KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?

UIDAIના નિયમો મુજબ આધાર કાર્ડમાં નામ બદલવાની મર્યાદા છે, પરંતુ ખાસ પરિસ્થિતિમાં ત્રીજી વખત પણ નામ અપડેટ કરી શકાય છે.

KuberaNow
desk@kuberanowPublished On : 17 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
aadharcard name change
આધારમાં ત્રીજી વખત નામ બદલવા માટે શું કરવું?AI Generated image

આધાર કાર્ડ આજે દરેક ભારતીય માટે મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ બની ગયું છે. બેંક એકાઉન્ટ, PAN કાર્ડ, UPI અને અન્ય ઘણી સેવાઓ સાથે આધાર જોડાયેલું હોવાથી તેમાં સાચી માહિતી હોવી જરૂરી છે. ઘણી વખત લગ્ન બાદ મહિલાઓને નામ અથવા સરનેમ બદલવાની જરૂર પડે છે. આ ઉપરાંત નામની સ્પેલિંગમાં ભૂલ હોય તો પણ સુધારો કરાવવો પડે છે.


આધારમાં કેટલી વખત નામ બદલી શકાય છે?

UIDAI દ્વારા આધાર કાર્ડમાં નામ બદલવાની સામાન્ય રીતે માત્ર બે વખત સુવિધા આપવામાં આવે છે. તો આધાર સાથે જોડાયેલું સરનામું અને મોબાઈલ નંબર ઘણી વખત અપડેટ કરી શકાય છે, ત્યારે નામ, જન્મતારીખ અને લિંગ જેવી માહિતીમાં મર્યાદા રાખવામાં આવી છે.


ત્રીજી વખત નામ બદલવા શું કરવું?

જો કોઈ વ્યક્તિને આધાર કાર્ડમાં ત્રીજી વખત નામ બદલવાની જરૂર પડે તો સામાન્ય ઓનલાઈન પ્રક્રિયાથી તે શક્ય નથી. તેના માટે તમારે આ પ્રક્રિયા કરવી પડશે. નામમાં ફેરફાર કરવા માટે નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લેવી પડશે. ત્યારબાદ ત્યા નવા નામ માટે માન્ય પુરાવો રજૂ કરવો પડશે. UIDAI તમે કરેલી અરજીની તપાસ કરશે. ત્રીજી વખત નામ બદલવાની અરજીને Exception Update Process હેઠળ મંજૂરી આપવામાં આવે છે.


અરજી કરવા ક્યાં દસ્તાવેજોની જરૂર પડશે

લગ્ન પ્રમાણપત્ર

ગેઝેટ નોટિફિકેશન

અન્ય સરકારી માન્ય ઓળખ પુરાવા


અરજી નામંજૂર થાય તો શું કરવું?

કેટલાક કિસ્સામાં આધાર કેન્દ્ર પર ત્રીજી વખત નામ બદલવાની અરજી સ્વીકારવામાં આવતી નથી. આવી સ્થિતિંમાં UIDAI હેલ્પલાઈન નંબર 1947 પર સંપર્ક કરી શકાય છે. UIDAIને ઈમેલ દ્વારા પણ રજૂઆત કરી શકાય છે.


આધાર કાર્ડમાં નામ બદલવું મર્યાદિત પ્રક્રિયા છે, તેથી અપડેટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે આધારની માહિતી બેંક એકાઉન્ટ, PAN કાર્ડ, UPI, સરકારી સેવાઓ સાથે જોડાયેલી હોય છે. તેથી જો તમારા આધાર અને અન્ય દસ્તાવેજોમાં નામ અલગ હોય તો ભવિષ્યમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM