AI બૂમ, ઓઈલ શોક અને દેવું : દુનિયા સામે ત્રિપલ સંકટ
ક્રિસ્ટાલિના જ્યોર્જીવાનો ચેતાવણીભર્યો સંદેશ—વૈશ્વિક અર્થતંત્ર બચાવવા સરકારોએ હવે સાથે મળીને કામ કરવું પડશે

વૈશ્વિક સરકારોએ અસંતુલિત AI બૂમ, લાંબા સમયથી ચાલતા ઓઈલ આંચકા અને વિક્રમી સ્તરે પહોંચેલા દેવાંના પડકારોનો સામનો કરવા તાત્કાલિક સાથે મળીને કામ કરવું પડશે તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે જણાવ્યું હતું. આગામી સપ્તાહે IMF દુનિયાભરની આર્થિક બેન્કોના વડાઓની બેઠક યોજવાની છે ત્યારે IMFનું આ નિવેદન મહત્વપૂર્ણ છે.
બેંગકોકમાં આગામી સપ્તાહે IMF-વર્લ્ડ બેન્કની વાર્ષિક બેઠક પહેલાં સિંગાપોરમાં IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જીવાએ બુધવારે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વિકાસના સ્પર્ધાએ અર્થતંત્રોને ગતિ જરૂર આપી છે, પરંતુ આ તેજી માત્ર કેટલાક પસંદગીના દેશો સુધી જ મર્યાદિત છે. જ્યોર્જીવાએ કહ્યું કે, પશ્ચિમ એશિયા અને યુક્રેનમાં ચાલતા યુદ્ધોના કારણે મહત્વની કોમોડિટીઝના પૂરવઠામાં ઊભા થયેલા અવરોધો 2027 સુધી ખેંચાઈ શકે છે. આ સિવાય બોન્ડ યીલ્ડમાં તીવ્ર ઉછાળાના પગલે વધુ પડતું દેવું લેનારી સરકારો પર બજેટનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે. તેમણે આ બાબતમાં વિકસિત દેશોને સૌથી વધુ જવાબદાર ઠેરવ્યા હતા.
એઆઈની ઈન્ફ્રાસ્ટ્રક્ચર બૂમ મોંઘવારી વધારશે. ઊર્જા અને ખાદ્ય સંકટ મોંઘવારી વધારે છે. તેની સાથે જ ટેરિફ, સંરક્ષણ ખર્ચ અને વધતું જાહેર દેવું પણ ફુગાવો વધારી શકે છે તેમ ક્રિસ્ટાલિના જોર્જીવાએ કહ્યું હતું. તેમણે કેન્દ્રીય બેન્કોને સાવચેતી રાખવા નીતિગત વ્યાજદરોમાં હોકિશ વલણ અપનાવવા સૂચન કર્યું હતું. સાથે જ કહ્યું કે, ભારે બજેટ ખાધની અવગણના કરનારા દેશોએ હવે આકરા રાજકીય નિર્ણયો કરવા પડશે.
બોન્ડ બજારમાં ઉથલ-પાથલ અને વધતું વૈશ્વિક દેવું
ટોચના નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેન્ક ગવર્નરોની બેંગકોકમાં યોજાનારી બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે સોવરેન બોન્ડ બજારોમાં ઉથલ-પાથલ મચેલી છે. અમેરિકા, યુરોપ અને જાપાનના બોન્ડ યીલ્ડ અનેક દાયકાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ મુજબ કુલ વૈશ્વિક દેવું હવે 365 લાખ કરોડ ડોલરને પાર થઈ ગયું છે.
જ્યોર્જીવાએ કહ્યું, નીતિ નિર્માતાઓ માટે છેલ્લા 17 વર્ષ અપેક્ષાકૃત સરળ રહ્યા, કારણ કે તે સમય દરમિયાન વ્યાજ દર જીડીપી વૃદ્ધિદરથી નીચે હતા. પરંતુ હવે વધતા વ્યાજદરોએ આ તબક્કો સમાપ્ત કરી દીધો છે. તેનાથી વિપરિત એઆઈ ક્ષેત્રમાં થઈ રહેલું જંગી રોકાણ અને ભવિષ્યની આર્થિક આશાઓએ શેરબજારોને નવા વિક્રમી સ્તરે પહોંચાડ્યું છે. તેણે ચિપ્સ અને ટેકનિકલ ઉપકરણોનું નિર્માણ કરનારા એશિયાના દેશોની નિકાસને વિક્રમી ઊંચાઈએ પહોંચાડી છે.
ઊર્જા સંકટ અને વધતી આર્થિક અસમાનતા
ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઈઝરાયેલે પશ્ચિમ એશિયામાં ઈરાન પર કરેલા હુમલા પછી ઈંધણ પૂરવઠો ખોરવાઈ ગયો અને દુનિયાભરમાં ખર્ચ વધતા બોન્ડ બજારમાં વેચવાલી શરૂ થઈ ગઈ હતી. જોર્જીવા મુજબ આ ઊર્જા ઝટકો અત્યાર સુધીમાં મોટો પરંતુ નિયંત્રણમાં રહ્યો છે. જોકે, તેમણે સચેત કર્યા કે ઉત્તરી ગોળાર્ધમાં ઠંડીનું વાતાવરણ નજીક આવતા વધુ દેશો દ્વારા પોતાના રણનીતિક ભંડાર ફરીથી ભરવાના પગલે કિંમતોનું દબાણ વધી શકે છે.
જોર્જીવાએ એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો કે એઆઈનો વિસ્તાર ઊર્જાની માગ ઝડપથી વધારે છે અને તેનાથી આર્થિક અસમાનતા વધુ ગંભીર થવાનું જોખમ છે. તેમણે કહ્યું કે, એઆઈ સાથે સંકળાયેલા વેપારમાં વૃદ્ધિ એવા દેશોની રોકાણ બૂમ દર્શાવે છે જે તેની વેલ્યુ ચેઈનનો ભાગ છે જ્યારે દુનિયાના મોટાભાગના દેશ આ દોડમાં ઘણા પાછ છૂટી ગયા છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ચીન રેકોર્ડ માત્રામાં સોનું કેમ ખરીદી રહ્યું છે? તેની અસર ભાવ પર પડશે?

હોર્મુઝ ખોલવા પર ફરી પેચ ફસાયો! ઈરાને અમેરિકાના જવાબને ‘અપૂરતો’ ગણાવ્યો, ક્રૂડ ઓઇલ પર ખતરો

Crude Oil Crisis: ટ્રમ્પનો મોટો દાવો! અમેરિકા સહિત દુનિયાને લાખો ટન ડીઝલ આપશે રશિયા

Nobel Peace Prize 2026: ભારતીય મૂળનાં Navi Pillayને નોબેલ શાંતિ પુરસ્કાર

US H1B Visa: અમેરિકાના સપના પર બ્રેક! ભારતીય IT કર્મચારીઓની ગ્રીન કાર્ડ પ્રક્રિયાને ઝટકો

H-1B ફ્રોડ હવે કંપનીઓને પડશે મોંઘો! પેનલ્ટી $2.50 લાખ સુધી વધારવાની USની તૈયારી

UK-કેનેડા બાદ હવે મધ્ય પૂર્વમાં JioHotstar, STARZPLAY સાથે મોટી એન્ટ્રી




