KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC BANKમાં LIC વધારશે હિસ્સો , RBIએ આપી મંજૂરી

LICને HDFC Bankમાં હિસ્સો વધારવા મંજૂરી મળતા એક સમયે અતનુ ચક્રવર્તીના રાજીનામાના પગલે વિવાદનો ભોગ બનેલી બેન્કમાં રોકાણકારોનો વિશ્વાસ પરત ફર્યો છે. અતનુ ચક્રવર્તીએ રાજીનામુ આપતા બેન્કના ગવર્નન્સની અટકળોને લઈને બજારમાં ચિંતાનું વાતાવરણ હતું. તેના પગલે કોર્પોરેટ જગતમાં હલચલ મચી ગઈ હતી.

KuberaNow
desk@kuberanowPublished On : 20 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
ભારતીય રિઝર્વ બેન્કે LICને HDFC Bankમાં હિસ્સો વધારવાની છૂટ આપી છે. હાલમાં તેનો હિસ્સો 4.11 ટકા છે અને હવે મંજૂરી બાદ 9.99 ટકા થઈ જશે
રિઝર્વ બેન્કે LICને HDFC BANKમાં હિસ્સો વધારવા માટે મંજૂરી આપી છે. રિઝર્વ બેન્કના આ પગલાને HDFC Bankમાં વિશ્વાસની પુનઃ સ્થાપનાના અને ભારતના નાણાકીય બજારમાં LICની સ્થિતિ મજબૂત બનાવવાના પગલાં તરીકે જોવામાં આવે છે.AI Generated

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભારતીય બેન્કોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોના બદલા ભારતીય સંસ્થાકીય રોકાણકારોનું પ્રભુત્વ રહે તે દિશામાં હિલચાલ આદરી દીધી છે. આ જ દિશામાં પ્રથમ પગલું ભરતાં હોય તેમ રિઝર્વ બેન્કે (RBI) ભારતીય જીવન વીમા નિગમ (LIC)ને HDFC Bankમાં પોતાનો હિસ્સો વધારીને 9.99 ટકા સુધી લઈ જવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. હાલમાં LIC પાસે આ બેંકની કુલ શેર મૂડીનો 4.11 ટકા હિસ્સો છે.


બજાર ખૂલતા જ HDFC Bankનો શેર ઉચકાયો

આ અહેવાલના પગલે બજાર ખૂલતા જ HDFC Bankનો શેર ઇન્ટ્રા-ડેમાં 1.09 ટકા ઉચકાઈ 728 થઈ ગયો હતો. છેલ્લા કેટલાય સમયથી અતનુ ચક્રવર્તીના રાજીનામાને લઈને મેનેજમેન્ટમાં વિવાદ ચાલતો હતો, તેના કારણે બજારમાં પણ તેના અંગે અસમંજસભરી સ્થિતિ જોવા મળતી હતી, તેની સીધી અસર HDFC Bankના શેર પર પણ જોવા મળી હતી. હવે LIC જેવી સંસ્થાએ HDFC Bankમાં હિસ્સો વધારવાનો નિર્ણય લેતા કંપનીના શેરમાં રોકાણકારોનો વિશ્વાસ પરત ફર્યો છે. તેની સાથે LICને પણ HDFC Bankમાં નીચા ભાવે રોકાણ કરવાની સારી તક મળી છે.


રિઝર્વ બેન્કે 19 ઓગસ્ટે આપી મંજૂરી

આ અંગે HDFC Bank દ્વારા 19 ઓગસ્ટ 2026ના રોજ શેરબજારને સત્તાવાર સૂચના આપવામાં આવી છે. સેબી(SEBI) ના લિસ્ટિંગ એન્ડ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિકવાયરમેન્ટ્સ રેગ્યુલેશન્સ 2015 હેઠળ આ જાણકારી એક્સ્ચેન્જ સાથે શેર કરવામાં આવી છે. આ મંજૂરી રિઝર્વ બેંક દ્વારા 19 ઓગસ્ટ 2026ના રોજ જારી કરવામાં આવેલા પત્ર દ્વારા આપવામાં આવી છે. આ નિર્ણય LIC દ્વારા RBI સમક્ષ દાખલ કરવામાં આવેલા અરજી ફોર્મના આધારે લેવામાં આવ્યો છે.


કયા નિયમો અને શરતોના દાયરામાં મળી મંજૂરી?

HDFC Bank ની રેગ્યુલેટરી ફાઇલિંગ મુજબ, RBI ની આ મંજૂરી કેટલીક ચોક્કસ શરતો અને કાયદાકીય માળખા હેઠળ આપવામાં આવી છે. LIC એ આ મંજૂરીનો ઉપયોગ કરતી વખતે નીચે મુજબના નિયમોનું પાલન કરવાનું રહેશે:

1. *બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949: આ કાયદાના તમામ જોગવાઈઓનું પાલન કરવું અનિવાર્ય છે.

2. *RBI ની ગાઇડલાઇન્સ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (કોમર્શિયલ બેંક્સ - એક્વિઝિશન એન્ડ હોલ્ડિંગ ઓફ શેર્સ ઓર વોટિંગ રાઇટ્સ) ડાયરેક્શન્સ, 2025 અંતર્ગત નિર્ધારિત નિયમો લાગુ થશે.

3. *ફેમા (FEMA): વિદેશી વિનિમય સંચાલન અધિનિયમ, 1999 (Foreign Exchange Management Act) ના નિયમો ધ્યાનમાં રાખવાના રહેશે.

4. *SEBI ના નિયમો: સેબી દ્વારા જારી કરવામાં આવેલા તમામ નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે.

આ મંજૂરી મળવાથી આગામી સમયમાં શેરબજાર અને નાણાકીય ક્ષેત્રમાં LIC ની ભૂમિકા વધુ મજબૂત બનશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતીય શેરબજારમાં અગ્રણી કંપનીઓમાં ભારતીય સંસ્થાઓની નાણાકીય હિસ્સેદારી વધુને વધુ મજબૂત રહે તેના સંદર્ભમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM