KuberaNowLogo
Wednesday, 14/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

US Iran Tensions: ઈરાનના 7 દિવસના યુદ્ધવિરામ પ્રસ્તાવને ટ્રમ્પે નકારી કાઢ્યો, તો શું ફરી ક્રૂડના ભાવ ફરી ભડકે બળશે?

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી વધી રહ્યો છે. અહેવાલો અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 7 દિવસના યુદ્ધવિરામ પ્રસ્તાવને સ્વીકાર્યો નથી. આ ઘટનાક્રમ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને પશ્ચિમ એશિયાની સુરક્ષા પર દુનિયાની નજર છે.

kuberanowPublished On : 26 Sept 2026
iran us tension
AI GENERATED

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધવાની આશંકા ફરી વધી છે. અહેવાલો અનુસાર, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન દ્વારા રજૂ કરાયેલા 7 દિવસના યુદ્ધવિરામ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે બંને દેશો વચ્ચે રાજદ્વારી ઉકેલની શક્યતાઓ અંગે ચર્ચા ચાલી રહી હતી.


ઈરાને મૂક્યો હતો 7 દિવસનો પ્રસ્તાવ

ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન જણાવ્યું હતું કે તેહરાને મધ્યસ્થીઓ દ્વારા અમેરિકા સમક્ષ 7 દિવસની યોજના રજૂ કરી હતી. આ યોજના હેઠળ કેટલીક શરતો પૂરી થાય તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખોલવા અને ત્યારબાદ ઈરાનના પરમાણુ કાર્યક્રમ સહિત મોટા મુદ્દાઓ પર ચર્ચા શરૂ કરવાનો પ્રસ્તાવ હતો. ઈરાને આ પ્રસ્તાવ 16 સપ્ટેમ્બરે મધ્યસ્થીઓ મારફતે અમેરિકા સુધી પહોંચાડ્યો હતો.


ફરી એકવાર ક્રૂડ ભડકે બળે તેવી શક્યતા

આ સમગ્ર ઘટનાક્રમમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મહત્વનું કેન્દ્ર બની ગયું છે. આ વિશ્વના મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાંથી એક છે. આ વિસ્તારમાં તણાવ વધવાથી વૈશ્વિક ઊર્જા પુરવઠા અને તેલ બજાર પર અસર થવાની ચિંતા રહે છે. ઈરાને જણાવ્યું હતું કે જો અમેરિકાનો સૈન્ય દબાણ ઓછો થાય અને ઈરાની બંદરો પરની નાકાબંધી દૂર થાય તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખોલી શકાય છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પ્રસ્તાવના નકારી દેતા ફરી એકવાર તેલના ભાવ વધવાની શક્યતા છે. ક્રૂડના ભાવ વધવાથી ભારત સહિત અન્ય દેશોને અસર થઈ શકે છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી પણ શકે છે.


ઈરાની રાષ્ટ્રપતિએ અમેરિકાને જવાબદાર ગણાવ્યું

ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને એક ઈન્ટરવ્યુમાં જૂનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતી અમલમાં ન આવી શકવા માટે અમેરિકા અને ટ્રમ્પને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે બંને દેશો વચ્ચે એક સમજૂતી થઈ હતી અને ઈરાન હજુ પણ વાતચીતના માર્ગે આગળ વધવા માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યો નથી અને તે ચર્ચા માટે તૈયાર છે.


ચૂંટણી બાદ ફરી સૈન્ય કાર્યવાહી અંગે અહેવાલ

ધ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, અમેરિકાના અધિકારીઓને ટાંકીને જણાવાયું છે કે નવેમ્બરમાં યોજાનારી અમેરિકાની મધ્યવર્તી ચૂંટણી બાદ ઈરાન સામે ફરી સૈન્ય કાર્યવાહી શરૂ થઈ શકે છે. અહેવાલ મુજબ, ટ્રમ્પે અગાઉ પણ કહ્યું હતું કે ઈરાન સાથે સમજૂતી થઈ શકે છે, પરંતુ જો સમજૂતી નહીં થાય તો કડક પગલાં લેવાનો વિકલ્પ રહેશે.


પશ્ચિમ એશિયા પર વૈશ્વિક નજર

અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે હવે રાજદ્વારી પ્રયાસો અને સૈન્ય વિકલ્પ બંને પર નજર રાખવામાં આવી રહી છે. જો તણાવ વધે છે તો તેની અસર પશ્ચિમ એશિયાની સુરક્ષા સાથે વૈશ્વિક ઊર્જા બજાર પર પણ પડી શકે છે.

આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn