ઓટો સેક્ટર 'ટોપ ગિયરમાં' : Hyundai અને M&Mના વેચાણમાં દમદાર વૃદ્ધિ
Hyundai Motor India અને Mahindra & Mahindraએ સપ્ટેમ્બર 2026માં કુલ વાહન વેચાણમાં ડબલ-ડિજિટ વૃદ્ધિ નોંધાવી છે.Hyundaiનું માસિક વેચાણ નવા રેકોર્ડ પર પહોંચ્યું, જ્યારે M&Mની યુટિલિટી વ્હીકલ સેલ્સમાં પણ મજબૂત વધારો થયો.

સપ્ટેમ્બર 2026માં દેશની ઓટો કંપનીઓ માટે વેચાણના આંકડા મજબૂત રહ્યા છે. Hyundai Motor India અને Mahindra & Mahindra બંનેએ કુલ વાહન વેચાણમાં ડબલ-ડિજિટ વૃદ્ધિ નોંધાવી છે. ફેસ્ટિવ સીઝનની માંગને જોતા ઓક્ટોબરમાં ઓટોમોબાઇલ સેક્ટરને વધુ સપોર્ટ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
Hyundaiનું સપ્ટેમ્બર વેચાણ નવા રેકોર્ડ પર
Hyundai Motor Indiaએ સપ્ટેમ્બરમાં કુલ 77,916 વાહનોનું વેચાણ કર્યું, જે ગયા વર્ષના સમાન મહિના કરતાં 10.8% વધુ છે. કંપની માટે આ અત્યાર સુધીનું સૌથી વધુ માસિક કુલ વેચાણ રહ્યું છે. સપ્ટેમ્બરનું વેચાણ જુલાઈ 2026માં નોંધાયેલા અગાઉના માસિક રેકોર્ડ કરતાં પણ વધુ રહ્યું.
સ્થાનિક બજારમાં Hyundaiનું વેચાણ 57,166 યુનિટ રહ્યું, જેમાં વાર્ષિક ધોરણે 10.9% વૃદ્ધિ થઈ. જ્યારે એક્સપોર્ટ 20,750 યુનિટ રહ્યો, જે ગયા વર્ષની સરખામણીમાં 10.4% વધુ છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરુણ ગર્ગે જણાવ્યું કે ફેસ્ટિવ સીઝન દરમિયાન ગ્રાહકોનો ઉત્સાહ જળવાઈ રહેવાની અપેક્ષા છે. કંપનીએ ભારતમાં પોતાના આગામી Hyundai BAYON માટે બુકિંગ પણ શરૂ કર્યું છે.
M&Mનું કુલ વેચાણ 15% વધ્યું
Mahindra & Mahindraએ સપ્ટેમ્બરમાં કુલ 1,14,874 વાહનોનું વેચાણ નોંધાવ્યું, જે વાર્ષિક ધોરણે 15% વૃદ્ધિ દર્શાવે છે. કંપનીના Utility Vehicle સેગમેન્ટે આ વૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવી. સપ્ટેમ્બરમાં સ્થાનિક Utility Vehicle વેચાણ 64,092 યુનિટ રહ્યું, જે ગયા વર્ષના 56,233 યુનિટની સરખામણીમાં 14% વધુ છે. સ્થાનિક Commercial Vehicle વેચાણ પણ 14% વધીને 30,420 યુનિટ થયું.
ટ્રક-બસ સેગમેન્ટમાં પણ મજબૂત વૃદ્ધિ
M&Mના Trucks and Buses બિઝનેસમાં એક્સપોર્ટ સહિત વેચાણ 53% વધીને સપ્ટેમ્બરમાં 2,912 યુનિટ થયું. કંપનીએ આ કામગીરી પાછળ વહેલી ફેસ્ટિવ ખરીદી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રવૃત્તિ અને સ્થિર Freight Movementને કારણો તરીકે દર્શાવ્યા છે. જોકે, ગયા વર્ષના સપ્ટેમ્બરના નીચા બેઝનો પણ વૃદ્ધિ પર પ્રભાવ રહ્યો હોવાનું કંપનીએ જણાવ્યું છે.
ટ્રેક્ટર વેચાણમાં ઘટાડો
M&Mના Farm Equipment બિઝનેસમાં સ્થાનિક ટ્રેક્ટર વેચાણ સપ્ટેમ્બરમાં 50,208 યુનિટ રહ્યું, જે ગયા વર્ષ કરતાં 23% ઓછું છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ઘટાડાનું એક મુખ્ય કારણ આ વર્ષે ફેસ્ટિવ સીઝન ઓક્ટોબરમાં આવવી છે, જ્યારે ગયા વર્ષે તે સપ્ટેમ્બરમાં હતી. આ ઉપરાંત સપ્ટેમ્બર 2025નો બેઝ પણ ઊંચો હતો, જેમાં GST રેટમાં ઘટાડાનો લાભ મળ્યો હતો.
આ પણ વાંચો : કોટક મહિન્દ્રા બેંકના MD-CEO બન્યા અનૂપ કુમાર સાહા, 1 જાન્યુઆરીથી સંભાળશે કમાન
આ પણ જુઓ:
Also Read

બાઈક લેવાનો વિચાર કરી રહ્યા છો? તો આવી ગઈ છે TVSની ધમાકેદાર બાઈક; કિંમત માત્ર ₹67,100થી શરૂ

કાર ખરીદનારાઓ જલસા કરો! નવી ડસ્ટર પર મળી રહી છે ₹2.74 લાખની બમ્પર છૂટ

Toyota Fortunerનું નવું Leader Edition લોન્ચ, ફીચર્સ જોઈને કહેશો વાહ...

દિવાળી પહેલા MG Hectorના 2 નવા એડિશન લોન્ચ, ફીચર્સ સાંભળી લેવાની ઈચ્છા થઈ જશે

મર્સિડીઝ-બેન્ઝે ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક Mercedes-Maybach લૉન્ચ કરી

તહેવારો પહેલા મારુતિની બલ્લે-બલ્લે: સપ્ટેમ્બરમાં 2.36 લાખ ડિલિવરી, બુકિંગ 4 લાખને પાર

New Car Launch: Hondaની દમદાર કારનું બુકિંગ થઈ ગયું શરૂ, 6 ઓક્ટોબરે થશે લોન્ચ





