KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

TBZના શેરમાં લાગી 20 ટકાની અપર સર્કિટ

મંગળવારે આ શેર અગાઉના બંધ 307 રૂપિયા સામે 315 રૂપિયા ખૂલ્યા હતા અને 366.80 રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી હતી

KuberaNow
desk@kuberanowPublished On : 1 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
-	2026માં કંપનીના શેર 120 ટકાથી વધુ વધી ચૂક્યા છે. જો છેલ્લાં એક વર્ષનું પ્રદર્શન જોઈએ તો તેણે રોકાણકારોને 95 ટકા અને છેલ્લા પાંચ વર્ષમાં 370 ટકા વળતર આપ્યું છે.
2026માં કંપનીના શેર 120 ટકાથી વધુ વધી ચૂક્યા છે. જો છેલ્લાં એક વર્ષનું પ્રદર્શન જોઈએ તો તેણે રોકાણકારોને 95 ટકા અને છેલ્લા પાંચ વર્ષમાં 370 ટકા વળતર આપ્યું છે.AI GENERATED IMAGE

મુંબઈઃ શેરબજારમાં આજે ઉતારચઢાવ વચ્ચે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં કંપની ત્રિભોવનદાસ ભીમજીભાઈ ઝવેરી (TBZ)ના શેરોમાં 20 ટકાની અપર સર્કિટ જોવા મળી છે. મંગળવારે આ શેર અગાઉના બંધ 307 રૂપિયા સામે 315 રૂપિયા ખૂલ્યા હતા અને 366.80 રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી હતી અને તેમા 20 ટકાની અપર સર્કિટ લાગી હતી. જો કે કંપનીના શેરોમા આ નોંધપાત્ર ઉછાળો કંપનીની એક જાહેરાતના પગલે આવ્યો છે.


પ્રમોટરો પાસેથી 74 ટકા હિસ્સો ખરીદશે કંપની

કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ટીબીઝેડના પ્રમોટરો સાથે કંપનીમાં 74.12 ટકા હિસ્સેદારી ખરીદવા માટે શેર ખરીદ કરાર કર્યો છે. બીએસઈ મુજબ કંપની GRT પ્રમોટર સ્ટેકને 1,033.71 કરોડ રૂપિયા સુધીની કિંમત પર ખરીદશે. GRT લાગુ થયેલા સેબીના નિયમો મુજબ વધારાના 26 ટકા હિસ્સેદારી માટે એક ઓપન ઓફર પણ લાવશે. કંપનીએ આગળ જણાવ્યું હતું કે સ્પા પૂરી કરવા જરૂરી રેગ્યુલેટરી મંજૂરી અને આમ ક્લોઝિંગની શરતો પર નિર્ભર કરશે.


પાંચ પેઢીઓથી ચાલતો કારોબાર

કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રીકાંત ઝવેરીએ જણાવ્યું હતું કે જે સફર લગભગ પાંચ પેઢીઓ  અને 162 વર્ષ પહેલા ઝવેરી બજારની એક નાની દુકાનથી થયેલો પ્રારંભ પેઢીઓની મહેનત અને લગન પછી આજે દેશના 37 સ્ટોર સુધી પહોંચ્યો છે. મને પોતાની બંને પુત્રીઓ બિનાઇશા અને રાશિ બંને પર ગર્વ છે, જેમણે છેલ્લા 20 વર્ષમાં કારોબાર વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આજે અમે જાણીએ છીએ કે અમારો વારસો, અમારા મૂલ્યો અને અમારા લોકો આજે સાચા હાથોમાં છે, જે ટીબીઝેડ માટે આગામી અધ્યાય હશે. હવે તે ટીબીઝેડનું આગામી પ્રકરણ લખશે.


છેલ્લાં છ મહિનામાં રોકાણકારોને 160 ટકા વળતર

ઉલ્લેખનીય છે કે ટીબીઝેડના શેરોએ છેલ્લા કેટલાક મહિનામાં દબાણ છતાં સારો દેખાવ કર્યો છે. આ શેર છેલ્લા એક મહિનામાં 27 ટકાથી વધુ વધ્યો છે. જ્યારે છેલ્લા છ મહિનામાં રોકાણકારોને લગભગ 160 ટકા વળતર મળ્યું છે. 2026માં કંપનીના શેર 120 ટકાથી વધુ વધી ચૂક્યા છે. જો છેલ્લાં એક વર્ષનું પ્રદર્શન જોઈએ તો તેણે રોકાણકારોને 95 ટકા અને છેલ્લા પાંચ વર્ષમાં 370 ટકા વળતર આપ્યું છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


 

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM