેના પરથી દેખાય છે કે આ સેક્ટરમાં રોકાણમાં નવા વિકલ્પ સામે આવ્યા છે.


જ્વેલરી કંપનીઓના પ્રીમિયમે લિસ્ટિંગ

Deepa Jewellersનું લિસ્ટિંગ ઇશ્યૂ પ્રાઇસના મુકાબલે 25 ટકા પ્રીમિયમ પર થયું છે. Lalithaa Jewelleryના શેરનો ભાવ ઇશ્યૂ પ્રાઇસથી 50 ટકા વધી ચૂક્યું છે. સતત નવા લિસ્ટિંગથી તે વાતનો સંકેત મળે છે કે જ્વેલરી બજારમાં કંપનીઓ મૂડીબજારમાં પ્રવેશીને વિસ્તરણ કરવા પર અને બ્રાન્ડ નિર્માણ કરવા પર ધ્યાન આપી રહી છે. તેથી રોકાણકારોએ પણ હવે જ્વેલરી સેક્ટરમાં કેટલાક મોટા નામ સુધી મર્યાદિત રહેવાના બદલે જુદાં-જુદાં આકાર અને બિઝનેસ મોડેલવાળી કંપનીઓમાં રોકાણના વિકલ્પ મળી રહ્યા છે.


ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરને જ્વેલરી સેક્ટરમાં મોટી તક

ભારતનું જ્વેલરી સેક્ટર મોટાપાયા પર અસંગઠિત છે. તેથી ઓર્ગેનાઇઝ્ડ સેક્ટર માટે તેમા વિસ્તરણની મોટી તક છે. દેશના લગભગ 60 ટકા બજારમાં અસંગઠિત ક્ષેત્રનો કબ્જો છે.સૌથી મોટી ઓર્ગેનાઇઝ્ડ કંપનીઓની બજાર હિસ્સેદારી પણ માંડ 8.5 ટકા છે. આ સ્પષ્ટ છે કે બ્રાન્ડેડ અને સંગઠિત કંપનીઓ માટે બજાર હિસ્સેદારી વધારવાની પૂરતી સંભાવના છે.

ગ્રાહકોની પસંદ ઝડપથી બદલાઈ રહી છે. ગ્રાહક ફક્ત સોનાના વજન અને કિંમત ઉપરાંત સારા રિટેલ અનુભવ, કિંમતોમાં પારદર્શકતા અને નવી ડિઝાઇન પર વધુ ધ્યાન આપી રહ્યો છે. ઓછા વજનવાળા ઘરેણા અને લેબ ગ્રોન ડાયમંડના વધતા ઉપયોગથી દૈનિક ધોરણે પહેરી શકાય તેવા ઝવેરાતની માંગ વધી રહી છે.


ઝવેરાત બજારમાં 60 ટકા હિસ્સો વેડિંગ જ્વેલરીનો

ભારતીય ઝવેરાત બજારમાં હાલમાં 60 ટકા હિસ્સો વેડિંગ જ્વેલરીનો છે. જ્યારે ફેશન જ્વેલરીની હિસ્સેદારી લગભગ 10 ટકા છે. તેથી ફેશન અને દૈનિક ધોરણે પહેરવામાં આવતા જ્વેલરી સેગમેન્ટમાં વિસ્તારની સંભાવના નજરે પડે છે.

આગામી દિવસોમાં ગણેશ ચતુર્થી, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોની માંગને સમર્થન મળવાની આશા છે. મોટા-મોટા કોર્પોરેટ સમૂહ પણ પોતાની બ્રાન્ડ દ્વારા આ બજારમાં હિસ્સેદારી વધારવામાં લાગેલા છે. ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરની ઓછી હિસ્સેદારી, નવું લિસ્ટિંગ, ગ્રાહકોની બદલાતી પસંદ,તહેવારોની માંગના લીધે જ્વેલરી સેક્ટર રોકાણકારોના રડાર પર રહી શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


 

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM