KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ઉતાવળે આંબા ન પાકે

રોકાણકારનો દુશ્મન બજારની મંદી કે બાહ્ય પરિબળો નહીં પરંતુ ઉતાવળમાં લીધેલો નિર્ણય છે. રોકાણ કરીને સંપત્તિનું સર્જન કરવું હોય તો ધીરજ રાખવી અનિવાર્ય છે.

KuberaNow
desk@kuberanowPublished On : 14 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
investment
ધીરજ, નિયમિત રોકાણ અને લાંબા ગાળાનો અભિગમ સંપત્તિ સર્જનની સફરમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.AI Generated

તમે કેરીનો છોડ વાવો, તો બીજા દિવસે કોઈ પૂછતું નથી કે, "કેરી આવી કે નહીં?" એક મહિના પછી પણ કોઈ નહીં પૂછે કે, હજુ સુધી કેમ ફળ નથી આવ્યું? કારણ કે બધાને ખબર છે કે કેરીનું ઝાડ રાતોરાત ઉગતું નથી. તે ધીમે-ધીમે મોટું થાય છે, પહેલાં તો એના મૂળ મજબૂત થાય છે અને વર્ષો પછી ફળ મળે છે. કુદરત પાસે શૉર્ટકટ નથી. પરંતુ રોકાણની વાત આવે ત્યારે આપણે કુદરતના આ નિયમને ભૂલી જઈએ છીએ. SIP શરૂ કર્યાના ત્રણ મહિના પછી જ આપણે પોર્ટફોલિયો તપાસવા લાગીએ છીએ. છ મહિના પછી પ્રશ્ન થાય કે ખાસ ફરક કેમ નથી પડ્યો.એક વર્ષ પછી લાગે કે કદાચ ખોટું ફંડ પસંદ કર્યું હશે અને બે વર્ષમાં તો ઘણા લોકો આખી રણનીતિ જ બદલી નાખે છે.


રોકાણકાર અને ખેડૂત

આપણે ઝાડને રોજ મૂળમાંથી ખેંચીને તપાસતા નથી કે, તે કેટલું વધ્યું છે. તો પછી રોકાણને કેમ દરરોજ તપાસીએ છીએ? સંપત્તિનું સર્જન કરવું એ કોઈ રેસ નથી, તે ખેતી છે. ખેડૂત આજે બીજ વાવે અને કાલે પાકની અપેક્ષા રાખે તો નિરાશ જ થાય. તેને ખબર હોય છે કે વરસાદ આવશે, ઉનાળો આવશે, માવઠું આવશે, પાકમાં જીવાત પડશે, ક્યારેક નુકસાન પણ થશે. છતાં ખેડૂત બીજ વાવવાનું બંધ કરતો નથી, કારણ કે તેને પાક પર વિશ્વાસ હોય છે. રોકાણ પણ આવું જ છે.દર મહિને કરેલી SIP એ જાણે એક નવું બીજ છે. આજે તેનું મૂલ્ય કદાચ ખાસ ન દેખાય.પરંતુ વર્ષો પછી હજારો નાના બીજ મળીને સંપત્તિનું વિશાળ વૃક્ષ બને છે. આપણે ઘણી વખત રિટર્નને વર્ષોમાં માપીએ છીએ, પરંતુ સંપત્તિ દાયકાઓમાં બને છે.


વોરન બફેટની સંપત્તિ ક્યારે બની?

વોરન બફેટને લોકો દુનિયાના સૌથી સફળ રોકાણકાર તરીકે ઓળખે છે અને તેમની મહત્તમ સંપત્તિ છેલ્લા થોડાક દાયકામાં જ વધી હતી, કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજ (Compounding)ની ગતિ શરૂઆતમાં ધીમી હોય છે. પછી તેની ગતિ એવી વધે છે કે પરિણામ અસાધારણ લાગે છે. ઘણા લોકો આ અસાધારણ પરિણામ મળે તેની પહેલાં જ સફર છોડી દે છે.


ધીરજ ધરો અને સંપત્તિવાન બનો


धीरे-धीरे रे मना, धीरे सब कुछ होय।

माली सींचे सौ घड़ा, ॠतु आए फल होय॥


કબીરનો આ દોહો પણ ધીરજ રાખવા પર ભાર મૂકે છે. રોકાણમાં સૌથી મોટો શત્રુ બજારની મંદી નથી. સૌથી મોટો શત્રુ છે ઉતાવળ. ઝડપથી નફો કમાવાની ઇચ્છા. દરેક પડકાર પછી યોજના બદલી નાખવાની આદત અને સતત બીજા લોકોના પોર્ટફોલિયો સાથે પોતાની સરખામણી. આ ત્રણ બાબતો લાંબા ગાળાના રોકાણને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. લોકો સૌથી વધુ એક સવાલ પૂછે છે, "કેટલા વર્ષ SIP કરવી જોઈએ?" આનો ચોક્કસ જવાબ છે, જ્યાં સુધી તમારા સપના જીવંત છે, ત્યાં સુધી રોકાણ ચાલુ રાખવું.


લાંબા ગાળાના લક્ષ્ય માટે આયોજન પણ લાંબું જોઈએ

ઘર ખરીદવું હોય, બાળકોનું ઉચ્ચ શિક્ષણ હોય, નિવૃત્તિનું આયોજન હોય કે પરિવારની આર્થિક સુરક્ષા - આમાંથી કોઈ પણ લક્ષ્ય થોડા મહિનામાં પૂરું થતું નથી. તો પછી તેનું રોકાણ પણ થોડા મહિનામાં કેવી રીતે પરિણામ આપશે?

સંપત્તિ બનાવવાનો કોઈ જાદુઈ રસ્તો નથી. નિયમિત રોકાણ, યોગ્ય એસેટ એલોકેશન અને સૌથી અગત્યની વાત - ધીરજ.


કુદરત પાસેથી શીખીએ

કુદરત આપણને દર વર્ષે એક જ પાઠ શીખવે છે. બીજ વાવવું આપણા હાથમાં છે. પાણી આપવું આપણા હાથમાં છે. જતન કરવું આપણા હાથમાં છે, પરંતુ ફળ આવવાનો સમય આપણા હાથમાં નથી. રોકાણ પણ આવું જ છે. પૈસા તો દરેક કમાય છે પરંતુ જે લોકો સમયને પોતાનો ભાગીદાર બનાવે છે તે જ સંપત્તિ બનાવે છે, કારણ કે સંપત્તિ દિવસોમાં નહીં, વર્ષોમાં બને છે. અને વર્ષોને સંપત્તિમાં ફેરવવાનું કામ ધીરજ કરે છે.


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM