ભારતની IT નિકાસમાં USનો દબદબો: FY26માં ₹10 લાખ કરોડથી વધુની સોફ્ટવેર સેવાઓ ખરીદી
FY 2025-26માં ભારતની સોફ્ટવેર સર્વિસ નિકાસ 8.2% વધીને $221.4 અબજ પર થઈ છે. તેમાં અમેરિકાનો હિસ્સો 54.1% રહ્યો હતો. અમેરિકાએ ભારત પાસેથી $119.7 અબજ, એટલે કે અંદાજે ₹10 લાખ કરોડની સોફ્ટવેર સેવાઓ ખરીદી હતી.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના વાર્ષિક સર્વે પ્રમાણે, FY26 દરમિયાન ભારતની સોફ્ટવેર સર્વિસ નિકાસ 8.2% વધીને $221.4 અબજ થઈ હતી. આ આંકડામાં ભારતીય IT કંપનીઓની વિદેશી સહાયક કંપનીઓ દ્વારા કરવામાં આવેલ વેચાણ સામેલ નથી. વિદેશી સહાયક કંપનીઓએ અલગથી $17.9 અબજનું વેચાણ નોંધાવ્યું હતું. સોફ્ટવેર સર્વિસ નિકાસમાં કમ્પ્યુટર સર્વિસ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી આધારિત સેવાઓ અને બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગનો સમાવેશ થાય છે.
અમેરિકામાં નિકાસની વૃદ્ધિ વધુ ઝડપી
અમેરિકામાં ભારતની સોફ્ટવેર સેવાઓની નિકાસ FY26માં 11% વધીને $119.7 અબજ પર પહોંચી હતી. આ વૃદ્ધિ ભારતની કુલ સોફ્ટવેર નિકાસમાં નોંધાયેલી 8.2% વૃદ્ધિ કરતાં વધુ છે. કુલ સોફ્ટવેર નિકાસમાં અમેરિકાનો હિસ્સો FY25ના 52.9%થી વધીને 54.1% થયો છે. જોકે આ અત્યાર સુધીનો સર્વોચ્ચ હિસ્સો નથી, કારણ કે FY24માં પણ અમેરિકાનો હિસ્સો 54.1% રહ્યો હતો. બ્રિટન 15.4% હિસ્સા સાથે ભારતનું બીજું સૌથી મોટું સોફ્ટવેર નિકાસ બજાર રહ્યું, પરંતુ તેનો હિસ્સો અગાઉના 15.5% કરતાં થોડો ઘટ્યો છે.
IT Services સૌથી મોટો સેગમેન્ટ
નિકાસના વિવિધ સેગમેન્ટમાં IT Servicesનું યોગદાન સૌથી વધુ રહ્યું હતું. FY26માં આ શ્રેણીની નિકાસ આશરે $147 અબજ રહી હતી. બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ એટલે કે BPO સેવાઓનું યોગદાન $56 અબજ અને Software Product Developmentનું યોગદાન $6.4 અબજ રહ્યું હતું.
On-site આવકમાં ઘટાડો
કુલ નિકાસમાં વધારો થયો હોવા છતાં On-site સેવાઓમાંથી મળતી આવક FY25ના $19 અબજથી ઘટીને FY26માં $18.4 અબજ થઈ હતી. On-site મોડેલમાં ભારતીય ટેક્નોલોજી કર્મચારીઓ વિદેશમાં ગ્રાહકની ઓફિસ અથવા પ્રોજેક્ટ સ્થળે જઈને સેવા આપે છે. જ્યારે Off-site સેવાઓ ભારતનાં ડેવલપમેન્ટ સેન્ટર સહિત અન્ય સ્થળેથી રિમોટ રીતે આપવામાં આવે છે. આ આંકડા એવા સમયે સામે આવ્યા છે જ્યારે અમેરિકાની H-1B વિઝા નીતિ ફરી ચર્ચામાં છે. જોકે RBIના સર્વેમાં On-site આવકના ઘટાડાને વિઝા નીતિ સાથે સીધી રીતે જોડવામાં આવ્યો નથી. એ જ રીતે અમેરિકા સાથેના ટેરિફ વિવાદો મુખ્યત્વે માલસામાનના વેપાર સાથે સંબંધિત હોવાથી સોફ્ટવેર નિકાસમાં વૃદ્ધિ અને ટેરિફ વિવાદ વચ્ચે સીધો સંબંધ સ્થાપિત થતો નથી.
RBIએ આ સર્વે માટે 7,569 સોફ્ટવેર નિકાસકારોનો સંપર્ક કર્યો હતો, જેમાંથી 2,363 કંપનીઓએ માહિતી આપી હતી. તેમાં દેશની મોટાભાગની મોટી IT કંપનીઓનો સમાવેશ થાય છે. પ્રતિસાદ આપનારી કંપનીઓ RBIના અંદાજિત સોફ્ટવેર સર્વિસ નિકાસના લગભગ 89%નું પ્રતિનિધિત્વ કરે છે. અમેરિકામાં ભારતીય IT સેવાઓની વધતી માગ ઉદ્યોગ માટે સકારાત્મક છે, પરંતુ એક જ બજાર પર 54%થી વધુ નિર્ભરતા અમેરિકાના આર્થિક મંદી, વિઝા નિયમો અને ટેક્નોલોજી ખર્ચમાં ફેરફાર જેવા જોખમો પણ ઊભા કરે છે.
આ પણ વાંચો: બજાર આગામી સપ્તાહઃ નિફ્ટીએ આગળ વધવા માટે 23,500-23600 પર ટકવું પડશે
આ પણ જુઓ:
Also Read

ચીન રેકોર્ડ માત્રામાં સોનું કેમ ખરીદી રહ્યું છે? તેની અસર ભાવ પર પડશે?

હોર્મુઝ ખોલવા પર ફરી પેચ ફસાયો! ઈરાને અમેરિકાના જવાબને ‘અપૂરતો’ ગણાવ્યો, ક્રૂડ ઓઇલ પર ખતરો

Crude Oil Crisis: ટ્રમ્પનો મોટો દાવો! અમેરિકા સહિત દુનિયાને લાખો ટન ડીઝલ આપશે રશિયા

Nobel Peace Prize 2026: ભારતીય મૂળનાં Navi Pillayને નોબેલ શાંતિ પુરસ્કાર

US H1B Visa: અમેરિકાના સપના પર બ્રેક! ભારતીય IT કર્મચારીઓની ગ્રીન કાર્ડ પ્રક્રિયાને ઝટકો

H-1B ફ્રોડ હવે કંપનીઓને પડશે મોંઘો! પેનલ્ટી $2.50 લાખ સુધી વધારવાની USની તૈયારી

UK-કેનેડા બાદ હવે મધ્ય પૂર્વમાં JioHotstar, STARZPLAY સાથે મોટી એન્ટ્રી




