KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

પ્રણવ કન્સ્ટ્રકશનનું 33 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ, નોંધણી પછી શેરમાં નવી ટોચથી 16 ટકા ઘટાડો

કંપનીનો ઇશ્યૂ પ્રાઇસ રૂ. 124 હતો અને તે 33 ટકા પ્રીમિયમ એટલે કે રૂ.162ના ભાવે લિસ્ટ થયો હતો અને 165ની ટોચ બનાવી હતી.

KuberaNow
desk@kuberanowPublished On : 15 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
પ્રણવ કન્સ્ટ્રકશન્સ

અમદાવાદઃ પ્રણવ કન્સ્ટ્રકશને શેરબજારમાં ઇશ્યૂ પ્રાઇસથી 33 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ નોંધાવ્યું છે. કંપનીનો ઇશ્યૂ પ્રાઇસ રૂ. 124 હતો અને તે 33 ટકા પ્રીમિયમ એટલે કે રૂ.162ના ભાવે લિસ્ટ થયો હતો અને 165ની ટોચ બનાવી હતી. જો કે લિસ્ટિંગ થયા પછી કંપનીના શેરનો ભાવ તરત જ તેની લિસ્ટિંગ હાઈથી 16 ટકા નીચે ઉતરી ગયો હતો.


કંપનીના રૂ. 351 કરોડના આઇપીઓને રોકાણકારો તરફથી બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. તેનો આઇપીઓ 122 ગણો ભરાઈ ગયો હતો. સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 258.71 ગણો ભરાઈ ગયો હતો. જ્યારે નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સનો હિસ્સો 208.21 ગણો ભરાઈ ગયો હતો.


પ્રણવ કન્સ્ટ્રકશન મુંબઈ સ્થિત રિયલ એસ્ટેટ ડેવલપર કંપની છે. કંપની રેસિડેન્સિલ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. કંપની કોઓપરેટિવ સોસાયટીઓ સાથે ભાગીદારી કરીને જૂના બિલ્ડિંગો ધ્વસ્ત કરે છે અને અત્યાધુનિક રહેણાક ટાવર બનાવે છે.


પ્રણવ કન્સ્ટ્રકશને એન્કર ઇન્વેસ્ટરો પાસેથી રૂ. 84.2 કરોડ એકત્રિત કર્યા છે. તેમા ગોલ્ડમેન સેશ, આઇટીઆઈ એમએફ અને ટૌરસ એમએફનો સમાવેશ થાય છે. એન્કર ઇન્વેસ્ટરોને રૂ. 118થી રૂ. 124ની અપર પ્રાઇસ બેન્ડે 67.94 લાખ ઇક્વિટી શેર જારી કરવામાં આવ્યા છે. ગોલ્ડમેન સેચે એન્કર ઇન્વેસ્ટર તરીકે 20.16 લાખ શેર સાથે રૂ. 25 કરોડનું રોકાણ કર્યુ છે. તે સૌથી મોટી રોકાણકાર છે.


નાણાકીય વર્ષ 31 માર્ચ 2025ના અંતે પ્રણવ કન્સ્ટ્રકશને રૂ. 636.27 કરોડની આવક નોંધાવી હતી. તેનો કાર્યકારી નફો રૂ. 98.6 કરોડ હતો. પ્રણવ કન્સ્ટ્રકશને બીએસઈ પર અન્ય આઇપીઓની જેમ મજબૂત લિસ્ટિંગનો ટ્રેન્ડ જાળવી રાખ્યો છે. તેણે ગયા મહિને આવેલી લગભગ 15 કંપનીઓના લિસ્ટિંગ પ્રીમિયમથી વધુ લિસ્ટિંગ નોંધાવ્યું છે, તેનું સરેરાશ 30 ટકા પ્રીમિયમ હતુ.


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM